Abtak Media Google News

પોલીસ ઉપરના હુમલા, રાજનેતાઓ અને સરકારી કર્મચારીઓ પરના ભયને કારણે મતદાનનું પ્રમાણ ઘટી રહ્યું છે

એક સમયમાં પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતુ કશ્મીર  આજે આતંકવાદના ઓછાયા તળે થર થર કંપી રહ્યું છે. સેનાના જવાનો દેશની રક્ષા માટે બોર્ડર પર સતત ખડેપગે હોય છે છતાં આતંકીઓને લીધે રાજયનું રાજકારણ ગરમાય શકે છે. દુશ્મનોના ભયને કારણે મતદારો ઘરમાં પુરાયેલા રહે છે.

છેલ્લા દસકાથી મતદાનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. આ વર્ષે પણ કશ્મીરમાં મતદારોની સંખ્યામં ૧૧ ટકાનો ઘટાડો સામે આવ્યો છે. કશ્મીરના કુપવારા જીલ્લામાં ૩ર ટકા, બુદગામમાં ૧૭ ટકા, અનંતનાગ, બારામુલ્લા અને શ્રીનગરમાંં ૭ ટકા થી ઓછું અને સૌથી ઓછું ૩.૪ ટકા મતદાન બાંદીપોરામાં વિસ્તારમાં નોંધાયું હતું.

તેથી સ્પષ્ટ કહી શકાય કે કશ્મીરના લોકો ચુંટણીને બોયકોટ કરી ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ પર થયેલા હુમલા, રાજકીય રમતો અને સરકારી કર્મચારીઓને જોખમ થતા વોટીંગ ટર્નઓવર પડીને પાદર થયું છે. સોમવારે કશ્મીરમાં મ્યુનિસીપલ માટેની ચુંટણી શરુ થઇ હતી.

જેમાં ફકત ૧૨૦૪ ઉમેદવારોએ જ મતદાન કર્યુ હતું. આમ સંપૂર્ણ ચુંટણી શાંતિથી ચાલી રહી હતી. છતાં શ્રીનગરના બાગ-એ-મેહતાબ અને મછુઆ વિસ્તરમાં સિકયોરીટી જવાનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નોર્થ કશ્મીરમાં ચાલી રહેલી પથ્થરબાજીમાં એક મહીલાને ગંભીર ઇજા પહોંચી હતી.

એક સમાજનું સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે સામાજીક, રાજનૈતિક અન આર્થિક પરિસ્થિતિને ઘ્યાનમાં લઇ નિર્ણય લેવા પડતા હોય છે. લોકશાહીમાં લોકો દ્વારા તેના નેતાનું ચપન કરવામાં આવે છે. પરંતુ  ભયને કારણે લોકો બુથ ઉપર જઇને મતદાન કરવાને બદલે ઘરમાં રહેવાનું પસંદ કરતા હોવાથી રાજયમાં રાજકારણની માઠી સર્જાઇ છે. જેને કારણે દેશના અર્થતંત્ર ઉપર પણ અસર પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.