Abtak Media Google News

ગોંડલના વેપારીની કાર અસલી દસ્તાવેજ અને કાર વિના ટ્રાન્સફર કરી દેવાઈ હતી. બોગસ દસ્તાવેજથી કાર બારોબાર અન્યના નામે વેચાણ કરી ટ્રાન્સફર કરી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. માલિકે કાર વેચવા કાઢી હતી અને ચેક કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટથો હતો. હિંમતનગર આરટીઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની મીલી ભગતથી સમગ્ર કારસ્તાન કરાયું હોવાનું મનાઈ રહ્યું છે. આ મામલે પોલીસે હિંમતનગરના શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને કાર કબ્જે કરવામાં આવી છે.

Advertisement

ગોંડલમાં યોગી કૃપા, ગાયત્રીનગર શેરી નંબર-1, બસ સ્ટેશનની બાજુમાં રહેતા વેપારી પંકજભાઈ હસમુખભાઈ રાયચુરાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ઓમપ્રકાશભાઈ અશોકભાઈ જોષી (રહે. 158, ચીત્રકુટ સોસાયટી, કાકણોલ, હિંમતનગર) અને અન્ય  શખ્સો એ ગોંડલના વેપારી પંકજભાઈની માલીકીની સફેદ કલરની કાર અને તેના અસલ કાગળો પણ આ કારના માલિક પંકજભાઈ પાસે ગોંડલ ખાતે હોવા છતાં આ કાર કઈ રીતે અન્યને નામે થઈ ગઈ તે અંગે આરટીઆઈ પછી પણ હજુ પંકજભાઈને ખુલાસો ન મળતા ના છૂટકે તેમણે ગ્રામ્ય પોલીસ મથક હિંમતનગરમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ગોંડલ ખાતેના વેપારી પંકજભાઈ હસમુખભાઈ રાયચુરાએ 2012ના મોડેલની સફેદ કલરની સેક્ધડ હેન્ડ વર્ના કાર નંબર ૠઉં17અઇં5001 અમદાવાદ કોઈ એજન્ટ મારફતે ખરીદી હતી. તે પછી આજસુધી આ કાર માલિક પાસે જ છે. એણે ન કોઈને વેચી નથી અને દસ્તાવેજ પણ આપ્યા નથી પોતાની પાસે જ છે.

પણ આ ભાંડો ત્યારે ફૂટયો કે આ વેપારીને કાર વેચવી હતી અને ગ્રાહક લેવા પણ આવ્યા હતા તે વખતે આ કારના નંબર આધારે આવેલા ગ્રાહકે માલિકી ચેક કરતા આ કાર પંકજભાઈના નામે ન હતી પણ અન્ય કોઈના નામે કાર બોલતી હતી એટલે કાર વેચાઈ નહિ પણ એ ઉપરથી સજાગ થઈ આ વેપારીએ આરટીઆઈ કરી તપાસ કરાવી તો આ કાર તા. 294 2019 થી તા. 19-12 2020ના સમયગાળા દરમ્યાન કોઈપણ વખતે આર.ટી.ઓ. કચેરી હિંમતનગર મારફતે અન્યને ટ્રાન્સફર કરી દેવાઈ હોવાનું ખુલ્યું ખરા તરીકે રજૂ કરી ઉપયોગ કરી આરટીઓ કચેરીના લાગતા વળગતા સાથે મિલીભગત કરી ગાડી બોગસ કાગળ ઉપર પોતાના નામે કરાવી બારોબાર બીજા વ્યક્તિને સાચા તરીકે બતાવી વેચાણ કરી એકબીજાની મદદગારી કરી કાર ટ્રાન્સફરનું કૌભાંડ આચર્યું હતું.

હિંમતનગર રૂરલ એ.એસ.આઈ. ગીતાબેન જયંતીભાઈએ ઈ.પી.કો. કલમ 465, 467, 468, 471, 114 મુજબ આરોપી ઓમપ્રકાશભાઈ અશોકભાઈ જોષી (રહે. 158, ચીત્રકુટ સોસાયટી કાકણોલ, હિંમતનગર) સામે ગુનો દાખલ કરતા આ બનાવટી પાસિંગની કાર કબજે લઈ તેની વધુ તપાસ પો.સ.ઈ. પી.ડી. ચૌધરીએ હાથ ધરી છે.

કાર અન્યને નામે થઈ ગયાનું જાણતાં વેપારીએ કાર ઘરે જ મૂકી રાખી

ગોંડલના વેપારી પંકજભાઈએ એક વાતચીતમાં જણાવ્યું કે જયા2થી ખબર પડી કે મારી કાર કોઈના નામે થઈ ગઈ છે ત્યારથી છેલ્લા એક વર્ષથી મારી કાર લઈ ઘરેથી બહાર ગયો નથી. દરમિયાનમાં મેં આરટીઆઈ કરી તેમાં પણ હિંમતનગર આરટીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તમને આ અંગેની માહિતી મળી

જશે પણ આજદિન સુધી કોઈ જ જવાબ કે આધારો. કોણે કઈ રીતે મારી ગાડી અન્યના નામે કરી અને ઝીણી ઝીણી બાબતોની ચકાસણી કરતા આરટીઓ તંત્રએ મૂળ અસલ ગાડી અને અસલ દસ્તાવેજ વગર કઈ રીતે ગાડી ટ્રાન્સફર કરી દીધી તેનો મને જવાબ ન મળતા આ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.