Abtak Media Google News

જિલ્લામાં ત્રણ દરોડામાં ૧૭ ઝડપાયા: ૪.૭૫ લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં ગઈકાલે સાંજે જામેલા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી હતી. નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાનમાલિક અને અન્ય ચાર શખ્સ તથા ચાર મહિલા ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતાં જ્યારે અન્ય ત્રણ દરોડામાં પંદર શખ્સ અને વધુ બે મહિલા પકડાયા હતાં. રૃા. પોણા પાંચ લાખનો મુદ્દામાલ કબજે થયો છે.

Advertisement

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે સાંજે કેટલાક વ્યક્તિઓ એકઠા થઈ મકાનમાલિકને નાલ આપી જુગાર રમતા હોવાની બાતમી સિટી બી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ યશપાલસિંહ બી. રાણાને મળતા તેઓની સૂચનાથી પીએસઆઈ કે.વી. ચૌધરી તથા સ્ટાફે ત્યાં આવેલા બ્લોક નં. ઈ-૩૩ સ્થિત સહદેવસિંહ નાનભા વાઢેર ઉર્ફે બાબભાના મકાનમાં દરોડો પાડ્યો હતો.

તે સ્થળે સહદેવસિંહને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા ખંભાળીયાના નવાપરામાં રહેતા ભુમીક પ્રકાશભાઈ જટણીયા, ખંભાળીયાના સંદીપ હસમુખભાઈ રૃંધાણી, નગરના લવાના ડેલામાં રહેતા નિલેશ દીપકભાઈ લવા તથા પ્રકાશ હસમુખભાઈ અને નગરના દેવુભાના ચોકમાં વસવાટ કરતા અલ્પાબેન ભાવેશભાઈ સામાણી, આદિત્ય પાર્કમાં વસવાટ કરતા આરતીબેન રવિભાઈ ચૌહાણ, લીમડાલાઈનમાં રહેતા હંસાબેન પ્રદીપભાઈ ગઢવી અને ખોડીયાર કોલોની પાસે વસવાટ કરતા સરોજબેન અશ્વીનભાઈ પંડ્યા નામના આઠ વ્યક્તિ મળી આવ્યા હતાં. પોલીસે રૃા. ૯૦,૩૦૦ રોકડા, નવ મોબાઈલ, ગંજીપાના અને એક મોટર મળી કુલ રૃા. ૪,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને મકાન માલિક સહિત નવેય સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગોકુલનગર પાસે આવેલા પાણાખાણ નજીકના હનુમાનનગરની શેરી નં. ૩માં ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાનાથી રોન પોલીસ રમતા કંચનબેન દામભાઈ કોળી, પાર્વતીબેન દશરથભાઈ કોળી તથા દશરથ પરસોત્તમભાઈ કોળી, મહેશ મનસુખભાઈ કોળી અને લખમણ કારાભાઈ મકવાણા નામના પાંચ વ્યક્તિ પકડાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૫૭૭૦ રોકડા કબજે લેવામાં આવ્યા છે.

ગોકુલનગર પાણાખાણની શેરી નં. ૧માં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા આલાભાઈ વરવાભાઈ ચાવડા, રાહુલગીરી રમેશગીરી ગોસ્વામી, પરબતભાઈ સાજણભાઈ ચાવડા, ભીમસીભાઈ ડાડુભાઈ નંદાણીયા નામના ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવી ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૪૪૫૦ રોકડા કબજે કરી પોલીસે કાર્યવાહી કરી છે.

ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં ધાર પ્લોટ વિસ્તારમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા રાત્રે બાર વાગ્યે ધ્રોલ પોલીસે ત્યાં દરોડો પાડતા અશોક રમેશભાઈ ચાવડા, રાજુ ટીડાભાઈ ભરવાડ, રાજાભાઈ કાબાભાઈ ભરવાડ, ચનાભાઈ સોંડાભાઈ ભરવાડ, ધવલ છગનભાઈ પટેલ, મંગાભાઈ ટીડાભાઈ ભરવાડ, દિનેશ પ્રેમજીભાઈ પટેલ તથા સોમાભાઈ આંબાભાઈ ભરવાડ નામના આઠ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૮,૯૬૦ રોકડા, ગંજીપાના કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ તેમજ ચાર વ્યક્તિથી વધુને એકઠા થવા સામે પ્રતિબંધ હોવા છતાં આ શખ્સો એકઠા થયા હોય ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ આઈપીસી ૧૮૮, ૨૭૦ હેઠળ પણ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.