Abtak Media Google News

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમરેલી ખાતે અમર ડેરી ખાતે યોજાયો ‘સહકારથી સમૃદ્ધિ પરિસંવાદ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ સોમનાથ આવી પહોંચ્યા હતા.  જ્યાં તેમનું સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીનું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે.

WhatsApp Image 2022 09 11 at 16.22.46
કેન્દ્રીય ગૃહમંત્રીનું સોમનાથ હેલીપેડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ મતી રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સંગઠનના પદાધિકારીઓ તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી નિલેશકુમાર ઝાંઝડિયા, ગીર સોમનાથ કલેકટર રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓએ પણ સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી હેલીપેડ ખાતેથી સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જે .ડી પરમાર સહિતના મહાનુભાવોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ જુકાવ્યુ હતું અને સમગ્ર દેશની સુખાકારી માટેની પ્રાથના કરી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.