Abtak Media Google News

વોટ્સએપની સૌથી લોકપ્રિય સુવિધા ‘Delete for Everyone’ માં એક નવું અપડેટ આવ્યું છે. આ ફિચર્સમાં, મેસેજ મોકલનાર મોકલેલા મેસેજને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં ડિલીટ કરી શકે છે. ત્યારબાદ સેન્ડર અને રિસીવર બન્નેના ફોનથી મેસેજ ડિલીટ થઇ જાય છે. નવા અપડેટમાં, વૉટ્સએપે Recipient limit માં બદલાવ કર્યો છે.

Recipient limit ને અપડેટ કરવાનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈને મોકલેલા મેંસેજને ડિલીટ કરો છો, પરંતુ યૂઝર્સને તમારા મેસેજની રિક્વેસ્ટ 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી નથી મળતી તો આ મેસેજ ડિલીટ નહીં થાય. ઉદાહણ: જો તમે કોઈને મેસેજ કર્યો છે અને આ દરમિયાન ઉપર જણાવેલ કલાકો સુધી તેનો ફોન બંધ હોય તો તે મેસેજને ડિલીટ નહીં ખરી શકાય. WABetaInfoના ટ્વીટ મુજબ, કંપનીએ એ યૂઝર્સઓને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવ્યું છે, જે મેસેજ ડિલીટ કરવાનો ગેરફાયદો ઉઠાવીને અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડિલીટ કરી રહ્યા છે.

તમે મેસેજ ડિલીટ કરવા માગો છો પરંતુ તમે જેને મેસેજ મોકલ્યો હશે  તેનો ફોન બંધ હોય તો મેસેજ ડિલીટ નહીં થાય. આ ઉપરાંત, વૉટ્સએપ 5 નવા ફિચર્સ લાવશે,જેમ કે wipe to Reply, WhatsApp ads for Status, WhatsApp સ્ટીકર પેક અનેWhatsApp inline image જેવા ફિચર્સ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.