Abtak Media Google News

કરિયાવર અને પૈસાની માંગણી કરી પતિ, સાસુ-સસરા ગુજારતા અત્યાચાર

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા અને ભાવનગર સાસરીયું ધરાવતા પરિણીતાએ પતિ-સાસુ-સસરા સહિતનાઓએ પૈસાની માંગણી કરી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રેલનગરમાં દેવતીર્થ પાક-2માં રહેતા ભૂમિબા જયપાલસિંહ ગોહિલ નામના 27 વર્ષના પરિણીતાને ભાવનગર રહેતા તેના પતિ જયપાલસિંહ સહદેવસિંહ ગોહેલ, સહદેવસિંહ કિશોરસિંહ ગોહિલ, અનસોયાબા સહદેવસિંહ ગોહિલ, મહિપાલસિંહ સહદેવસિંહ ગોહિલ, જલ્પાબા મહિપાલસિંહ ગોહિલ, અરવિંદ બનુભા સરવૈયા અને વર્ષાબા અરવિંદ સરવૈયા સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવ્યામુજબ પરિણીતાના સાસરીયાવાળા નવહુને તળીએ જ રખશય, માથેના બેસાડાયથ તેમ કહી કરિયાવરની માંગણી કરી હોવાનું નોંધાયું હતુ પોલીસે સાસરીયાઓ સામે ત્રાસ ગુજાર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.