સાપ્તાહિક રાશિ ભવિષ્ય

Astrology
Astrology

મેષ

શીપીંગ એકમ તેમજ  ફિશીંગ એકમનાં તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વિદ્યુત તથા  અગ્નિ સંબંધિત પ્રોસેસ્ડ/ ફ્રોઝન ફુડનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ  જથ્થાબંધ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ વ્યસ્ત ત્થા કામકાજ વાળુ નીવડશે.  છુટક વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા વ્યસ્ત નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભાદાયક નીવડશે. ખાનગી નોકરીયાતો માટે આ  સપ્તાહ લાભદાયક નીવડશે.  ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ, મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ સાનુકુળ અને હળવું લાભદાયક નીવડશે.  5 તથા 6  એપ્રીલનાં દિવસો  મધ્યમ જણાશે.

વૃષભ

ઈમીટેશંસ જવેલરીઝ તથા સુવર્ણ રત્નાભુષણ તેમજ વિવિધ હિરા, રત્ન, મોતીનાં  ઉત્પાદન તથા વ્યાપાર વણિજ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ વ્યસ્ત તેમજ હળવું લાભદાયક નીવડશે. આ સિવાયનાં તમામ કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ પણ  વ્યસ્ત તેમજ સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે જંથ્થાબંધ વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ  હળવું  લાભકારક નીવડશે.  અન્ય છુટક તથા ફેરી વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સામાન્ય નીવડશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ પણ  ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.   7 તથા 8 એપ્રીલનાં દિવસો  સામાન્ય રહેશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન હળવાં પરિશ્રમ સાથે  દોડધામ તથા પ્રવાસ થવાંની સંભાવના. વણસી ગયેલા  ગયેલા સંબંધો સુધરી જવાંનાં સંયોગો.  નિષ્ઠાવાન અધિકારીઓ, કર્મચારીઓ, લોકો માટે આ સપ્તાહ બહુ જ  લાભદાયક નીવડશે. ખાનગી એકાઉંટ, ખાનગી મેનેજમેંટ એકમ તથા પ્રિંટ અને પબ્લીકેશન એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ જણાશે.ટ્રાવેલ્સ તથા ટ્રાંસ્પોર્ટેશંસના જાતકો  માટે સાનુકુળ સપ્તાહ. તમામ કદનાં ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ  સપ્તાહ હળવુ ચડાવઉતાર વાળુ જણાશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું રહેશે.  કુટુંબ–પરિવારમાં સાથ સહકાર અકબંધ રહેશે.  ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. 7 તથા 8 એપ્રીલના દિવસો સાધારણ  જણાશે.

કર્ક

ઈમીટેશંસ જવેલરીઝ તેમજ રીયલ સુવર્ણ રત્નાભુષણનાં  ઉત્પાદન  તથા વ્યાપાર વણિજ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ  હળવું લાભકારી  નીવડશે.  કાગળ તથા પ્રકાશન એવમ પ્રિંટીંગ એકમનાં જાતકો  માટે આ સપ્તાહ પણ લાભદાયક.  તમામ કદનાં ઓદ્યોગિક એકમ ત્થા માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય  નીવડશે.  વ્યાપારી- વાણીજયક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. છુટક વ્યાપારીઓ માટે લાભકારી સપ્તાહ રહેશે.સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે.     નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  4 તથા 10 એપ્રીલ નાં  દિવસો સામાન્ય નીવડશે

સિંહ

બેંક,  વીમા કંપની જેવાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ખુબ જ સાનુકુળ નીવડશે. સાથો સાથ નવી તકો પણ મળશે. તેમજ પ્રમોશનનાં સંયોગો. કાર્ગો એવમ કુરીયર એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ  હળવુ પ્રતિકુળ જણાશે.  તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ ધમાલીયું ત્થા હળવું લાભકારી નીવડશે.  જથ્થાબંધ વ્યાપારી એકમ ના જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક  જણાશે. છુટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. સરકારી કર્મચારી માટે ભાગદોડ આ સપ્તાહ લાભદાયક જણાશે, સાથે બદલી બઢતીના સંયોગો પણ. ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક.  વિદ્યાર્થીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ  વ્યસ્ત એવમ સાનુકુળ  નીવડશે. 10 એપ્રીલ હળવી પ્રતિકુળ રહેશે.

કન્યા

આ રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા લાભ થવાં/મળવાંનાં સંયોગો બને છે.  પાણી કે પાણી સંબંધિત વ્યાપાર વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી રહેશે.  કુટિર ઉદ્યોગ સમેત તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર- વણિજનાં તમામ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  પણ પ્રોગ્રેસીવ નીવડશે.   સરકારી કર્મચારી વર્ગ માટે  આ સપ્તાહ  અતિ વ્યસ્ત ત્થા લાભદાયક નીવડશે.  અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક  જણાશે સાથો સાથ બઢતીની પણ સંભાવના.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે.  ફકત 5 એપ્રીલ નો દિવસ  જ અર્ધ-સામાન્ય નીવડશે.

તુલા

કલર ત્થા તેને સંબંધિત કેમિક્લ્સનાં ઓદ્યોગિક– વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ   લાભદાયક નીવડવાનાં સંયોગો.  ઓટો મોબાઈલ-એંજીનીયરીંગનાં એકમનાં  જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મેટલનાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત પણ  હળવું લાભકારી  નીવડશે.  આ સિવાયનાં તમામ કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું ફાયદાકારક  જણાશે.  વ્યાપાર–વાણિજયક એકમોનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું ફાયદાકારક  જણાશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક તેમજ દોડધામ વાળું જણાશે.  મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  તથા 6 એપ્રીલનો દિવસ જ  સરેરાશ નીવડશે.

વૃશ્ચિક  

કાયદો-વ્યવસ્થા વિભાગનાં જાતકો તથા ધારાશાસ્ત્રીઓ એવમ પોલિસ ડિપાર્ટમેંટસનાં સર્વ કર્મચારીઓ માટે આ સપ્તાહ બહુ લાભદાયક તેમજ બઢતિ વાળુ જણાશે. રસાયણિક દ્રવ્યો/ ખાતરનાં ઉત્પાદક તથા  જથ્થા બંધ વ્યાપારી ત્થા વિક્રેતા માટે આ સપ્તાહ પણ લાભકારક.  આ સિવાયનાં તમામ ઔદ્યોગિક એકમના જાતકો ત્થા જનરલ તથા અન્ય નાના મોટા તમામ વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયક જણાશે. ખાનગી ક્ષેત્રનાં તમામ કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક તથા વ્યસ્ત જણાશે. નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ  સપ્તાહ લાભકારી રહેશે.  7 એપ્રીલ  જ સાધારણ રહેશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન  ઉદ્યોગ-ધંધાના અટકી પડેલા કામકાજને યોગ્ય દિશા સાથે પરિણામ મળવાંની સંભાવના. સરકારી કામકાજ જેવાં કે દસ્તાવેજી કાર્ય માટે સારુ સપ્તાહ. આયુર્વેદીક/ હર્બલ /પ્રાકૃતિક ચિકિત્સા સંબંધિત એવમ ઔષધ નિર્માણ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  તમામ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ વ્યસ્ત તથા લાભકારી જણાશે.  કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળ સાથે સુમેળતા અકબંધ.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને મહિલા કર્મીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે.  9 એપ્રીલનો દિવસ જ  સામાન્ય તથા પ્રતિકુળ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

સ્વગૃહી ત્થા ઊચ્ચસ્થ શનિ વાળા તમામ જાતકો માટે આ સપ્તાહ  ફાયદાકારક નીવડશે. જાહેર ક્ષેત્રની ત્થા સેલેબલ વ્યક્તિઓએ બોલીને સંબંધો  ન બગડે તેનું ધ્યાન રાખવું. ગૃહ/ કુટિર ઉદ્યોગ એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ હળવું ફાયદાકરક નીવડશે. તમામ ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ અતિ વ્યસ્ત નીવડશે.  જથ્થાબંધ વ્યાપાર-વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. છુટક વ્યાપારી માટે લાભકારી સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય ને સરેરાશ રહેશે. નજીકનાં મિત્રો એવમ પરિવારજનો સાથે હળવો વિવાદ થવા સંભવ. યુવા વર્ગ, છાત્રો,  મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે.  ફકત, 5 ત્થા 6 એપ્રીલ સાધારણ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

આયાત નિકાસનાં નાના મોટા એકમનાં  જાતકો માટે  આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. શેર બજાર, વાયદા બજાર કોમોડીટીનાં જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે, ટ્રાસ્પોર્ટેશંસ એકમનાં જાતકો તેમજ ડ્રાઈવર્સ માટે આ સપ્તાહ પણ લાભકારી.તમામ કદનાં ઓદ્યોગિક એકમ તથા મોટા વ્યાપાર વાણિજયનાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયક તેમજ વ્યસ્ત પણ નીવડશે. નાનાં/છૂટક વ્યાપારી લાભકર્તા સપ્તાહ. સરકારી કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ જણાશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયક ને દોડધામવાળું સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, મહિલાકર્મીઓ,  ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ લાભકારક રહેશે. 7 તથા 8 એપ્રીલ  સામાન્ય નીવડશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

રીયલ તથા ઈમીટેશન જવેલરીઝનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે. વિમા એજન્સીઝ, તેમજ ખાનગી બેંકીંગ/ફાયનાંસ  એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  ગ્રેઈન  ગ્રોસરીઝનાં વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય તેમજ વ્યસ્ત નીવડશે.  નાના ત્થા છુટક  વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ સાનુકુળ નીવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ લાભકર્તા જણાશે.  કેવળ 10 એપ્રીલ સાધારણ  નીવડશે.