Abtak Media Google News

ભીમ અગિયારસ: જપ, તપ પૂજા પાઠ દાનમાં વ્યાતિપાત યોગનું ફળ સારૂ મળશે

જેઠ શુદ અગિયારસ ને બુધવાર તા.31-5-2023 ના દિવસે ભીમ અગિયારસ છે. આ દિવસે વ્યતીપાતયોગ પણ છે વ્યતિપાત યોગને આમ તો અશુભ માનવામાં આવે છે પરંતુ વ્યતિપાત યોગ ના દિવસે કરેલ જપ તપ દાન પૂજા નો ફળ અનંત ગણુ મળે છે આ ભીમ અગિયારસના દિવસે જપ તપ પૂજા પાઠ દાનમાં વ્યતિપાત યોગનું ફળ સારું મળશે વ્યતિપાત યોગ આ દિવસે રાત્રી ના 8.13 મિનિટ સુધી છે તે ઉપરાંત આ દિવસે વેદમાતા ગાયત્રી જયંતિ પણ છે આથી આ દિવસ નુ મહત્વ વધારે રહેશે બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ વેદ માતાગાયત્રી ગાયત્રી મંત્ર ને મહામંત્ર કહેવામાં આવે છે આ દિવસે વેદમાતા ગાયત્રીનું પણ પૂજન કરવું જોઈએ

પાંડવોમાં ભીમસેન એક દિવસ પણ ભોજન વગર રહી શકતા નહીં અને એક પણ વ્રત કરી શકતા આથી ભીમસેન વેદવ્યાસજી ને પોતાની વેદના કહે છે ત્યારે વેદ વ્યાસજી કહે છે કે જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં હોય એટલે કે જેઠ સુદ અગિયારસના દિવસે જે કોઈ મનુષ્ય આ દિવસના સૂર્યોદય થી બારસ તિથિના સૂર્યોદય સુધી જલ લીધા વગર આખો દિવસ અને રાત્રી વ્રત કરે છે તે મનુષ્યને આખા વર્ષની એકાદશીનું ફળ મળી જાય છે આમ ભીમસેન આ એકાદશીનું વ્રત રહે છે

આથી તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે પૂજન વિધી : ખાસ કરીને ભીમ અગીયારશનાં દિવસે આખો દિવસ કાંઈ પણ ભોજન તથા જળ પણ લીધા વગર રહેવાની હોય છે આથી જ નિર્જળા એકાદશી કહેવાય છે. આમ વ્રત ન કરી શકાય તો ઉપવાસ જરૂર કરવો. સવારનાં વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સ્નાન કરતી વખતે ગંગા,જમના,સરસ્વતી નદીનાં નામ બોલી સ્નાન કરવું ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપવું. બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ચોખા પધરાવી રાધા-કૃષ્ણ ભગવાનની છબીની સ્થાપના કરવી. ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા વસ્ત્ર, ફુલ, અબીલ, ગુલાલ, કંકુ, ધુપ, દીપ અને  નૈવૈધમાં કેરી ખાસ અર્પણ કરવી.

આરતી કરી પ્રાર્થના કરવી કે મારા જીવનમાં કોઈ દિવસ મુસીબત ન આવે. આ બધુ પૂજન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનાં જપ બોલવા. પૂજન પૂર્ણ થયા બાદ એકાદશીની કથા સાંભળવી અને ત્યારબાદ પીપળે પાણી રેડવું અને પ્રદક્ષીણા ફરવી. સાંજનાં સમયે ભગવાનનું કિર્તન કરવું.રાત્રીના જાગરણ કરવું.આમ નિર્જળા એકાદશીનું વ્રત રહેવાથી જીવનમાં કોઈપણ દિવસ મુશીબત આવતી નથી. આમ ભીમ અગીયારશનું વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. ભીમ અગીયારશનાં દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન-દક્ષીણા આપવી ઉત્તમ ફળ દાયક છે.

મંત્ર જપનું ફળ : ભીમ અગીયારશનાં દિવસે આખા દિવસ દરમ્યાન ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રની 11માળા શ્રી કૃષ્ણ ભગવાનની સામે બેસી કરવાથી માનસીક શાંતી મળેછે અને દુ:ખ દુર થાય છે.એકાદશીનો બોધ: દરેક મનુષ્યમાં કોઈને કોઈ ખામી હોય જ છે પરંતુ તે ખામી દુર કરવાનો પુરતો પ્રયત્ન કરવો જોઈએ. જેથી જીવનમાં આગળ વધી શકાય અને મુસીબત આવે નહી. ભીમસેનમાં એ ખામી હતી કે, તે ભુખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહી પરંતુ નિર્જળા એકાદશીનું પાણી પીધા વગર વ્રત રહી અને આખા વર્ષની એકાદશીનું સફળ ફળ મેળવ્યું. આમ તમારામાં રહેલી ખામી મુસીબત ના બને તેનાં માટે તે ખામીને દુર કરવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.