Abtak Media Google News

પત્રકાર પરિષદમાં ભાજપ પર કર્યા આકરા પ્રહારો: સત્તામાં આવીશું તો પ્રજાનો ઉપકાર પરત કરીશું: થોરાળા વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરી ડોર ટુ ડોર ગેરેંટી કાર્ડના અભિયાનનો કર્યો પ્રારંભ

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.

Img 20220903 Wa0028

રાજકોટમાં આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હુંકાર કરતા કહ્યું હતું કે સરકારના હુમલાઓ સામે હારીશું નહિ પણ લડીશું તેવો હુંકાર કર્યો હતો. ત્યાર બાદ આવનારી ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી આવશે તો પ્રજાજનોનો ઉપકાર સેવા અને સવલતો દ્વારા પરત કરીશું તેમ પણ જણાવ્યું હતું. દિલ્હીના સીએમ કેજરીવાલે પત્રકારો સાથે કરેલી પરિસંવાદમાં ચાર મુદ્દાઓ પર વાત કરી હતી. ત્યાંથી થોરાળા વિસ્તારમાં જઈ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી ડોર ટુ ડોર ગેરેન્ટી કાર્ડ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે પત્રકાર પરિષદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરી વાલે ગુજરાતવાસીઓનો પણ આભાર માન્યો હતો.

ત્યાર બાદ આજે સુરેન્દ્રનગરમાં કેજરીવાલ સંવાદ કાર્યક્રમ કરવાના છે. સુરેન્દ્રનગરમાં તેઓ સરપંચ, પ્રબુદ્ધ નાગરીકો, વેપારીઓ સાથે સંવાદ કરશે. તો સાંજે સુરતમાં પણ કેટલાક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ હાજરી આપવાના છે. સોરઠિયા પર થયેલા હુમલાના સ્થળે ‘આપ કા રાજા’ ગણપતિ મંડપમાં હાજરી આપશે. તેઓ સાંજે 6 કલાકે સુરતમાં આપના રાજા ગણેશ ગણેશોત્સવમાં મહા આરતી કરશે. આ સાથે તેઓ સભાને પણ સંબોધે તેવી શક્યતા છે ત્યારે કેજરીવાલની મુલાકાત આપનું શક્તિ પ્રદર્શન બની રહેશે.

Img 20220903 Wa0020 1

અત્યાર સુધી યુવાઓ અને વેપારીઓને ગેરંટી આપી ચુકેલા કેજરીવાલે ખેડૂતો માટે જાહેરાત કરી છે. તેમણે પોતાની સરકાર આવે તો ખેડૂતોને દિવસમાં 12 કલાક વીજળી, નવસેરથી જમીન રિ-સર્વેની કામગીરીનો વાયદો કર્યો ઉપરાંત ટેકાના ભાવે પાકોની ખરીદીની પણ ગેરંટી આપવાની વાત કરી. તો પોરબંદરમાં કેજરીવાલે માછીમારોને રિઝવવાનો પ્રયાસ કર્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.

આ સાથે બીજી તરફ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા દ્વારા કરવામાં આવેલા કટાક્ષ “રેવડી અને બેવડી નહિ ચાલે” તેના પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલએ જણાવ્યું હતું કે,” જે સુવિધા અને સવલતો સુર્યાજી ભોગવે છે તેમાંથી યુવાનોને કેટલી સુવિધા મળી રહે છે વિમાનમાં મુસાફરી કરતા સુર્યાજી તો સામે યુવાનોને બસમાં મુસાફરી કરવામાં પણ તકલીફો ભોગવી પડતી હોય છે તેના પર ધ્યાન આપવાને બદલે આમ આદમી પાર્ટી સામે કટાક્ષ કરવી વ્યાજબી નથી.”

હારવાની બીકે આમ આદમી પાર્ટીના નેતા પર થયો હુમલો: કેજરીવાલ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલય રાજકોટમાં સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,” જ્યારે ભાજપની સરકાર ને હારવાની બીક લાગે છે ત્યારે તેઓ હુમલા કરીને આમ આદમી પાર્ટીના નેતાઓને ડરાવી રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈપણ ભોગે સામે લડીને લોકોનો પ્રેમ જીતી વળતો પ્રહાર કરશે.” વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,” હુમલો કરી નેતાઓને મારવાનું એ ગુજરાત કે ભારતની સંસ્કૃતિમાં નથી લોકો આ ઘટનાથી સરકાર તરફથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી એ કરેલા સર્વેમાં આ ઘટના બાદ સુરતની બાર સીટોમાંથી સાત સીટો પર આમ આદમી પાર્ટી આવશે એવો વિશ્વાસ જતાવ્યો હતો.”

આ અંગ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટણી પહેલાના સમયમાં આમ આદમી પાર્ટીની લોકશાહના વધતા હજી તેમના નેતાઓ પર હુમલાની ઘટનાઓ પણ વધશે પરંતુ આમ આદમી પાર્ટી ક્યારેય સામે પ્રહાર કરશે નહીં અને લોકોનો પ્રેમ જીતી પ્રજાજનો જ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું બટન દબાવી તેમનો ગુસ્સો ઠાલવશે.”

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરડિયા પર થયેલા હુમલાનો વિરોધ કરવા આજે સાંજે સુરતમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરવા અરવિંદ કેજરીવાલે અનુરોધ કર્યો છે.

ચોથી જાગીર મીડિયાને પણ દબાવવા પ્રયાસો થઈ રહ્યા છે: અરવિંદ કેજરીવાલ

રાજકોટમાં પત્રકાર પરિષદમાં દિલ્હીના સીએમ અરવિંદ ચૌધરી વાલે જણાવ્યું હતું કે,” લોકતંત્રની ચોથી જાગીત એવી મીડિયા ને પણ સરકાર દ્વારા દબાવવામાં આવી રહી છે ઘણા દિવસો પહેલા મુખ્યમંત્રી અંગે છપાયેલા અહેવાલમાં પત્રકારને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો જ્યારે થોડા દિવસ પહેલા પણ થયેલી ઘટનામાં સરકાર દ્વારા પત્રકારોને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”

આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો પોલીસની તમામ શરતો મંજૂર રાખવામાં આવશે

પત્રકાર પરિષદમાં વધુ એક મુદ્દા પર વાત કરતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પોલીસને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરી હતી. દિલ્હી સીએમ કેજરીવાલે આ બાબતે જણાવ્યું હતું કે,” સરકારે પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પેનું લોલીપોપ આપી ભોળવી દેવા માટે પ્રયાસ કર્યો છે પરંતુ જો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો પોલીસ કર્મચારીઓની તમામ શરતો મંજૂર કરવામાં આવશે એટલું જ નહીં તેમના પરિવારજનો માટે પણ સુવિધા અને સવલતો ઊભી કરવામાં આવશે.” આ સાથે વધુમાં જણાવતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “પોલીસને કોઈ પણ ગ્રેટ પેલી શરતોને લાગુ કરવા માટેના કાગળિયા પર સહી કરવાની જરૂર નથી ડિસેમ્બર સુધી કોઈપણ પોલીસ કર્મચારીઓ સહી કરશે નહીં અને ત્યારબાદ આમ આદમીની પાર્ટી સત્તામાં આવતા જ તેઓની તમામ શરતોને માન્ય ગણવામાં આવશે.”

પંચાયત પસંદગી બોર્ડમાં 6000 કર્મીઓને સિલેક્શન બાદ પણ અપોઈન્ટમેન્ટ લેટર ન મળ્યા

ગુજરાતમાં સતાપર રહેલી સરકાર દ્વારા અને ભરતીઓ બહાર પાડવામાં આવે છે પરંતુ તેમાં અપોઈન્ટમેન્ટ લેટર મળતા મળતા લોકો રીટાયર્ડની ઉંમર સુધી પહોંચી જતા હોય છે. તેવું પત્રકાર પરિષદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરી વાલે જણાવ્યું હતું. વધુમાં જણાવતા અરવિંદ કેજરી વાલે કહ્યું હતું કે, “પંચાયત પસંદગી બોર્ડમાં 6,000 જેટલા કર્મચારીઓનું પરીક્ષા બાદ સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ તમામ કર્મચારીઓ પોતાની નોકરીની રાહ જોઈને બેઠા હતા. પરંતુ કોઈ પણ કરમીને અપોનન્ટ લેટર આપવામાં આવ્યું ન હતો તેથી આ તમામ લોકો બેરોજગારી ભોગવી રહ્યા હતા.” જ્યારે આમ આદમીની પાર્ટી સત્તામાં આવશે તો ગુજરાતમાં લાખો સરકારી નોકરી બહાર પાડવા માટે પણ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.