Abtak Media Google News

2015થી 2018 દરમિયાન ડેવલપર્સે પાંચ લાખ લોકોનો ડેટા ચોરી કર્યો

ગૂગલના સોશિયલ નેટવર્ક ટૂલ ‘ગૂગલ પ્લસ’ માંથી ઘણાં મહિનાઓથી ડેટા લીક થઈ રહ્યા હતા. અંદાજે પાંચ લાખ લોકોની માહિતી લીક થઈ છે. ગૂગલનો દાવો છે કે, એક બગના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. જોકે હવે તેને ઠીક કરી દેવામાં આવ્યો છે. જોકે પ્રાઈવેસીને લઈને સતત ઉભા થઈ રેહલા સવાલો વચ્ચે ગૂગલે હવે આ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. યુઝર્સ માટે ‘ગૂગલ પ્લસ’નો સૂર્યાસ્ત થઇ ગયો છે.

કંપનીની ઇન્ટરનલ ટીમને બગ વિશે સૂચના મળી ત્યારે આ વાતનો ખુલાસો થયો કે સોફ્ટવેરમાં કોઈ ખામીને કારણે ડેટા લીક થઈ રહ્યો છે.અમેરિકાની દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીએ કહ્યું કે, ગૂગલ પ્લસને સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકને પડકાર આપવા માટે લોન્ચ કરવામાં આવી હતી. જોકે તેમાં કંપનીને સફળતા મળી નથી.ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ટૂલને બનાવવા માટે ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે ગૂગલ પ્લસ યુઝર્સની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે.  ગૂગલે કહ્યું કે, ઓપ્શન ગૂગલ પ્લસ પ્રોફાઇલમાં અપાયેલા નામ, ઇ-મેઇલ, વ્યવસાય, જેન્ડર અને એજ જેવા પર્સનલ ડેટા લીક થયા છે.ગૂગલનું કહેવું છે કે, સોફ્ટવેરમાં ખરાબીના કારણે 2015થી 2018 દરમિયાન બહારના ડેવલપર્સે ગૂગલ પ્લસ પ્રોફાઈલના ડેટા લીક કર્યા છે. તેમણે અંદાજે પાંચ લાખ લોકોના અંગત ડેટા ચોરી કર્યા છે

ફેસબુક ડેટા લીક અંગે સૌથી પહેલાં માર્ચ-ર૦૧૭માં ન્યૂયોર્ક ટાઇમ્સ અને લંડનના ઓબ્ઝર્વરે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે રાજકીય કન્સલ્ટિંગ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સંબંધિત એક રિસર્ચરે પાંચ કરોડ ફેસબુક યુઝર્સની જાણકારી લીક કરી હતી.આ ડેટા દ્વારા વોટર સુધી પહોંચવા સોશિયલ મીડિયા પર તેમને પર્સનલ મેસેજ મોકલાયા હતા. આ ડેટાનો ઉપયોગ અમેેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓ ઉપરાંત બ્રેકઝીટ ચૂંટણીઓમાં પણ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.