Abtak Media Google News

અબતક, વૈવિધ્ય

ત્રિકમ અને પાવડો એટલે ધરતીમાતાની આરાધનાનો પૂજાપો.

પરસેવાનાં ટીપા ટપટપ પડે એ જ ધરતીની આરતી.

તરસી માટી પર પાણીની ધાર કરવીએ જ ખરો અભિષેક.

ખેતી એટલે યજ્ઞ અને યજ્ઞએ જ વિષ્ણુ.

એક ધેધૂર વડલો એટલે શું એના ખ્યાલ આપણને ઝટ નથી આવતો. ગામનાં પશુ પંખીઓને, ગોવાળિયાઓને, પરિબિયાઓને અને નવાણોને વડની વસતી વરતાય છે. ગામને પાદરે આવેલો વડલો એટલે ખરા અર્થમાં ગામનું વિશ્રામગૃહ. વાત દંતકથા જેવી જણાય પણ સાવ સાચી છે. સૌરાષ્ટ્રમાં કાલાવાડ તાલુકામાં નવાગામમાં કુરજીબાપા રહે છે. સૌ વર્ષની ઉંમરે બાળા હજી સાજા નરવા છે. ભગર્વા વસ્તર, કમંડળ અને દાઢી કે જટા વગરના સાધુ જેવા કુરજીબાપાનું જીવન યજ્ઞ બનીને સાર્થક થયું.

Advertisement

સ્વજનોની સહાય વિના, સકારી ગ્રાંટ વિના અને સુખી દાતાઓનાં દાન વિના કુરજીબાપાએ એકલે હાથે નવાગામના પંથકમાં પાંચ હજાર વડલા ઉછર્યા છે. ત્રિકમ અને પાવડો ધરતીમાતાની આરાધનાનો પૂજાપો, પરસેવાનાં ટીપાં ટપટપ પડે અને માટીને ભીની કરે એ જ ધરતીની આરતી. તરસી મોટી પર પાણીની ધાર કરવીએ જ ખરો અભિષેક. જેનું ખાઇએ તેનું ખોદવું એ સારૂ  ન કહેવાય, પણ તેમાંઅપવાદ ધરતીમાતાનો એને ખોદીને, એના પર હળ ચલાવીને અને એને ખાતરપાણી આપીને સ્વાદાદર રાખવીએ જ ખરો યજ્ઞ છે અને યજ્ઞ એટલે વિષ્ણુ. આમ ખેતીએ એક અર્થમાં વિષ્ણુપૂજા ગણાય.

3 2

કુરજીબાપાએ સાઠ વર્ષની ઉંમરે વડલા વાવવાની પ્રવૃતિ શરૂ  કરી. પરણ્યા જ નહોતા તેથી આગળ ધરાળ નહીં અને પાછળ ઉલાળ નહી, પોતાની બધી જ સંપતિ સમાજને ધરી દઇને બાપા મંડી પડ્યા. ત્રિકમ, પાવડો, ખને ખભે પાણીનું માટલું લઇને વડલા ઉગાડવાનો યજ્ઞ શરૂ  કર્યો ત્યારે કોઇએ લખ્યું.

  • કૂપળ ફૂટીને આવ્યાં પાન
  • ડાળેડાળે પંખીને પાંદડે પાંદડે કહાન!

વૃક્ષ રોપાય એટલે કામ ન પતે. એની ફરતે કાંટાની વાડ કરવી પડે અને થોડે થોડે વખતે પાણી પાવુ પડે. વળી વડ કંઇ ઝટપટ ન વધે. પુરા ત્રણુ વર્ષની જહેમત પછીએ જામે. બાળાને કોઇએ પુછયું: તમે વડ કેમ પસંદ કર્યો? જવાબ સાદો સીધો એને પાનખર ન નડે. એનો છાંયો બહુ ઠંડક આપે અને પંખીઓને ખોરાક તથા આશરો મળે. રોજનો એક વડ રોપવાની શરૂ આત થઇ અને બાપાની ખરબચડી હથેળીના સ્પશે જેનો હાથો સુવાળો બની ગયો છે એવી ચાલીસ વર્ષ જુની કોદાળી હજી સચવાયેલી છે. આપણા લોકોએ ટીપુ સુલતાનની કે હૈદરઅલીની તલવાર સાચવી રાખી છે. જહાંગીર જે પ્યાલીમાં શરાબ પીતો તે પ્યાલી બનારસ હિંદુ યુનિવર્સિટીના સંગ્રહલયમાં જોઇ હતી. ભવિષ્યમાં આ કોદાળી રાજકોટ કે અમદાવાદના મ્યુઝિયમમાં રાખવામાં આવે તો તેની સાથે આવી નોંધ મુકી શકાય. ‘પાંચ પાંચ હજાર સંતોનોના વડદાદા એવા નવાગામના કુરજીબાપાએ જેના વડે. હજારો વૃક્ષો વાવ્યાં અને ઉછેર્યા તે જ આ કોદળી.’ હજી સુધી કોઇ કુંવારા માણસે આટલાં સંતાનો ઉછેર્યા હશે ખરા? ગીનેસ બુકમાં એકલે  હાથે આટલાં વૃક્ષો ઉછેર્યાનો વિશ્ર્વવિક્રમ કયારે નોંધાશે? એમને હાથે રોપાયેલ કોઇ વૃક્ષ અવગતે ગયું નથી. વૃક્ષને નુકસાન પહોંચાડનાર સાથે લડવાને બદલે પ્રમપુર્વક બાપા સમજાવે અને એવા માણસને વૃક્ષની માવજત કરવા પેરે. હવે ગામ લોકો વડનાં ડાળખાં પણ કાપતા નથી.

ઇકોલોજી ઇકોસીસ્ટમ, પર્યાવરણ, પ્રદુષણ અને કુદરતના સંતુલન અંગે આજે આપણે રોજ સાંભળીએ છીએ અને વાંચીએ છીએ. આજથી ચાલીસ વર્ષ પહેલા હાથમાં કોદાળી ઝાલે ખરો? કહે છે કે ઉ૫રા ઉપર દુકાળ પડયા તોય કુરજીબાપાના આ પંથકમાં પાણીની ખોટ નથી પડી. બાળા હા સહસ્ત્રશીષ અને સહસ્ત્રબાહુ સંતાનોએ ધરતીના ભેજને જાળવી રાખ્યો છે.

કયારેય તો બાપ રાતે ભર નિદરમાંથી જાગી જતા. કોઇ ઝાડ પાણી વગર સુકાય એવો અણુસાર મળે કે તરત અડધી રાતે પહોંચી જાય અને પ્હો કાટ ત્યારે પાણી પીવડાવીને જંપે કોઇ વૃક્ષ ગામથી દૂર હોય તો બાપા આગણી રાતે ત્યાં જ સુઇ જાય જેથી વહેલી સવારે ઠંડા પ્હોરે ઝાડને પાણી પાઇ શકાય. વડના રોપ કાઢવા કયારે કુત્રામાં ઉતરવું પડતું. એક વાર તો આવું કરવા જતાં પગ લપસ્યો તે કુવામાં પડેલા અને ઇજા પણ પામેલા. વૃક્ષને રક્ષણ આપવા માટે બાળનાં ઝાંખરા કાપવા પડતાં. ત્યારે રજવાડી કારભાર હતો એટલે બે વિરોધીઓએ ફરિયાદ કરી એટલે બાપાને કાલાવડની જેલમાં પુરવામાં આવ્યા. એક દિવસ જેલની હવા ખાધી પછી બીજી સવારે દરબારે માફી માગી અને માન સાથે બાપાને નવાગામ પહોંચાડેલા. બાપાએ વડલા વધારે વાવ્યા એ ખરૂ . પણ તે સાથે લીમડા, ઉમળા, પીપર અને પીપળા પણ વાવ્યા છે. આ નવજાત વૃક્ષોને ચોખ્ખું પાણી જ પાવું એવો આગ્રહ બાપા રાખે છે.

બાપા વૃક્ષને વૈષ્ણવજન ગણે છે. હજી આ ઉંમરે બાપા ફળિયામાં હરેફરે છે. સૌરારાષ્ટ્રની એક સંસ્થાએ બાપાને એવોર્ડ આપવાની ઇચ્છા સાથે કેટલાક માણસોને મુલાકાતે મોકલ્યા. બાપાએ ટૂંકમાં પતાવીને કહ્યું: ‘માણસતુ’  ખરૂ  સન્માન મસાણુમાં એ પહોંચે ત્યારે જ હોય.’ કર્મ કરતા રહીને સૌ વર્ષ જીવવનજી ઇચ્છા રાખવાનો આદેશ ઉષનિધડે આપ્યો છુે. કુરજીબાપાએ આાદેશ પાળ્યો છે. એમને આપણાં વંદન હો. પૂ. કુરજીબાપા

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામના શ્રી કુરજીભાઇ સાંગણીને (હાલ ઉંમર ૯૫ વર્ષ) આજથી ૪૦ વર્ષ પહેલાં તેમને અંતરમાં કોઇ એક ઝબકાર સાથે વિચાર આવ્યો કે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી તો દરેકને સુખ થાય તેવું કોઇ કામ કરવુ જોઇએ અને તેમણે વૃક્ષો વાવવાનું નકકી કર્યું.

વૃક્ષોમાં પ્રભુનો વાસ છે તેવી દ્રઢ માન્યતા સાથે પૂ. કુરજીબાપાએ જોતજોતામાં સો, બસ્સો, હજાર, બે હજાર વૃક્ષો નવાગામ વિસ્તારમાં વાવી નાખ્યા. મોટો ઘડો ખભે લઇ મીઠું પાણી સીચ્યું ને વડલા ઉર્છેર્યા, તેમાં પોતાના પ્રાણ રેડયા, વૃક્ષો વાવી તેના રક્ષણ માટે કાંટાળી વાડ કરવી, નિયમિત પાણી પાવું અને ત્રણ ચાર વર્ષ માવજત કરવી તે તેમનું રોજીંદુ નિયમિત કાર્ય. બાજુના ગામ જેતપુર (કાઠી)માં ૫૦૦ વૃક્ષો તેમણે વાવ્યા. શ્રી મોરારીબાપુએ વૃક્ષપ્રેમી વડદાદાનું સન્માન કર્યુ. લોકો એવું માને છે કે બાપાને કુદરતનું વરદાન છે કે તેમના હાથ વાવેલું કોઇ વૃક્ષ નકામું જતું નથી.

મોટા ભાગના વૃક્ષો ગામની સડકની, નદીની બન્ને બાજુ કાંઠાઓ પર વાવ્યા. ગામની ગાયો બપોરના પાણી પી ઠેરઠેર વિશ્રાંતી લે ત્યારે વાગોળતી ગાયોના ઝુંડને જોવાનું અનેરુ દૃષ્ય બનતું. તેમનો જેવો વૃક્ષપ્રેમ તેવો જ પ્રેમ ગાયો માટે પણ ગાયોના લાભાર્થે ભાગવત સપ્તાહો ગોઠવી. આજુબાજુના ગામડામાં  ૧૫ જેટલી ગૌશાળા બંધાવી છે. સરકારમાંથી ૧૨૫ વીધાની વીડી મેળવી ગાયોને માટે નિરણની વ્યવસ્થા કરી. આ બધુ છતાં પૂ. કુરજીબાપા તો પોતાને ફકત નિમિત્ત જ માને કુદરત જ આ કરાવે છે, પોતે કંઇ કરતા નથી તેવા નિરાભિમાની.પૂ. કુરજીબાપાએ તેમનું જીવન દિવત-રાત વૃક્ષસેવા અને પ્રભુ ભજનમાં વિતાવ્યું છે. તેમનો કોઇ વારસદાર નથી. જે કાંઇ મિલ્કત હતી તે લોકહીતના કાર્યમાં વાપરી નાખી. હાલમાં ગામની વૈશ્ર્નવની હવેલીની વડીમાં રહી પ્રભુ ભજન કરે છે.

આ ઉંમરે પણ દાંત, કાન આંખ પુરૂ  કામ આપે છે. તેમની નવાગામની આ પરોપકારી પ્રવૃતિથી ગામમાં એકાગ્રતા અને પરસ્પર પ્રેમની પવિત્ર ભાવના જળવાઇ રહે તે માટે તેઓ સત્સંગ કર્યા કરે છે. ભયકર દુષ્કાળના વર્ષોમાં પણ નવાગામમાં પાણીની મુશ્કેલી પડતી નથી. પુરંતુ પાણી મળી રહે છે, તે આ વડદાદાને આભારી છે.આજના પર્યાવરણના પ્રશ્ર્નોની સુઝ પૂ. કુરજીબાપાને જાણે વર્ષો પહેલા થયેલી ન હોય તેમ નવાગામ વિસ્તારમાં હજારો વૃક્ષો વાવી, ઉછેરી મોટા કરનાર વડદાદા પૂ. કુરજીબાપાના યાત્રાધામ નવાગામની મુલાકાત કોઇપણ પ્રકૃતિ પ્રેમીને જીંદગીનું યાદગાર ભાથું બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.