Abtak Media Google News

રાજકોટમાં પરશુરામ જયંતિની શોભાયાત્રાનું બપોરે પ્રસ્થાન મુખ્યમંત્રી કરાવશે

સૌરાષ્ટ્રભરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા ભકિતભાવ અને કોમી એખલાસ સાથે પાવન પર્વ ઉજવાયા

ભારતનાં અલગ અલગ કોમના લોકો વસવાટ કરી રહ્યા છે. વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં અનેકતામાં પણ એકતાના દર્શન થઇ રહ્યા છે. આજે હિન્દુ સમાજ દ્વારા પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયા જયારે મુસ્લીમ સમાજ દ્વારા રમજાન ઇદની સોહાર્દ પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીની શોભાયાત્રા પર અલગ અલગ ગામોમાં પથ્થરમારાની ઘટના બન્યા બાદ આજે પરશુરામ જયંતિ અને રમજાન ઇદની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે રાજયભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશવાસીઓને ત્રણેય પર્વની શુભકામના પાઠવી હતી.

આજે ભૂદેવોના આરાદય દેવ ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવણી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરા ઉમગ સાથે આજે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. સમસ્ત બ્રહ્મસમાજમાં અખેરો ઉત્સાહ અને થનગનાટ સાથે ભવ્ય શોભાયાત્રામાં હજારો ભૂદેવો જોડાયને પરશુરામ ભગવાનને ફુલડે વધાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને યોઘ્ધા સ્વરુપ છે. ઠેર ઠેર શોભાયાત્રા રાજ માર્ગો પર ફરી હતી. જેમાં જય પરશુરામના નાદ ગુંઝયા હતા. મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમો યોજયા હતા. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા જન્મ જયંતિ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.