Abtak Media Google News

ગાંધીનગર ફોરેન્સિક રિપોર્ટના આધારે વાડી માલિકે મરચાની સાથે ગાંજાનું વાવેતર કર્યુ’તુ

બામણબોર નજીક આવેલા નવાગામની વાડીમાંથી સવા વર્ષ પહેલાં મરચાની સાથે વાવેતર કરાયેલા ગાંજાના છોડ અંગે ગાંધીનગર ફોરેન્સિક દ્વારા પુથકરણ કરાયા બાદ આવેલા રિપોર્ટના આધારે વાડી માલિક સામે એનડીપીએસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બામણબોર નજીક નવાગા વશરામ રણછોડ બાવળીયાની વાડીમાંથી ગત તા.5-10-21ના રોજ બાતમીના આધારે તત્કાલિન પી.આઇ. જી.એમ.હડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી મરચાની સાથે વાવવામાં આવેલો ત્રણ કિલો વજનનો ગાંજોનો છોડ કબ્જે કરી ગાંધીનગર એફએસએફમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.

દરમિયાન પી.આઇ. જી.એમ.હડીયાની બદલી થઇ ગઇ હતી. ગાંધીનગર ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા પોલીસે કબ્જે કરેલો છોડ ગાંજાનો હોવાનો ગત તા.29-11-21ના રોજ અભિપ્રાય આપતા એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. એમ.એ.ઝણકાંત ફરિયાદી બની વાડી માલિક વશરામ રણછોડ બાવળીયા સામે એનડીપીએસ અંગેનો ગુનો નોંધવામાં આવ્યોછે.

ગાંજાનો છોડ પોલીસ દ્વારા ગત તા.5-10-21ના રોજ કબ્જે કરવામાં આવ્યો ત્યારે તેની કિંમત શુન્ય ગણવામાં આવી હતી પરંતુ તે છોડ ગાંજો હોવાનો ગાંધીનગર ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા ગાંજાનો છોડ હોવાનો અભિપ્રાય આવતા છોડની કિંમત રૂા.15,400 ગણવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.