Abtak Media Google News

રાજકોટના લોકલાડીલા નેતા અને સીએમ (કોમનમેન) વિજયભાઈ રૂપાણી ફરી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થતા રાજકોટમાં ખુશી છવાય તે સ્વાભાવિક છે પરંતુ મધુરમ કલબને વિશેષ આનંદ થયો છે અને એટલે કાલે જ આતશબાજી કરીને ઉજવણી કરી હતી. વિજયભાઈના નામની જાહેરાત થતા જ કાર્યકરોમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો હતો અને મધુરમ કલબના પ્રમુખ મિલન કોઠારી અને સુનિલ શાહની આગેવાની હેઠળ યાજ્ઞિક રોડ પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

કાર્યકરોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા અને લોકોને પણ મીઠાઈ ખવડાવી હતી. આ તકે વી.પી.વૈષ્ણવ, સી.એમ.શેઠ, અતુલ પંડિત, જીતુ ભટ્ટ, આશિષ ગાંધી, મૃણાલ અવલાણી, મેહુલ બોરીચા, હિતેષ મણીયાર, રાજુ મોદી, ભાવેશ પારેખ, ધિરેન ભરવાડા, જતિન ગણાત્રા, રેનિસ પટેલ, અંકિત મકવાણા, કેતન કંસારા, દિનેશ મકવાણા, વિશુભા પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.