Abtak Media Google News

રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્ર્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દેવાયત ખવડ અને તેના સાગરીતોના 2 દિવસના રિમાન્ડ  મંજુર કર્યા બાદ હાલ તેઓ જેલ હવાલે છે. લોક સાહિત્યકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે તેવા એંધાણ છે. પોલીસે કાવતરાની કલમનો ઉમેરો કરવા રિપોર્ટ રજૂ કર્યો છે. રીપોર્ટમાં દેવાયત ખવડએ કાવતરું રચીને મારવા ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે. હુમલા પૂર્વે મયુરસિંહ રાણાની ઓફિસ પાસે રેકી કર્યાનું CCTV પોલીસના હાથે લાગ્યા છે.

છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયા’તા ખવડ

છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં તેને કોર્ટમાં રજૂ કરતા દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.