ડ્રાઇવિંગ લાઇસન્સ વગર આ તારીખ સુધી વાહનો ચલાવી શકાશે

ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ૩૧ જુલાઇ સુધી વાહનો ચલાવી શકાશે

એક્સ્પાયર થયેલા લાયસન્સ અને વાહનોના ફીટનેસ સર્ટિફિકેટને રીન્યૂ કરવામાં ૩૧ જુલાઇ સુધીની છૂટછાટ અપાઇ

ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે સુધી સરકારે વધુ એક વખત લંબાવી છે અને હવે ડ્રાઇવીંગ લાયસન્સ વિના ૩૧ જુલાઇ સુધી વાહનો ચલાવી શકાશે. ૧ ફેબ્રુઆરી કે બાદમાં જે તે વાહનના ફીટનેસ સર્ટીફીકેટ મેળવવાના હોય કે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થઇ હોય તેમના માટે હવે ૩૧ જુલાઇ સુધી રિન્યુ કરાવી શકાશે.

લોકડાઉનના લીધે ૧ ફેબ્રુઆરી કે ત્યારબાદ વાહન ફીટનેસ સર્ટીફીકેટ કે લાયસન્સ રિન્યુ કરવાની મુદત પુરી થતા હશે તો તેઓ ૩૧ જુલાઇ તેમની પાસેથી લેઇટ ફી કે વધારાના ચાર્જ લેવામાં નહીં આવે તેમ રોટ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે જણાવ્યું હતું.

દેશભરમાં લદાયેલા લોકડાઉન અને ટ્રાન્સપોર્ટ ઓફીસો બંધ રહેવાના કારણે લોકોને પોતાના લાયસન્સ રીન્યુ કરાવવામાં તથા વાહનોના ફીટનેસ સર્ટીફીકેટ રીન્યુ કરાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સરકારના ઘ્યાનમાં આવ્યા આ મર્યાદા વધારવામાં આવી છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સ વાહન ફીટનેશ સર્ટીફીકેટ તથા વાહન રજીસ્ટ્રેશન ફી વગેરે માટે આ લાભ મળી શકશે.

કેટલાક લોકોએ ફી ભરી આપી હતી પણ લોકડાઉનના કારણે ટ્રાન્સપોર્ટ ઓફીસ બંધ રહેતા મુશ્કેલી પડી રહી હતી તેને ઘ્યાને લઇ આ ફેરફાર કરવામાં આવ્યો છે આ અંગે ટ્રાન્સપોર્ટ સતાવાળાઓને પણ જાણ કરી દેવાઇ છે.