Abtak Media Google News

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે પોતાની ટીમના બેટ્સમેનને ઑસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડેથી શરૂ થતા ત્રીજા ટેસ્ટ મેચમાં બોલરોને ટેકો આપવા વિનંતી કરી છે. છેલ્લા બે મેચોમાં, ભારતીય બોલરોએ તેજસ્વી પ્રદર્શન કર્યું છે પરંતુ બેટ્સમેન સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે.

Advertisement

કોહલીએ બુધવારે શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચની પૂર્વસંધ્યાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, બેટ્સમેનોએ આગળ આવી પોતાની જવાબદારી ને મહત્વ આપવું જોશે કારણકે બોલરો શરૂ દેખાવ કરી રહ્યા છે.જે દર્શકો જોઈ રહ્યા છે.

કોહલીએ, “બેટ્સમેનને કહ્યું આપણે લોકોએ સામૂહિક પ્રયાસ કરવો પડશે. હું અંગત રીતે  કોઈને  કહી શકતો નથી કે આપણે લોકોએ શું કરવાની જરૂર છે, પરંતુ બેટિંગ એકમમાં આપણે ચોક્કસપણે સારું પ્રદર્શન કરવું પડશે.વધુમાં ઉમેરતા  કોહલીએ સ્પષ્ટ કહ્યું કે એલિલેડ ટેસ્ટમાં થયેલ જીતઅને પર્થ ટેસ્ટની હાર મેલબર્ન ટેસ્ટ ઉપર કોઈ અસર નહીં પોહચે.વધુમાં કહ્યું  કે ટીમના રૂપમાં  મને નથી લાગતુ કે 2-0 થી આગળ,0-2થી પાછળ કે 1-1ની બરોબરી ની કોઈ અસર આગામી બે ટેસ્ટમાં શું બનશે.

તેણે કહ્યું, “આશા છે કે બોલરોને પ્રથમ બે મેચોની મદદ મળશે કારણ કે ટીમ તરીકે તમે જાણો છો કે આ રીતે તમે હંમેશાં પરિણામ મેળવશો. ગઈકાલે અમે પિચ જોય અને તે તળિયેથી ખૂબ સૂકી લાગે છે. પિચ પર ઘણું ઘાસ છે, જે સપાટીને બંધ રાખશે. કોહલીએ કહ્યું હતું કે પિચ પર પાંચ દિવસ માટે બોલરો માટે પૂરતી તકો હોવી જોઈએ. કોહલી ઓસ્ટ્રેલિયાની બીજી વખત બોક્સિંગ ડે ટેસ્ટ રમી રહ્યો છે અને તેનાથી ખૂબ ઉત્સાહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.