Abtak Media Google News
  • માથાકૂટમાં છોડાવવા જતા મહિલા સહિત પાચ શખ્સો પાઇપ વડે તૂટી પડ્યા
વાંકાનેરના વડુસર ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં વચ્ચે પડેલા યુવાન ઉપર મહિલા સહિત પાંચ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના વડુસર ગામે રહેતા મોમભાઈ નાથાભાઈ ડાભી નામનો ૩૬ વર્ષનો યુવાન બપોરના બેએક વાગ્યાના અરસામાં વાડીએ હતો. ત્યારે રાજા, વિશાલ અને વનુબેન અને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર શખ્સો અને ઇજાગ્રસ્ત યુવાન કૌટુંબિક ભાઈઓ છે અને કૌટુંબિક ભાઈઓ વચ્ચે ઝઘડો થતા મોમભાઈ ડાભી છોડાવવા વચ્ચે પડ્યો હતો. જે દરમિયાન હુમલાખોરોએ મોમભાઈ ડાભી ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.