Abtak Media Google News

લાપતા બનેલા હેડકોન્સ્ટેબલના પિતાએ ડી.એસપી. સમક્ષ કરી રજૂઆત

વઢવાણ પોલીસ મથકે ફરજ પર આવેલા હેડકોન્સ્ટેબલ પોતાના ઘર સુધી ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. પરંતુ લાપતા હેડકોસ્ટેબલનો કોઇ પત્તો ન લાગતા તેમના પિતાએ આક્ષેપો સાથે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરતા ચકચાર ફેલાઇ છે. વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના દિપસંગભાઈ વાઘુભા સોલંકીના પુત્ર રણજીતસિંહ વઢવાણ પોલીસ મથકમાં હેડકોન્સ્ટેબલ તરીક ફરજ બજાવતા હતા.

Advertisement

ત્યારે પોલીસ મથકેથી રણજીતસિંહ ગુમ થતા તેમના પિતાએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરતા ચકચાર ફેલાઇ હતી. જેમાં જણાવાયા મુજબ તા. 7-11-2022ના રોજ રાત્રિના 8.15 કલાકે વઢવાણ પોલીસ સ્ટેશનથી પુત્ર ગુમ થયો છે. અને તેને ગુમ પોલીસ સબ ઇન્સ્પેકટરે જ કરેલ છે જે વાતની અમનો પાક્કી શંકા છે.કારણ કે પુત્ર ગુમસુમ રહેતા તેણે જણાવ્યુ કે,હાલ જે પીએએસઆઈ છે તેઓ અને અમો જ્યારે બંને કોન્સ્ટેબલ વઢવાણ પોલીસ તરીકે સુરેન્દ્રનગર-એ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા તે સમય દમરિયાન હાલના પીએસઆઈ મારી વચ્ચે નજીવી બાબતમાં થોડીક રકજક થયેલી. આ બાબતનો ખાર રાખી પુત્રને માનસીક ત્રાસ આપી સસ્પેન્ડ કરવા માટેના બધા જ પ્રયત્નો કરતા પુત્ર ખુબ જ ડિપ્રેશનમાં ઘણા સમયથી રહેતો હતો.

આ ઉપરાંત સોમવારની રાત્રે વઢવાણ પોલીસ સ્ટેશને પોલીસકર્મી રણજીતસિંહ પીએસઆઈને મળેલા હતા. ત્યારબાદ બાઇકની ચાવી તેમજ ઓફિસના કાગળો ઓફિસ ખાતે સોપીને ત્યાંથી ચાલીને નીકળી ગયા હોવાનુ પોલીસે સ્ટેશનથી જાણવા મળ્યુ હોવાનું અને દિકરાને અપહરણ અથવા ગુમ કરાવા પાછળ પીએસઆઈ છે તેવી તેના પિતાએ શંકા કરી હતી.ઘણી શોધખોળ બાદ કરવા છતા રણજીતસિંહ મળ્યા નથી અને તેઓનો મોબાઇલ પણ રાત્રિના સમયથી બંધ આવતો હોવાનું રજૂઆતમાં જણાવ્યુ હતુ. અને આ બનાવમાં પીએસઆઈ વિરૂદ્ધ પગલા લેવા તેમજ પુત્રને શોધી આપવા માંગ કરી હતી.

આ પોલીસ કર્મચારી અ બીટ કરતા હતા. તેમનું કાગળનું કામ ઘણું પેન્ડિંગ રહેતું હતું. આ બાબતે સપ્ટેમ્બર મહિનામાં રિપોર્ટ પણ કરાયો હતો. અત્યારે ચૂંટણીની કામગીરી ચાલુ હોય તે કામગીરીથી મુક્ત કરવા કર્મચારી જણાવતા હતા. તમામ આક્ષેપો ખોટા છે, કામ ન કરવું પડે તે માટે આક્ષેપ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.