Abtak Media Google News

મુંબઇમાં આઇપીએલ ન રમાય તેવી શક્યતા: ક્રિકેટ સ્ટેડિયમ માટે પવાના ડેમના પાણીનો ઉપયોગ ન કરવા બોમ્બે હાઇકોર્ટનો આદેશ.

હાલ, ચોતરફ આઇપીએલની રંગ અને જંગ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિયાઓમાં તો ક્રિકેટ ફીવર છવાયો છે. પરંતુ મહારાષ્ટ્રના મુંબઇ શહેરમાં આઇપીએલ મેચને પાણીની તંગી ભરખી ગઇ છે. પાણીની સમસ્યાને લઇ આઇપીએલ મુંબઇમાં ન રમાય તેવી શકયતા ઉભી થઇ છે.

Advertisement

મેચ રમવા માટે ક્રિકેટ સ્ટેડીયમમાં પાણીના છંટકાવની તાતી જરુરીયાત રહે છે. અને આ માટે મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વચ્ચે કરાર થયા હતા કે સિંચાઇ વિભાગ ક્રિકેટ એસોસીએશનને પવાના ડેમમાંથી દરરોજ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે પાણી આપશે પરંતુ આ કરાર બોમ્બે હાઇકોર્ટે ગેરકાયદે ગણાવ્યા છે. અને પવાના ડેમમાંથી ક્રિકેટ સ્ટેડીયમ માટે પાણી વાપરવાની સ્પષ્ટ ના કહી દીધી છે.

જણાવી દઇએ કે છેલ્લા છ વર્ષમાં મુંબઇના ક્રિકેટ સ્ટેડીયમ માટે પવાના ડેમમાંથી ૨.૫ લાખ લીટર પાણી વપરાય ગયું છે. આ માટે બોમ્બે હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી સરકાર અને એસોસિએશન વચ્ચેના કરારો ગેરકાયદે ગણાવ્યા છે. જેની  સાથે વીદરભા ક્રિકેટ એસોસિએશન અને મુંબઇ ક્રિકેટ એસોસિએશનને કોર્ટ સમક્ષ રજુઆતો કરી હતી.

કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે બ્રીહન મુંબઇ મહાનગર પાલિકા પણ વાંખેડે સ્ટેડીયમ માટે મુંબઇ ક્રિકેટ એસોસિએશનને પાણી ન આપે.

અરજીકર્તાના વકીલ રાખેશ સિંઘે કહ્યું કે, બોમ્બે કોર્ટે પાણીના ઉપયોગને પ્રાધાન્યતા આપી મહત્વનો નિર્ણય કર્યો છે જણાવી દઇએ કે, નોન-પ્રોફીટ વેલ્યુન્ટરી એસોસિએશન લોકસતા મુવમેન્ટ દ્વારા આ મુદ્દે એક જાહેરહિત અરજી કોર્ટમાં કરાઇ હતી.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.