વિઘ્નહર્તા ગણેશમહોત્સવ સામાજિક એકતા, રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતું પર્વ..  !!!

ગણપતિ બાપા મોરિયા…ના ગગનભેદી ગુંજારવ સાથે ગણેશ ચોથથી શરૂ થયેલા ગણપતિ મહોત્સવ નો ભક્તિનો માહોલ રંગ માં આવી ચૂક્યો છે, વિઘ્નદૂર થયા વગર કોઈ કાર્યસિદ્ધ થતું નથી દરેક શુભ કાર્યોની સફળતા માટે સંપૂર્ણપણે વિઘ્ન દૂર થવા જોઈએ, શિવ પુત્ર ગણેશજીને વિઘ્નહર્તા નું વરદાન મળ્યું છે ત્યારે સમાજના દરેક વર્ગમાં કાર્યસિદ્ધિ માટે ગણપતિ પુજન થી જ સતકાર્યોનો પ્રારંભ થાય છે, આપણા દેશની આઝાદી ની સફળ સફર સાથે પણ વિઘ્નહર્તા ગણપતિ જોડાયેલા છે, બીજા શબ્દોમાં કહીએ તો ગણપતિ મહોત્સવ થીજ આઝાદીની ચળવળનો સફળતા નો અધ્યાય શરૂ થયો હતો, આજે આપણે સ્વતંત્રતાના જે માહોલમાં સુખરૂપ લીલા લહેર કરી રહ્યા છીએ તે ગણપતિદાદાના આશીર્વચન નું જ પરિણામ કહી શકાય ,અંગ્રેજી હુકૂમત ને હટાવી દેશને સ્વતંત્ર કરવા માટે શરૂ થયેલી આઝાદીની ચળવળ લોકક્રાંતિમાં પરિવર્તિત ન થાય તે માટે ગોરી હુકુમતે નાગરિકોના મેળા અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે ગણપતિ મહોત્સવ સામાજિક એકતા અને સ્વતંત્રતા ચળવળ અંગેની જાગૃતિ ઘેર ઘેર જન-જન સુધી પહોંચાડવા નિમિત બની હતી, એક થી લઈને દશ દિવસના ગણેશ મહોત્સવ ની પરંપરા પાછળ સામાજિક સંગઠન અને તમામ વર્ગના લોકો એક સાથે ઉજવણી નામે વિચાર ગોષ્ઠિ અને સ્વતંત્રતા ચળવળ માટે રણનીતિ ઘરે તે હેતુથી ગણપતિ મહોત્સવની ઉજવણી થતી હતી, અને આ મહોત્સવના પરિપાકરૂપે આઝાદીની ચળવળ સમગ્ર જનજન સુધી પહોંચવામાં નિમિત બની હતી આજે પણ ગણપતિ મહોત્સવ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યું છે ત્યારે દેશમાં ૭૫માં સ્વતંત્ર પર્વની ઉજવણીનો માહોલ છે ત્યારે આ વર્ષનું ગણપતિ મહોત્સવ દેશના વિકાસની આડે આવતા કુદરતી રાજકીય અને આર્થિક અવરોધોને પાર કરીને આપણો દેશ  આર્થિક મહાસત્તા વિઘ્નહર્તા ના આશીર્વાદથી બને તેવી પ્રાર્થના