Abtak Media Google News
  • એસએમઇ આઇપીઓના ભરણા અનેક ગણા થઈ રહ્યા છે: શેર બજારમાં સેક્ધડરી માર્કેટમાં મીડકેપ અને સ્મોલકેપ માં ઘટાડો

શેર બજારમાં ખાસ કરીને પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ના આઇપીઓ ઓ માં નબળા લિસ્ટિંગ ની શરૂઆત થઈ રહી છે. જે આઇપીઓ આવી રહ્યા છે તેનું વેલ્યુએશન ઘણું હાઈ હોય. ઉપરાંત, આઇપીઓ ભરવા માટે ફંડિંગ માં પણ ઘટાડો થતાં મેઈન બોર્ડ આઇપીઓ માં રોકાણકારો ને આકર્ષવા માટે પ્રમોટર્સ-લીડ મેનેજર ને તકલીફ પડી રહી છે. બીજી બાજુ એસએમઇ આઇપીઓ ઓ ની હાલત મેઇન બોર્ડના આઇપીઓ ઓ કરતા ઘણી સારી છે. એસએમઇ આઇપીઓ ઓ ના લિસ્ટિંગ મેઈન બોર્ડના આઇપીઓ ઓ કરતા સારા થઈ રહ્યા છે.

એકાદ બે છૂટક એસ.એમ.ઇ ડિસ્કાઉન્ટ માં લિસ્ટિંગ થયા છે પરંતુ બાકી બધા  એસ.એમ.ઇ આઇ.પી.ઓ ના લિસ્ટિંગ સામાન્યથી લઈને તગડા પ્રીમિયમ થી થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક આઇપીઓ નું તો ભરણું 1084 ગણું થયું છે. અનેક એસ.એમ.ઇ આઇ.પી.ઓ ના ભરણા 100 ગણા થી વધુ થઈ રહ્યા છે.એસ.એમ.ઇ આઇ.પી.ઓ ઓ નો દબદબો પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. કેલેન્ડર વર્ષ 2024 માં 45 એસ.એમ.ઇ આઇ.પી.ઓ ઓ બજારમાં આવ્યા છે. જ્યારે મેઇન બોર્ડના 21 આઇ.પી.ઓ ઓ આવ્યા છે. આમ કુલ આશરે 66 આઇ.પી.ઓ 66 દિવસમાં પ્રાઇમરી માર્કેટમાં મેઈન બોર્ડ અને એસ.એમ.ઇ મળીને બજારમાં નાણા એકઠા કરવા આવ્યા છે.બીજી બાજુ સેકેન્ડરી માર્કેટમાં લાર્જકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ એ પણ માર્ચ મહિનામાં 11 તારીખ સુધીમાં 14340 કરોડના શેરોની ખરીદી કરી છે. સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ પણ 17137 કરોડના શેરોની માર્ચ મહિનામાં 11 તારીખ સુધીમાં ખરીદી કરી છે. મ્યુચ્યુઅલ ફંડ માં પણ એસ.આઇ.પી 19186 કરોડનો આંકડો ફેબ્રુઆરીમાં વટાવી ચુકી છે.

આમ, નિવેશકો એસઆઈપી માં પણ ખૂબ જ મોટા પાયે રોકાણ વધારી રહ્યા છે પરંતુ મીડ કેપ અને સ્મોલ કેપ ની હાલત થોડીક બજારમાં ખરાબ જોવા મળી રહી છે. જોકે જ્યારે ઉછાળો બજારમાં જોરદાર આવ્યો હતો ત્યારે મીડકેપ અને સ્મોલકેપ ના શેરો પણ ખૂબ જ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર બે ત્રણ મહિના પ્રાઇમરી માર્કેટની ગતિવિધિઓ ધીમી પડશે ત્યાર પછી જૂન 2024 થી ફરી પ્રાઇમરી માર્કેટ ધમધમતું થશે.

હાલમાં બે ત્રણ મહિના સેક્ધડરી માર્કેટમાં પણ મોટી વધઘટ રહેશે. મીડકેપ અને સ્મોલકેપ ના શેરો માં સાવચેતી પૂર્વક રોકાણ કરવું જોઈએ. નવા આઇપીઓ માં પણ શેરો મેળવવા અરજી કરતાં પહેલાં કંપની વિશે સંપૂર્ણ અભ્યાસ કરી, કંપની જે ભાવે શેરો ઓફર કરી રહી છે તેના વેલ્યુએશન પર પણ વિચારીને રોકાણ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.