Abtak Media Google News

ગ્રાન્ડહોમ(૩૩) અને મનદીપ સિંહ(૨૧)એ બેંગલુરૂને જીતવાની આશ અપાવી હતી, પરંતુ અંતિમ ઓવરમાં જીતવા માટેનાં ૧૨ રન બેગલુરૂ કરી શક્યુ નહોતું.

આઈપીએલ-૧૧ની ૩૩૯મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શાનદાર મુકાબલો શરૂ થઈ ગયો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. જેમાં રોયલ ચેલેન્દર્સ બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.

હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી ૦૯ વિકેટના નુકશાને ૨૦ ઓવરમાં ૧૪૬ રન બનાવી બેંગ્લોરને જીતવા માટે ૧૪૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૨૦ ઓવરના અંતે ૦૬ વિકેટના નુકશાને ૧૪૧ રન બનાવી શક્યું. આ રીતે સનરાઈજર્સ હૈદરાબાદની ૦૫ રને શાનદાર જીત થઈ છે. સાથે બેંગ્લોર આઈપીએલની ફરિફાઈમાંથી હવે બહાર ફેકાઈ ગઈ છે.

કેપ્ટન વિરાટ કોહલી (૩૮), ડિવિલિયર્સ (૩) મનન વોહરા (૮) એમ એક પછી એક વિકેટ જતા છઈઇની હાર નિશ્ચિત બની હતી. જો કે ગ્રાન્ડહોમ(૩૩) અને મનદીપ સિંહ(૨૧)એ બેંગલુરૂને જીતવાની આશ અપાવી હતી, પરંતુ અંતિમ ઓવરમાં જીતવા માટેનાં ૧૨ રન બેગલુરૂ કરી શક્યુ નહોતું. ભુવનેશ્વર કુમારે જોરદાર બોલિંગ નાખતા હૈદરાબાદને અંતિમ ઓવરમાં જીત અપાવી હતી. બેંગલુરૂની તરફથી પાર્થિવ પટેલ અને મનન વોહરાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં ૨૪ના સ્કોર પર આરસીબીને પહેલો ઝાટકો લાગ્યો હતો.

પાર્થિવ પટેલ (૨૦)ને શાકિબ અલ હસને એલબીડબલ્યુ કરી દીધો હતો. હાર બાદ બેંગ્લોરની ટીમ લગભગ સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ છે  જયારે વિજેતા હૈદ્રાબાદની ટીમ ફરી ટોચ પર પહોંચી ગઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.