Abtak Media Google News

આત્મિય સંકુલ જયારે આદણીય લાભુભાઇએ ગુરુહરી હરીપ્રસાદસ્વામીના ચરણોમાં સર્મિ૫ત કર્યુ ત્યારે વહીવટી પ્રક્રિયાની સમજવા માટે લાલ બહાદુર શાસ્ત્રી વિઘા મંદીરમાં એમને વારંવાર મળવા જવાનં થતું. ત્યાં તેમની સહજતા અને સાદગી પ્રત્યેનો સમર્પણ ભાવ જોવાનો લહાવો મળ્યો છે. કોઇપણ સમસ્યાના નિરાકરણ લાવવા માટેની તેમની ઉત્તકંઠા અને પ્રતિબઘ્ધતા અને આકર્ષતી હતી. વહીવટી પ્રક્રિયામાં પણ શિક્ષણ વિદ્દની જેમ તેઓ માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળતા.

આ શબ્દો છે આત્મિક કોલેજનાં ત્યાગ વલ્લભસ્વામીના સ્વામીજીએ યાદોના સંસ્મરણ વાગોળતા જણાવ્યું કે કુંવરજીભાઇ મારૂ સાથે એમની ધનિષ્ઠ મિત્રતા હતી. કુંવરજીભાઇ સતસંગી હતા આદરણીય લાભુભાઇ એમની  સાથે હરીધામ આશ્રમ, સોખડા બરોડા ખાતે આવીને હરીપ્રસાદ સ્વામીના પાવન ચરણોમાં આ સંસ્થાને અર્પણ કરવાના ભાવ સાથે આવતા. લાભુભાઇની શિક્ષણ પ્રત્યેની પ્રતિબઘ્ધતાને પામીને સ્વામીશ્રીએ સંસ્થા સ્વીકારવાની સહમતી આપી. ત્યારે લાભુભાઇની એવી ભાવના રહી હતી કે ગુરુહરી હરીપ્રસાદ સ્વામીના પાવન ચરણ રજથી આ સંકુલને નંદનવન બનાવી શકાશે. આજે આદરણીય લાભુભાઇની એ મનોકામના સાર્થક લાભ જોઇ શકાય છે.આજુ લાભુભાઇના સંકલ્પને સાર્થક કરતા અહીં શિક્ષણની સાથે સંસ્કાર સિંચનનું ઘડતર થશ થાય છે. સંસ્થામાં શ્રેષ્ઠમાનવનું સર્જન થાય એવી મનોભાવના આજે સાકાર થતા જોઇઅ શકાય છે.

મુલાકાતના અંતમાં ત્યાગ વલ્લભસ્વામીએ અબતક મિડીયા દ્વારા ગુરુને આપવામાં આવી રહેલી આ શબ્દાજીલીને બિરદાવી હતી. અને આ પ્રયાસ અભિનંદનને પાત્ર હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.