Abtak Media Google News

ભારતીય શેરબજારે આજે ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પફરી એકવાર નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 70 હજારને પાર કરીને 70,048ના સ્તરને સ્પર્શ કરી ગયો હતો. નિફ્ટી પણ 21,019ના સ્તરને સ્પર્શયો હતો. અગાઉ શુક્રવારે પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું.

માર્કેટ ઓપન થતાં જ સેન્સેક્સ અને નિફટીમાં 100 પોઇન્ટથી વધુનો ઉછાળો

આજે સવારે માર્કેટ ઓપન થતાની સાથે જ સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 69,925 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, નિફટી 20,965ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો.

ગ્લોબલ બજારોમાંથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી જોવા મળી રહી છે. શુક્રવારે અમેરિકન બજારોમાં તેજી રહી હતી. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ સતત છઠ્ઠા સપ્તાહે તેજી સાથે આ વર્ષે નવી ટોચે પહોંચ્યો હતો. સતત 6 દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી આવી છે. કિંમત 2% થી વધુ વધીને લગભગ 76 ડોલર થઈ ગઈ છે.

આ પહેલા શુક્રવારે (8 ડિસેમ્બર) શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 69,893.80 ના સ્તરને સ્પર્શયો જ્યારે નિફ્ટી 21,006.10 ના સ્તર પર પહોંચ્યો હતો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 303.91 પોઈન્ટ વધીને 69,825.60 પર બંધ થયો હતો. તેમજ નિફ્ટી પણ 68.25 પોઈન્ટ વધીને 20,969.40ના સ્તરે બંધ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.