Abtak Media Google News
  • યુવા મતદારોને મતદાન માટે આકર્ષવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર અભિગમ : 20 એપ્રિલ સુધી એન્ટ્રી ઓનલાઈન સબમિટ કરી શકાશે

આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતની તમામ 26 લોકસભાની સીટો પર મતદાન થનાર છે. ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર દ્વારા ગત ચૂંટણી કરતા આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોને મતદાન અંગે જાગૃત કરાઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી કચેરી દ્વારા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના સૂચનો મુજબ યુવા મતદારોને મતદાન માટે આકર્ષવાના હેતુસર નવતર અભિગમરૂપે ચૂંટણી મતદાન જાગૃતિ – 2024 માટે હેઝટેગ મેકિંગ સ્પર્ધા અને રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ બંને સ્પર્ધાઓમાં તા. 20 એપ્રિલ સુધી ભાગ લઇ શકાશે. હેઝટેગ સ્પર્ધા માટે લિંક Https://forms.gle/A5BUyxgSzGVhLT5T7તેમજ રીલ સ્પર્ધા માટે લિંક https://forms.gle/8z38PJx1UwuZTeHA8પર ક્લિક કરીને સ્પર્ધકો પોતાની એન્ટ્રી સબમિટ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હેઝટેગ મેકિંગ સ્પર્ધામાં હેશટેગ સંક્ષિપ્ત અને વધુમાં વધુ 7 શબ્દો સુધી મર્યાદિત હોવું જોઈએ. હેશટેગ ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ. હેશટેગ મૌલિક રીતે તૈયાર કરેલા હોવા જોઈએ. તેમજ રીલ મેકિંગ સ્પર્ધામાં રીલ મહત્તમ 90 સેક્ધડસના પોટ્રેટ-મોડ એમપી4 વિડિયોમાં હોવી જોઈએ અને અપલોડ કરેલી ફાઇલની સાઈઝ 250 એમ.બી કરતા ઓછી હોવી જોઈએ. રીલ્સનું ક્ધટેન્ટ ઓરીજીનલ હોવું જોઈએ

આ બંને સ્પર્ધાઓમાં કોપીરાઈટના નિયમોની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન થવું ના જોઈએ.

કોપીરાઈટનું ઉલ્લંઘન થતું હશે તેને સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનારે જરૂર પડ્યે ઓળખનો પુરાવો રજૂ કરવાનો રહેશે. એક સ્પર્ધક એક કેટેગરી દીઠ વધુમાં વધુ એક એન્ટ્રી સબમિટ કરી શકશે અને એન્ટ્રી સબમિટ કર્યા પછી પાછી ખેંચી શકાશે નહીં. સ્પર્ધક દ્વારા પ્રાપ્ત માહિતી અયોગ્ય, અધૂરી, ક્ષતિગ્રસ્ત, ખોટી હોય તો એન્ટ્રી રદ કરાશે. આયોજકોને હરીફાઈમાં અનિવાર્ય સંજોગોમાં સુધારો કરવાનો અથવા પાછો ખેંચવાનો અધિકાર રહેશે. સ્પર્ધાના પરિણામ પર આયોજકનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે અને કોઈ પત્રવ્યવહાર થશે નહીં. તમામ સ્પર્ધકોએ ઇસીઆઈ અને સીઈઓ ગુજરાતની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.