Abtak Media Google News

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ શુક્રવારે મધ્ય અમેરિકાની ત્રણ દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં પેરુમાં પહોચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ નાયડુ, જે સેન્ટ્રલ અમેરિકાના ગ્વાટેમાલા, પનામાની પાંચ દિવસની મુલાકાતે છે,  પનામા અને પેરુની મુલાકાત લીધા બાદ હાલ  પનામાથી વિદાય લયને પેરુ પહોચ્યા છે.

9 એપ્રિલે પનામામાં, ભારત અને પનામાએ બે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ્સ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. પનામાની મુલાકાત પહેલા, ઉપરાષ્ટ્રપતિ ગ્વાટેમાલામાં હતા જ્યાં ભારત અને ગ્વાટેમાલાએ રાજદ્વારી તાલીમના વિસ્તારમાં સહકાર વધારવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ નાયડુની ત્રણ રાષ્ટ્રની મુલાકાત 6 મી મેના રોજ શરૂ થઈ હતી. આ સ્થળોની મુલાકાત લેવાનો એજન્ડા દેશ સાથે દ્વિપક્ષીય સંબંધો વધારવાનો છે. તેમની અઠવાડિક મુલાકાતમાં વિવિધ દેશો અને વિશ્વના પ્રદેશો સુધી પહોંચવા માટેની સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે. આ ગયા વર્ષથી ઉપરાષ્ટ્રપતિ બન્યા પછીની પ્રથમ વિદેશી મુલાકાત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.