Abtak Media Google News

વાત્સલ્ય ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે છે. જેમાં આ વર્ષ સંસ દ્વારા ઉનાળાની ભિષણ ગરમીમાં ઓરેંજ એલર્ટને ધ્યાને રાખીને આગામી તા.૨૧ થી ૩૦ સુધી બસ સ્ટોપ, રેનબસેરા, અલગ અલગ વાર પર ભરાતી બજારોમાં ગોંડલ ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પિટલ ચોક, જયુબેલી ગાર્ડન ત્રિકોણબાગ, વિવિધ ટ્રાફિક પોઈન્ટ પરની ટ્રાફિક પોલીસ અને વોર્ડન તેમજ ફૂટપા પર કામ કરતા શ્રમિકો માટે બપોરે ૧ થી ૪ સમય દરમ્યાન ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા રીક્ષામાં ઠંડા પાણીની જલસેવા પુરી પાડવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ જયદિપભાઈ કાચા અને ઉપપ્રમુખ જયશ્રીબેન વોરાના માર્ગદર્શન હેઠલ કાર્યક્રમ ઈન્ચાર્જ જીગ્નેશ કાચા, નયનેશ નાનાણી તેમજ પ્રોજેકટ ઓફીસર ભરત રાબા અને ટ્રસ્ટના સ્વયંસેવકો સાગર મંડલી, નિખીલ જોષી, ધવલ ટાંક, રાઠોડ વિપુલ, ચાવડા શૈલેષ, પરમાર કિશોર અને ડોડીયા મનોજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.