Abtak Media Google News

27 મેએ પાંચ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે સાધુ સંતો-મહંતો ઉ5સ્થિત રહી આર્શિવચન પાઠવશે

શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા સમસ્ત સાધુ સમાજના દ્રીતીય સમુહ લગ્નોત્સવનું આયોજન આગામી તા. ર7 મે ના રોજ વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે. આ સમુહ લગ્નોત્સવમાં પાંચ દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. 2018 માં દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત વાંકાનેર ખાતે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાધુ સમાજની પાઁચ જરુરીયાત મંદ ગરીબ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. કોરોનાના કપરા કાળમાં બે વર્ષ સમુહલગ્નોત્સવ યોજાયા ન હતા તેથી આ વર્ષે 27 મેના રોજ વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે વિગતવાર માહીતી આપવા શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રુપના  ચેતનગીરી, વિવેકગીરી, પિયુષગીરી, ભાવેશપરી, અમીતવન તથા હર્ષગીરી ગોસ્વામીએ ‘અબતક મીડીયા હાઉસની’ મુલાકાત લીધી હતી.

Untitled 1 71

વિગતવાર માહીતી આપતા એ જણાવ્યું હતું કે અમોએ 2018 થી સાધુ સમાજની ગરીબ જરુરીયાત મંદ પરિવારની દિકરીઓના સમુહલગ્ન કરાવીએ છીએ. પ્રથમ વર્ષ પ દિકરીઓના લગ્ન કરાવેલ જેઓને કરીયાવરમાં તમામ વસ્તુઓ આપેલ હતી. કોરોનાના કપરા કાળમાં લગ્નોત્સવનું આયોજન થઇ શકયું નથી. તેથી આગામી ર7 મેના રોજ વાંકાનેર ખાતે પ દિકરીના લગ્નોત્સવ યોજવા જઇ રહ્યાં છીએ.

દિકરીઓને કરિયાવરમાં ઘરવખરી સહીત 80 થી વધુ આઇટમો આપીશું. અમે જેઓને ખરેખર જરુરીયાત હોય ગરીબ પરિવારની હોય માતા-પિતા કે માતા કે માતા કે પિતા ન હોય તેવી જ દિકરીઓના લગ્ન કરાવીએ છીએ. અમોએ સમુહલગ્નોત્સવને લઇને તૈયારીઓ શરુ કરી દીધી વાંકાનેર ખાતે સમુહલગ્ન યોજાશે. પાંચ દિકરીઓને સહર્ષ વિદાય કરીશું.

આ શુભ અવસર પર સાધુ સમાજના સંતો મહંતો મહામંડલેશ્ર્વર તથા રાજય રાજયકક્ષાના મંત્રીઓ ઉ5સ્થિત રહી દિકરીઓને આશિવચન પાઠવશે.

દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આયોજનમાં સમુહલગ્નમાં દિકરીઓને માનભેર સાસરે વળાવશે ફ્રીજ સહીતની  80 કરીયાવરની વસ્તુઓ આપવામાં આવશે.

સાધુ સમાજના ગરીબ જરુરીયાત મંદ પરિવારની દિકરીઓના આ સમુહલગ્નમાં સમાજના શ્રેષ્ઠીજનો ખાસ ઉ5સ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.