Abtak Media Google News

labhubhai રાજકોટ શહેર હજુ જ્યારે બાલ્યાવસ્થામાં હતું ત્યારે અત્યારના શૈક્ષણિક હબ તરીકે ગુજરાતમાં પ્રખ્યાત એવા આ શહેરને શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આઘ્યાત્મિકતાના ક્ષેત્રે અગ્રેસર કરવામાં જે મહામાનવનું અકલ્પનિય યોગદાન સર્વસ્વીકૃત છે તે મહામાનવ એટલે રાજકોટના લાભુભાઇ ત્રિવેદી કે જે ગુરૂના નામથી સર્વેના દિલમાં ચિરકાળ સુધી બિરાજેલા રહેશે. યુવાનીના દિવસોથી જ બીજાથી કંઇક અનોખુ, અકલ્પનિય કરવાની જે તીવ્ર તાલાવેલી હતી જેના કારણે આજે રાજકોટ શહેરને શિક્ષણના હબ તરીકે જોવામાં આવે છે.

એક યુવાનમાં ઉઠેલા આ ભાવના તરંગોને મુક્ત આકાશમાં વિહાર કરવા માટે તે સમયનું વાતાવરણ ધૂમ્મસ ભરેલું હતું. શિક્ષણક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે અને આઘ્યાત્મકતાના ક્ષેત્રે રાજકોટ શહેરની પાસે રાજાશાહી જમાનાની વાગોળવા જેવી યાદો સિવાય ખાસ કંઇ ન હતું. શહેરોના બાળકોથી લઇને યુવાનોનું શિક્ષણ સરકારી ધોરણે ચાલતી ગણીગાંઠી સ્કૂલોનાં જુનવાણી મકાનોમાં પૂર્ણાહૂતી પામતું હતું. એવા સમયે લાભુભાઇને શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનનો આવેલો વિચાર આજે ૨૭ સંસ્થાઓ સુધી વિસ્તાર પામ્યો છે.

બાહ્ય કદમાં વામન પણ રાષ્ટ્રીયસ્તરે મુઠ્ઠી ઉંચેરા માનવી ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના નામકરણ સાથે ૧૯૬૫ની સાલમાં શાળા સંચાલક તરીકે શ‚ કરેલો સેવાયજ્ઞ મૃત્યુ પર્યન્ત જાળવી રાખનાર લાભુભાઇ ત્રિવેદીએ રાજકોટની ચારેય દિશાઓમાં અને ખાસ કરીને વિસ્તરતા જતા શહેરને ઘ્યાનમાં રાખીને દૂર સુદૂરના શહેરી પછાત વિસ્તારોમાં શરૂ કરેલી શાળાઓને કારણે છેવાડાના ગરીબ પરિવારોના બાળકો પણ સાક્ષર થયા. એટલેથી ન અટકતા ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અન્ય શહેરો તરફ નજર દોડાવવી ન પડે એ માટે તેઓએ સ્નાતક કક્ષા સુધીના શિક્ષણની વ્યવસ્થાઓ પણ કરી જેના મીઠા ફળ આજે સૌરાષ્ટ્રના જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ ચાખી રહ્યા છે.

ક્ધયા કેળવણીના હિમાયતી ગુરૂએ ક્ધયાઓ માટે પણ અલાઇદી સ્કૂલો અને કોલેજોની સ્થાપનામાં ખાસ રસ લીધો. બાળકોનું સંસ્કાર સિંચન માતાઓથી શરૂ થતુ હોય છે તેવુ માનતા ગુ‚એ જો ક્ધયા શિક્ષીત હશે, ઉચ્ચ શિક્ષીત હશે તો ભવિષ્યમાં તેમના બાળકોને શિક્ષણની મહત્વતા સમજાવી શકશે એવુ ગુ‚ દ્રઢપણે માનતા. સાથોસાથ ગુરૂની નજર હંમેશા એવા ‘હિરા’ને શોધતી રહેતી જેમને ઘાટ ઘડીને જે તે ક્ષેત્રમાં ચમકાવી શકે.

રાજકોટના એવા ઘણા કલાકસબીઓ છે જેમણે ગુરૂએ પ્લેટફોર્મ પુરૂ પાડ્યું છે. એવુ એક નામ શિવસેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ જીમ્મી અડવાણીનું છે કે જેઓ શ્રી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા એ સમયે એમની ડાન્સ કળાને શાસ્ત્રીમેદાનમાં આયોજિત થતા સાંસ્કૃતિક લોકમેળામાં પ્લેટફોર્મ પુરૂ પાડ્યું તેમજ નેતૃત્વના પાઠ શિખવ્યા. આવા સંખ્યાબંધ કલાકારો, નેતાઓ, ઉદ્યોગપતિઓ, તબિબો, સ્પોર્ટસમેનો, સરકારી અધિકારીઓ, ગાયકો, પત્રકારત્વના ક્ષેત્ર સાથે સંકળાયેલા બુઘ્ધીજીવીઓ, લેખકો કે જેમના નામ ગણાવવા બેસીએ તોય અખબારોના પાનાઓ ઓછા પડે. આમ છતાં અમુક નોંધનીય લોકો કે જેમનો ઉલ્લેખ અહીં કરવો જ રહ્યો.

જેમાં તબીબી ક્ષેત્રે ડો.વિશાલ પરમાર, ડો.પ્રતિક સિદ્ધપુરા, ડો.હિરલ પાંભર, ડો.નીલેશ માકડિયા, ડો.અસિત વાઢેર, ડો.મહમદી ભારમલ, ડો.દીનેશ ચૌહાણ, ડો.હાપલીયા, ડો.તૃપ્તિબેન પટેલ, ડો.મનીષા પરમાર, ડો.વિમલ કોઠારી, ડો.વી.સી.સાપરિયા, ડો.રિયાઝ પરમાર જેવા અગણિત તબીબો ગુરૂની સંસ્થામાં અભ્યાસ કરી આગળ આવ્યા છે.

આ જ રીતે વિવિધ ક્ષેત્રોમાં નામના કાઢનાર વ્યક્તિ વિશેષમાં ઉર્વશી સંચાણિયા (રાઇફલ શુુટીંગ), ભક્તિ વેકરીયા (ક્રિકેટર), ચેતેશ્ર્વર પુજારા (ક્રિકેટર), સિતાંશુ કોટક (રણજી ક્રિકેટર), જયદેવ શાહ (રણજી ક્રિકેટર), પ્રેરક માંકડ (રણજી પ્લેયર), ભાર્ગવી પાટડિયા (સ્કેટીંગ ચેમ્પિયન) આવા રમતવીરો અને અગ્રીમ પંક્તિના નેતાઓ જેમકે રક્ષાબેન બોળિયા (પૂર્વ મેયર, રાજકોટ), જીમ્મી અડવાણી (શિવસેના, સૌરાષ્ટ્ર પ્રમુખ), અશોક ડાંગર (પૂર્વ મેયર, રાજકોટ), નરેન્દ્રસિંહ જાડેજા (પૂર્વ વિરોધપક્ષ નેતા, રાજકોટ કોર્પોરેશન), મોહનભાઇ સોજીત્રા (પૂર્વ મેયર, રાજકોટ), ભરત મકવાણા (પૂર્વ ડેપ્યુટી મેયર, રાજકોટ), અનિલભાઇ રાઠોડ (પૂર્વ નેતા, શાસક પક્ષ અને રાજકોટ કોર્પોરેશન દંડક), ઇન્દ્રનીલ રાજ્યગુ‚ (પૂર્વ ધારાસભ્ય), કશ્યપ શુક્લ (કોર્પોરેટર, રાજકોટ) જેવા અસંખ્ય યુવાનેતાઓએ નેતૃત્વનો પાઠ લાભુભાઇની અભ્યાસ સંસ્થાઓમાં શિખ્યા હતા.

આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવનારા ઉલ્લેખનીય નામોમાં ઉર્વશી ગોસ્વામી (ટ્રાફીક પોલીસ), કૈલાશ સરવૈયા (પી.એસ.આઇ), જયશ્રી વરીયા (પી.એસ.આઇ. રાજકોટ પોલીસ), જાગૃતિ ચાવડા (પી.એસ.આઇ. ગુજરાત રાજ્ય), કિશન અજાગિયા (પી.એસ.આઇ. ગાંધીનગર), નિશા કોરવાડીયા (જી.ઇ.બી. ઓફિસર), પ્રદીપસિંહ જાડેજા (એ.સી.પી. કંટ્રોલ‚મ, વડોદરા), વિશાલ સતાની (રીલાયન્સ ઇન્ડ. જામનગર), પ્રેરિત જોષી (સબ રજિસ્ટ્રાર, રાજકોટ મ્યુનિ. કોર્પો.), ખીમજી હાપલીયા (ડિરેકટર, બાગ-બગીચા વિભાગ રાજકોટ મ્યુનિ. કોર્પો.), કમલેશ જોશીપુરા (પૂર્વ વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિ.), નરેન્દ્રસિંહ જાડેજા (ચેરમેન, જીવન કોમ. કો. ઓ. બેન્ક લી.), પિયુષ શાહ (પ્રમુખ, પૂર્વ બાર એસો. રાજકોટ), ચેતન ગાંધી (ડેપ્યુટી કલેકટર), નિખીલ ભટ્ટ (રિલાયન્સ ગૃપ), હિતેષ પંડ્યા (મિડીયા ઇન્ચાર્જ, મુખ્યમંત્રી કાર્યાલય) આમ નામોની યાદી લંબાતી જાય પણ વિવિધ ક્ષેત્રે આગળ પડતા મહાનુભાવો, અગ્રણીઓની યાદી પુ‚ થવાનું નામ જ ન લ્યે તેવુ વિશાળ વટવૃક્ષ ગુ‚ દ્વારા ઉછેર પામ્યું છે. એ વટવૃક્ષનું કદ કેવડુ હતુ તેનો ખ્યાલ એ બાબત ઉપરથી આવે છે કે પ્રાથમિક સ્કૂલના સ્તરે એ સમયે એકસાથે ૧૨૦૦ થી ૧૫૦૦ બાળકો સામુહિક પ્રવેશ મેળવતા. એમના દ્વારા સંચાલિત શાળા-કોલેજોમાં એક જ સમયે ૨૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ જ્ઞાનની સરવાણીમાં ડુબકી લગાવતા. યાદ રહે આ એ સમય હતો જ્યારે શૈક્ષણિક ક્ષેત્રે રાજકોટે આજના જેટલુ કાઠુ કાઢ્યું ન હતું.

સાથોસાથ લાભુભાઇ સ્વચ્છતા અને શિસ્તનાં ખાસ આગ્રહી હતા. આ માટે લોકોને પ્રેરણાત્મક સંદેશો પાઠવવા માટે તેઓ જાતે સાફ સફાઇમાં જોતરાઇ જતા. સ્વયં ગુરૂજીને સફાઇ કરતા જોઇને સંસ્થાનો સ્ટાફ સ્વયંભુ પ્રેરણા મેળવતો અને સ્વચ્છતાનો આગ્રહી બનતો. ગરીબ અને મઘ્યમવર્ગીય સમાજને વિકસતા જતા રાજકોટમાં આવાસિય સુવિધા પૂરી પાડવાના ઉત્કૃષ્ઠ વિચારે અજંતા, અમૃતા જેવી વિવિધ હાઉસીંગ સોસાયટીઓ નિર્માણ કરવામાં તેમનું અનન્ય યોગદાન રહ્યું. અત્રે એ નોંધનીય છે કે લોકોને ઘરનું ઘર મળી રહે તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલ આવા સદ્કાર્યો બાદ પણ તેમના નામે ક્યાંય કોઇ જમીન-જાયદાદ ન હતી. આ બાબતે તેઓ બિલકુલ નિસ્પૃહ રહ્યા.

આજે જ્યારે ઘણીખરી શિક્ષણની સંસ્થાઓ શિક્ષાના હાટડા સમાન બની ગઇ છે ત્યારે ગુ‚જીએ વાલીઓને પોષાય તેવી નજીવી ફી, કોઇપણ પ્રકારના ડોનેશન વગર શાળા પ્રવેશ અને ખાસ કરીને શાળામાં કરવામાં આવતી કોઇપણ પ્રકારની નિમણૂંકોમાં બિલકુલ પારદર્શિતા રાખવામાં આવતી. સમાજના સદ્ભાગ્યે આજે પણ ગુ‚જીના આવા ઉત્કૃષ્ઠ આર્દશોને એમની સંસ્થામાં જાળવી રાખવામાં આવ્યા છે.ગુરૂજીની નિષ્કામ સેવા ભાવનાથી અને શિક્ષણ જગતને આપેલા યોગદાનથી પ્રભાવીત થઇ ગુજરાત સરકારે ગુરૂજીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિમણૂંક કર્યા. આ હોદ્દા ગ્રહણ કર્યા બાદ ગુરૂજીની કાર્યદક્ષતાનો લાભ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ અને વિસ્તરણમાં ગુરૂજીનું મહામૂલુ યોગદાન સર્વકાળે ચિરંજીવી બની રહે તેવુ અવિસ્મરણીય બની રહ્યું.

માવાણીભાઇએ અંતમાં ગુરૂ વિશે બે ટૂંક શબ્દોમાં કહ્યું કે, ગુ‚ આઘ્યાત્મીક અનુશાસનમાં માનનારા, ઝેરને નિલકંઠની માફક પચાવી જાણનારા, તેમના વિરોધીઓનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા કરીને તેમની સંસ્થામાં સાચવનારા, રાજનીતિમાં હોવા છતાં રાજકારણથી પર રહેનારા, ભાગવત ગીતા આધારિત જીવનમૂલ્યો આત્મસાત કરનારા, ખારા રણમાં મીઠી વિરડી સમાન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.