Abtak Media Google News

આર્મી ભરતી માટેના વેબિનારમાં ૧૦૧ ઉમેદવારોએ ભાગ લીધો

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરના એમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા જામનગર જિલ્લાના ઉમેદવારો માટે આર્મી ભરતી રેલી તથા સંરક્ષણ દળોમાં જોડાવા માટેનો ગુગલ મીટ દ્વારા ઓનલાઈન વેબીનાર યોજાયો હતો. આ વેબીનારમાં અધ્યક્ષ સ્થાને ડાયરેકટર આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ જામનગરના રાજીવ કુમાર ગુપ્તા, મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંપડયા, રાજકોટ પ્રાદેશિક કચેરી રોજગારના નાયબ નિયામક જે.ડી. જેઠવા ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

આ વેબીનારમાં જામનગર જિલ્લાના ૧૦૧ ઉમેદવારો ગુગલ મીટ દ્વારા ઓનલાઈન હાજર રહ્યા હતા. જેઓને આર્મી ભરતી રેલી, તથા આર્મીની જુદી જુદી જગ્યાઓ માટેની લાયકાત, ઉંમર, વજન, ઉંચાઈ તથા એડમીટ કાર્ડ, ફીજીકલ ટેસ્ટ, આર્મી માટેની દોડ તથા ડોકયુમેન્ટ અંગેની મૌખિક માહિતી ડાયરેકટર, આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ જામનગરના રાજીવ કુમાર ગુપ્તા દ્વારા અઆપવામાં આવી હતી. આ વેબીનારના અંતે કોમેન્ટ્સ ચેટ બોકસ દ્વારા ૫૬ ઉમેદવારોના પ્રશ્નોના વિગતવાર માહિતી સાથે ઉત્તર આપવામાં આવ્યા હતાં. આ વેબીનાર માટે ગુગલ ફોર્મ દ્વારા ૩૨૬ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તથા એક દિવસ પહેલા ૬૫૦ ઈ-મેઈલ અને રોજગાર કચેરીના ફેસબુક પેજ, ટેલીગ્રામ ચેનલ અને સોશિયલ મિડીયામાં વેબીનાર માટેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો.

આ સમગ્ર વેબીનારમાં સંચાલન અને હોસ્ટીંગનું કાર્ય રોજગાર કચેરીમાં ફરજ નિભાવતા એમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેઓએ વેબીનારના અંતે પીપીટી દ્વારા ઉમેદવારોને આર્મી ભરતી રેલી વિષે માહિતી અને માર્ગદર્શન આપી  કોમેન્ટ્સ બોકસ દ્વારા સવાલોના જવાબો વિગતવાર આપ્યા હતા. આગામી સમયમાં ઉમેદવારો માટે ઈફેકટીવ રિઝયુમ તથા ઈન્ટરવ્યૂં ટીપ્સ તથા સરળતાથી પાસપોર્ટ કેમ કઢાવવો અને વિદેશમાં રોજગારી જેવા વિષયના વેબીનારનું આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.