હવે ઓનલાઇન વાહનવેરો ભરી શકાશે

banchhanidhipani |rajkot
banchhanidhipani |rajkot

સ્માર્ટ સિટી અંતર્ગત કોર્પોરેશને ઓનલાઇન સુવિધામાં વધારો કર્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી વાહનવેરો વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. હવે વાહન ચાલકો પોતાની જાતે જ ઓનલાઇન વેરો ભરપાઇ કરી શકે તે માટે સુવિધા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોઇ વ્યક્તિ વાહનની ખરીદી કરે તો અત્યારે ડિલરો વાહનવેરા પેટેની રકમ વસુલી મહાપાલિકામાં જમા કરાવી દેતા હતા. વાહનચાલકો પોતાની જાતે જ વેરો ભરપાઇ કરી શકે તે માટે ટેક્સ બ્રાન્ચ દ્વારા વાહનવેરાની વસુલાતની કામગીરી પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશને ઓનલાઇન અપાથી સુવિધામાં વધારો કર્યો છે. હાલ વેરામાં વ્યાજમાફી યોજના ચાલી રહી છે ત્યારે લોકોને ટેક્સ ભરવા માટે કોર્પોરેશન કચેરી સુધી લાંબુ થવુ ન પડે તે માટે મહાપાલિકા દ્વારા ઓનલાઇન વેરા વસુલાતની કામગીરી પણ હાથ ધરવમાં આવી છે. જેમાં ઓનલાઇન વેરો ભરનારને પ્રોત્સાહિત કરવા માટે પ૦ રૂપિયાનું ખાસ વળતર આપવામાં આવી રહ્યું છે. હવે જ્યારે વાહનવેરાની વસુલાત પણ ઓનલાઇન શ‚ કરવામાં આવી છે ત્યારે લોકોએ કોર્પોરેશન કચેરી સુધી કોઇપણ કામ માટે ધક્કો ન ખાવો પડે તેવી જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.