વિનોબાભાવે પ્રાથમીક શાળા નં-૯૩માં ગાંધી જયંતિની અનોખી ઉજવણી

૧પ૦ વિઘાર્થીઓએ ગાંધીજીના વેશ ધારણ કરી ભારતના નકશાનું સર્જન કર્યુ

વિનોદા ભાવે પ્રાથમીક શાળા નં. ૯૩ માં આવતીકાલે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિના ભાગરુપે શાળાના ધોરણ પ થી ૮ ના ૧પ૦ વિઘાર્થીઓ દ્વારા ગાંધીજી બનીને ભારતના નકશાનું સર્જન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં શાળાના વિઘાર્થીઓ શિક્ષકો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા. અને બાળકોને ગાંધીજીના જીવન વિષેનુ જ્ઞાન આપવામાં આવ્યું હતું.

અબતક સાથેની વાતચીત દરમિયાન વિનોબાભાવે પ્રાથમીક શાળા-૧૩ ના વનીતાબેન રાઠોડએ જણાવ્યું કે ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતિના ભાગરુપે અમે વિચાર્યુ કે અમારી શાળાના ૧પ૦ બાળકો ગાંધીજી બને માત્ર ગાંધીજી બને જ નહીં પરંતુ ગાંધીના ઉદેશ તેમને કરેલા કાર્યને યાદ કરાવ્યા છે.

બાળકોને ભારતના નકશા પર ઉભા એટલા માટે રાખવામાં આવ્યા છે. કે અમે ગાંધીમય ભારત બનાવવા ઇચ્છીએ છીએ ગાંધીજીની સ્વચ્છતાની વાતો અહિંસા સત્યની વાતો અમારી શાળાના બાળકોમાં ગાંધીજીએ આપેલ વિચારો આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આપણે ગાંધીજીને માત્ર દ્રશ્ય સ્વરુપે નહી પરંતુ ગાંધીજીના જે વિચારો છે તેને જીવંત રાખવાના છે અને તે વિચારો જીવંત રહે તે માટે તથા બાળકોને ગાંધીજી વિશેનો પરિચય થાય તે ઉદેશ્યથી અમે ગાંધીજીની સ્મૃતિને રાખવાનો પ્રયાસ કયો છે. અમારી શાળાના ધોરણ પ થી ૮ ના બાળકો ગાંધીજીની વેશભુષામાં આવ્યા હતા.