Abtak Media Google News

મેષ

સરકારી વિભાગનાં તમામ ઊચ્ચાધિકારીઓ તેમજ કર્મચારીઓ વર્ગ માટે આ સપ્તાહ  હળવું ભાગદોડવાળું ત્થા લાભકારી નીવડશે. નાનાં, મોટા દરેક ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  સાનુકૂળ પરંતુ દોડધામ સપ્તાહ. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ લાભકારી નીવડવાંનાં સંયોગો.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે. છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ. 6 તથા 8 સપ્ટે.  સામાન્ય રહેશે.

વૃષભ

આભૂષણ ત્થા ઈમીટેશન્સ જવેલરીઝનાં એકમનાં જાતકો માટે આ લાભકારી સપ્તાહ. કોસ્મેટીકસ સંબંધિત તમામ ઔદ્યોગિક કે વ્યાપારી એકમનાં જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. ધંધા- વ્યવસાયનાં  અધૂરા રહી કામ કાજ  પૂરા થવાંનાં સંયોગો. સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાનાં ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.સાપ્તાહિક રાશિભવિષ્ય: આગામી સપ્તાહમાં આ રાશિના જાતકોને થશે ફાયદો જ ફાયદોતમામ વર્ગનાં સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ વધારે કામકાજવાળું રહેશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે ચડાવઉતાર વાળું સપ્તાહ.  નજીકી સગાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારનાં સંયોગો.  મહિલા કર્મી ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ. 6 સપ્ટે. સાધારણ રહેશે.

મિથુન

ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  ત્થા ખાનગી મેનેજમેંટ  ફર્મસનાં જાતકો માટે અર્ધ મધ્યમ સપ્તાહ.   માર્ગ-દર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે પુષ્કળ લાભદાયી સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ હળવું લાભદાયી  સપ્તાહ.  છૂટક એવમ નાનાં વ્યાપારી માટે લાભદાયી સપ્તાહ. નોકરીયાત માટે  લાભદાયી સપ્તાહ.  કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો.  કૌટુંબિક  સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો.  છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે આ સપ્તાહ પણ લાભકારી રહેશે.  7 સપ્ટેમ્બર સામાન્ય રહેશે.

કર્ક

આ સપ્તાહ દરમ્યાન પ્રવાસ, હળવો પરિશ્રમ રહેવાનાં સંયોગો.  સર્વિસ બિઝનેશનાં જાતકો માટે પ્રવાસ એવમ પુષ્કળ ફાયદો થવાંનાં સંયોગો. નાનાં ઔદ્યોગિક એકમ તથા  મોટા વ્યાપાર- વાણિજય એકમનાં જાતકો માટે  આ સપ્તાહ દરમ્યાન હળવાં સંઘર્ષ સાથે સાનુકૂળતા જણાશે. છૂટક વ્યાપારી માટે લાભકારી સાથે દોડધામ જણાશે.  ખાનગી શૈક્ષણિકનાં જાતકો માટે આ સપ્તાહ પણ સામાન્ય રહેવાંનાં સંયોગો.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે  આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, બરકરાર  રહેશે. વિદ્યાર્થીઓ, મહિલાકર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સાનુકૂળ સપ્તાહ 4 સપ્ટે સરેરાશ રહેશે.

સિંહ

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારી નીવડશે.  વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારું નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી  સાથ સહકારનાં સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નીવડશે. 4,5 સપ્ટે. સાધારણ રહેશે.

કન્યા

આ સપ્તાહ દરમ્યાન ભાગદોડ તથા પ્રવાસની સંભાવનાં.  સરકારી ક્ષેત્રનાં તમામ કર્મચારી માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો.   દરેક પ્રકારનાં ઔદ્યોગિક  એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારી તથા સાનુકૂળ નીવડશે. કુટિર ઉદ્યોગનાં જાતકો માટે આ સપ્તાહ  લાભકારી તથા નવી નવી તકો વાળું નીવડશે. વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું રહેશે.  છૂટક વ્યાપારી માટે લાભકારી ને વ્યસ્ત સપ્તાહ. રહેશે. સગાં, સ્નેહી તરફથી સહકારનાં સંયોગો. છાત્રો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  5, 9 સપ્ટે.સામાન્ય રહેશે.

તુલા      

બ્રાંડેડ રેડીમેડ ગાર્મેંટ્સનાં આઉટલેટનાં જાતકો, તથા ફેશન એસેસરીઝ, કોસ્મેટીક્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક  નીવડશે.  પ્રકાશકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ રહેશે.  ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી રહેશે. વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સારું નીવડશે.  મિત્રો, સ્નેહીઓ તરફથી  સાથ સહકારનાં સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ આરામદાયી ને સુખદાયી નિવડશે.  6, 9 સપ્ટે. સાધારણ રહેશે.

વૃશ્ચિક  

આ સપ્તાહે, જૂનાં કામકાજનો નિકાલ આવશે. સાથે નવા કામકાજ અને તકો મળવાંની સંભાવનાઓ. ભારતનાં દક્ષિણી વિસ્તાર એવમ વિદેશ સાથે સંકળાયેલ ઔદ્યોગિક- વાણિજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ અતિ લાભદાયી નીવડશે, સાથે પ્રવાસનાં સંયોગો.  આ સિવાયનાં ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ  માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ  લાભદાયી નીવડશે.  7 સપ્ટે. મધ્યમ નિવડશે.

ધન

ઓટોમોબાઈલ એક્મનાં જાતકો તથા ધાતુ સંબંધિત સ્પેરપાર્ટસનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ બહુ લાભદેય  નીવડશે.  નાનાં તથા પરિશ્રમ વાળા  વ્યાપારી એકમનાં જાતકો  માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  સરકારી ક્ષેત્રનાં તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  સાનુકૂળ ત્થા આંશિક રીતે લાભદાયક જણાશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નિવડશે.  8 સપ્ટેમ્બર સાધારણ જણાશે.

મકર

ફેબ્રીક  ફર્નિશીંગ એકમનાં ઓદ્યોગિક એવમ વાણિજ્ય એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  કુટિર તથા નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા છૂટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  આ સિવાયનાં અન્ય તમામ ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ  નીવડશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી એકમનાં તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. પ્રમોશનનાં સંયોગો. સગાં સ્નેહીઓ સાથે મતભેદનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે.   (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સનાં ઓદ્યોગિક–વ્યાપારી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. ડેરી એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે હળવું લાભકર્તા સપ્તાહ. જથ્થાબંધ વ્યાપારી એકમનાં તમામ જાતકો માટે લાભકારી સપ્તાહ. પરિશ્રમી વ્યાપારીઓ માટે લાભદાયી સપ્તાહ. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ કે ઠીક ઠીક નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભદાયી. વિદ્યાર્થીઓ, નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકૂળ  સપ્તાહ. 6 સપ્ટે. સામાન્ય નીવડશે.  (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

નાનાં મોટા ઈંડ્સ્ટ્રીયલ એકમ એવમ પોર્ટ ટ્રાન્સપોર્ટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહે હળવી દોડધામ જણાશે. હેવી  હયુજ અને પરિશ્રમ વાળા દરેક એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભદાયક જણાશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ  સરેરાશ નીવડશે.  કુટુંબ તથા સ્નેહીઓ તરફથી સાથ સહકારનાં સંયોગો રહેશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. 4 સપ્ટે. સામાન્ય રહેશે.(પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.