Abtak Media Google News

મુલતાની માટીમાં એવા કયા ગુણધર્મ છે જેનાથી મુલતાની માટીમાં પૃથ્વી તત્વ વધારે છે. એમાં ખનિજ અને ક્ષાર ભરપૂર પ્રમાણમાં છે. જે માટીમાં આ તત્વ હોય એ માટીની ચિકાશ અતિશય હોય છે. જેમ-જેમ ખનિજ તત્વ અને ક્ષારીય તત્વ ઓછાં થતાં જાય એમ-એમ માટી વધારે બરછટ થતી જાય છે. બરછટ માટી આપણને કોઈ ઉપયોગમાં નથી આવતી. મુલતાની માટીમાં આ બધાં તત્વ વધારે પ્રમાણમાં છે એટલે એની ચિકાશ વધારે છે અને એ આપણને ઘણી કામમાં આવે છે. ખનિજ અને ક્ષારની ગુણવત્તાથી ભરપૂર હોવાને કારણે એને જ્યારે શરીર પર લગાવો ત્યારે એ શરીરની ચિકાશ દૂર કરે છે અને શરીરમાં રહેલા ખરાબ ક્ષારીય પદાર્થને દૂર કરે છે.’ મુલતાની માટી ફેસ પર લગાવો ત્યારે અઠવાડિયામાં એક વાર અને શરીર પર લગાવો ત્યારે મહિનામાં એક વાર લગાવવી.

Advertisement

Multani Pac 1 મુલતાની માટીના સ્કિન અને વાળ માટે તથા મેડિકલી ઘણા ફાયદા છે. જે પાણીમાં મુલતાની માટીને પલાïળવામાં આવે છે એ પાણીને ફેંકી દેવા કરતાં એનાથી વાળ ધોવાથી વાળ લીસા થાય છે. એ સિવાય વાળમાંથી ખોડો અને બીજા જે પણ પ્રૉબ્લેમ છે એ દૂર થાય છે. મુલતાની માટીને મોઢા પર લગાવવાથી પિમ્પલ્સ દૂર થાય છે, પણ એને લગાવવાની એક રીત છે. એ વિશે જણાવતાં ‘મુલતાની માટીને પૂરા ફેસ પર લગાવવા કરતાં એને જ્યાં પિમ્પલ્સ થયા હોય એના પર જ લગાવવી. એ પછી અડધો કલાકમાં કાઢીને ધોઈ નાખવી. મુલતાની માટી હોય કે કોઈ પણ માટી હોય, એને સ્કિન પર અડધો કલાક કરતાં વધારે રાખવી નહીં. એની પાછળનું કારણ એ છે કે એ જેમ-જેમ સુકાય એમ ડ્રાય થતી જાય છે અને પછી સ્કિન પર ખંજવાળ આવે છે. મુલતાની માટી પિમ્પલ્સ કાઢે છે એ સાથે તમારા ચહેરાની કાળાશ અને ચિકાશને દૂર કરે છે.’ મુલતાની માટી ઑઇલી સ્કિન માટે ઘણી સારી છે.
Face Beauty

શરીર પર મુલતાની માટીનો ઉપયોગ કરવો હોય તો એમાં ઘણી વિવિધતા છે. પહેલાંના જમાનામાં જ્યારે છોકરીનાં લગ્ન હોય ત્યારે મુલતાની માટીમાં હળેદર અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને એ પેસ્ટને નવવધૂના શરીર પર લગાવવામાં આવતી અને પછી સાબુને બદલે દહીંથી નવડાવવામાં આવતી અને પછી પાણીથી. આનાથી સ્કિન સુંવાળી બને છે. આજકાલ મુલતાની માટીને દૂધીનો રસ અથવા સંતરાનો રસ જેવા વિવિધ ફ્રૂટ અને શાકભાજીના રસ સાથે મિક્સ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મુલતાની માટીમાં આ બધા રસ સાથે મિક્સ કરવા કરતાં માટલાનું ચોખ્ખું પાણી મિક્સ કરવું વધુ હિતાવહ છે.

મુલતાની માટી ફેસ પર લગાવો ત્યારે ફેસ પર ભીનો રૂમાલ મૂકવો અથવા થોડી વારમાં પાણીની ઝાપટ કરવી જેનાથી એ સુકાશે નહીં. એ પછી અડધો કલાકની અંદર ધોઈ નાખવું. ફેસ પરથી મુલતની માટી સાફ કર્યા પછી ફેસને ગુલાબજળ અથવા માટલાના ઠંડા પાણીથી ધોવો જોઈએ.

Multani-Mitti

મુલતાની માટીવાળો ફેસ સાફ કર્યા પછી એ વાતનું ધ્યાન રાખવું કે માટી તમારા ફેસ પર ક્યાંય પણ રહી ન જવી જોઈએ, કેમ કે એ માટી જો તમારા ફેસ પર ક્યાંય પણ રહી જશે તો સ્કિનનું ઇન્ફેક્શન થશે. એનાથી ખંજવાળ આવે છે અને એ ભાગની સ્કિન લાલ થઈ જાય છે. મુલતાની માટી શરીરની ગરમી ખેંચે છે એટલે જો તમારા શરીર પર ક્યાંય પણ મુલતાની માટી રહી જાય તો એ ખેંચેલી ગરમી પાછી શરીરમાં મોકલે છે અને ગરમી જ્યારે પાછી શરીરમાં જાય છે ત્યારે તમને ઇન્ફેક્શન થાય છે.

Benefits Of Multani Mitti 2 બીજું, મુલતાની માટીથી સ્કિન સૉફ્ટ થાય છે એટલે તમને જ્યારે ખંજવાળ આવે ત્યારે તમે ખંજવાળો તો નખથી ચામડી ઊખડી છે અને તમને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. મુલતાની માટીને જ્યારે આખા શરીર પર લગાવો તો એ વાતનું ધ્યાન રાખવું કે એને કાઢવા માટે તમને ભરપૂર પાણી જોઈએ. એથી ભરપૂર પાણીની વ્યવસ્થા હોય તો જ મુલતાની માટી શરીર પર લગાવવી. ઘરમાં તમે શરીર પર લગાવો તો એક તો પાણીની સગવડ હોવી જોઈએ. એ સિવાય મુલતાની માટી ચીકણી હોય છે એટલે એ જલદીથી પાણી વાટે બહાર નીકળી નથી શકતી. એથી તમે જ્યારે ઘરે શરીર પર મુલતાની માટી લગાવો અને એ બાથરૂમના ખારમાં જાય તો એનાથી તમારા બિલ્ડિંગની પાઇપ ચોક-અપ થઈ શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.