Abtak Media Google News

પ્રાયમરી માર્કેટમાં આઇપીઓ લીસ્ટીંગ માટેના
નવા નિયમની 1 સપ્ટેમ્બરથી અમલી

રોકાણકારોના લાભાર્થે સેબી દદ્વારા શેરબજારમાં નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે. પ્રાયમરી માર્કેટમાં આઇપીઓના લીસ્ટીંગના દિવસોમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. દિવસો અડધા કરી દેવામાં આવશે. આગામી 1 સપ્ટેમ્બરથી આઇપીઓ કલોઝ થયા બાદ ત્રણ વકિંગ દિવસમાં લીસ્ટીંગ કરી દેવાનું રહેશે. રોકાણકારો માટે વેઇટીંગ પિરીયડ અડધો થઇ જશે.આ અંગે વધુ માહીતી આપતા શેરબજારના નિષ્ણાંત પરેશભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, અત્યારે કોઇપણ આઇપીઓમાં લીસ્ટીંગનો સમય ગાળો આઇપીઓ કલોઝ થયા બાદ છ દિવસનો છે.

Advertisement

આગામી 1 સપ્ટેમ્બરથી જે કંપની આઇપીઓ લાવશે તે કંપની માટે ટી પ્લસ 6 દિવસ અને ટી પ્લસ 3 દિવસ એમ બે પૈકી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે કંપની પોતે જ નકકી કરશે કે તે આઇપીઓ કલોઝ થયા બાદ ત્રણ દિવસ કે છ દિવસમાં લીસ્ટીંગ કરવા માંગે છે. દરમિયાન 1 ડિસેમ્બરથી દરેક આઇપીઓમાં ફરજીયાત ટી પ્લસ 3 દિવસનો નિયમ લાગુ થઇ જશે. આઇપીઓ કલોઝ થયાના ત્રીજા દિવસે લીસ્ટીંગ થઇ જશે.

પ્રાયમરી મારકેટ આઇ.પી.ઓ. ના લીસ્ટીંગના દિવસોમાં મોટા ફેરફાર આવી રહ્યા છે. આઇ.પી.ઓ. પુરો થયાથી ત્રણ વકીંગ દિવસના લીસ્ટીંગ કરાવવાનું રહેશે જેનાથી વેઇટીંગ પીરીયડ અડધો થઇ જશે અને બજારમાં ઝડપથી નાણા ફરશે. પ્રાયમરી મારકેટને જબરદસ્ત વેગ મળશે 1 સપ્ટેમ્બર 2023 થી નવા નિયમો લાગુ થશે. જેનાથી રોકાણકારોને ખુબ જ મોટો ફાયદો જશે રોકાણનો સમય ઘટતા વધુ આઇ.પી.ઓ. માં રોકાણકારો પોતાનું રોકાણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.