Abtak Media Google News
  • એન્કર ઇન્વેસ્ટર્સના રૂ.5,400 કરોડ આવ્યા: વોડાફોન -આઇડિયાના એફપીઓને 88,000 કરોડની બીડ મળી

પ્રાયમરી માર્કેટ માંટે સૌથી મહત્વનો અને કેલેન્ડર વર્ષ 2024 નો સૌથી મોટો એફ.પી.ઓ એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફર જે વોડાફોન આઇડિયાની કંપની દ્વારા રૂ.18,000 કરોડનો લાવવામાં આવેલો તે સંપૂર્ણપણે છલકાઈ ચૂક્યો છે.ભરણું પૂરે પૂરૂ કંપનીને મળી ચૂક્યું છે.

ભારતી હેક્ષાકોમ લી ના 4,275 કરોડના આઈ.પી.ઓ.ને જે રીતે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો તે જ રીતે એપ્રિલ મહિનામાં આ મેગા એફ.પી.ઓ આવેલો અને આટલી મોટી રકમ એટલે કે 18000 કરોડ રૂપિયા પબ્લિકમાંથી એકઠા કરવાનો કંપનીનો પ્રયત્ન સફળ રહ્યો છે.પ્રાયમરી માર્કેટમાં આ એફ.પી.ઓ સફળ જવાથી રોકાણકારો માં ખૂબ જ વિશ્વાસ વધશે.

કંપનીમાં ભરણાની વિગત જોઈએ તો ક્યું.આઇ.બી ક્વોટા એટલે કે ક્વોલીફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ 69,531 કરોડની બીડ મળી છે.

બિગ. એચ. એન. આઇ કવોટામાં 10,863 કરોડની બીડ મળી છે. જ્યારે સ્મોલ.એચ.એન.આઇ કવોટામાં 1,394 કરોડની બીડ મળી છે.રિટેઇલ કેટેગરી માં 6,334 હજાર કરોડ રૂપિયા રોકાણ કરો એ ઠાલવ્યા છે. જયારે એંકર કેટેગરીમાં 5,400 કરોડ રૂપિયાની બીડ મળી છે.  ટોટલ 11,61,911 અરજીઓ શેરો મેળવવા માટે કંપનીને મળી છે. કંપનીના નવા શેરોનું લિસ્ટીંગ 25 એપ્રિલ ગુરૂવારે થશે. કેલેન્ડર વર્ષ 2024 માં 24 મેઈન બોર્ડના આઈ.પી. ઓ/ એફ.પી. ઓ નાણાં એક્ત્ર કરવા બજારમાં આવ્યાં છે. જ્યારે એસ.એમ. ઈ ના 70 આઇ.પી.ઓ વર્ષ 2024 માં આવ્યા છે. આમ, એકંદરે 94 આઈ.પી.ઓ બજારમાં નાણા એકત્ર કરવા બજારમાં આવ્યાં છે.

લોકો પોતાના બાળકોના નામે એટલે કે માઈનોર નામે પણ અરજીઓ કરતા હોય છે. શેર બ્રોકરોને ત્યાં લગભગ 15 થી 20 ટકા એકાઉન્ટ માઇનોર ના હોય છે.બાળકોના જન્મના એકાદ મહિનામાં જ પાનકાર્ડ કઢાવી બેન્ક એકાઉન્ટ ખોલાવીને ડિમેટ એકાઉન્ટ ઓપન કરવાની પ્રક્રિયા પૂરી કરાવી રોકાણકારો માઇનોર ના નામે પણ અરજીઓ કરી શેરો મેળવતા હોય છે.સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ ટ્રેડ વધુ જોવા મળે છે.

શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર રોકાણકારો એકપણ તક ચૂકતા નથી. માઇનોરના નામે,એચ.યુ.એફના નામે તથા વ્યક્તિગત નામે અરજીઓ કરતા હોય છે. ઘણા લોકો કોર્પોરેટ ના નામે બીગ.એચ.એન.આઈ અરજી કરીને શેરો મેળવતા હોય છે. પોતાની પ્રાઇવેટ લિમિટેડ કે એલ.એલ.પી ના નામે પણ અરજીઓ મોટી રકમની કરતા હોય છે.

વોડાફોન આઇડિયાના એફ.પી.ઓ ની સફળતા બજાર માટે પોઝિટિવ વાતાવરણ બનાવશે. લોકોનો પ્રાયમરી માર્કેટમાં વિશ્વાસ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.