Abtak Media Google News

મેષ :

001 2

કોલેજ તથા ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ  સારુ નીવડશે,   ટયુશન  કલાસ સમેત ખાનગી શૈક્ષણિક એકમ ક્ષેત્રે કામ કરનારાં લોકો માટે પ્રતિકુળતા રહેવાની સંભાવના.  દુષિત યોગ ધરાવતા મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  પારિવારીક તથા ઘરેલુ બાબતોમાં અડચણ આવવાની સંભાવના.  મૈત્રી સંબંધોથી લાભના અવસર મળવાની  થવા શકયતા. તેમજ આકર્ષણ યોગની સંભાવના નકારી શકાતી નથી, યથામતિ પ્રતિભાવ આપવો. અધુરા રહેલા સરકારી કાર્યને લઈ વિવાદ થવાની સંભાવના. આ સપ્તાહ મેષ  રાશિ માટે સરેરાશ રહેશે

વૃષભ :

002 2

આ સપ્તાહ દરમ્યાન બોલીને બગડેલા તમામ સંબંધોમાં અણધાર્યો સુધારો જોવા મળશે.   વૃષભ રાશિના જાતકોએ આ સપ્તાહ માટે  કરંસી સટ્ટો, કોમોડીટી તથા શેર બજારને મોફુફ રાખવી. (બહુ હાની થવાની સંભાવના.)   મોસાળ તથા સાસરા પક્ષ તરફની ઘરેલુ બાબતોમાં માન પાન વધવાની સંભાવના. અધુરા રહેલા ધંધાદારી કાર્ય પુરા થવાંની શક્યતા. . તેમજ, ઈંટરનેટ કે  વિજ્ઞાપન  કે જાહેર ખબર ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ સારું નીવડશે. તેમજ વિજ્ઞાપન દ્વારા પુષ્કળ લાભ થવાની શકયતા.

મિથુન :

003 2

આ સપ્તાહ દરમ્યાન  જુના હાથ ઉછીના લીધેલ કરજ માંથી છુટકારો થવાના પ્રયાણ થશે. આ સપ્તાહ  દરમ્યાન જુના  વાહનો ખરીદવા તથા વેંચવાના સંયોગો.  વ્યાપાર વણિજ માટે નવા કાર્યો કરવાં માટે આ સપ્તાહ અનુકુળ રહેશે.  પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશે ઉતાર કે ચડાવ જોવા મળશે. આ સપ્તાહ દરમ્યાન મિથુન રાશિના જાતકોએ  બુદ્ધિ પૂર્વક કે આયોજન પૂર્વક  જ કામ કરવું. દક્ષિણ ભારતના રાજયોથી લાભના અનેક અવસરો મળશે.

કર્ક :

004 2

આ સપ્તાહ દરમ્યાન પણ  મૌસમી જુગારમાં,  શેર બજાર તથા કોમોડીટીના સટ્ટામાં મોટી હાની થવાની શક્યતાઓ રહેલી છે.  આથી, બુદ્ધિપૂર્વક વહીવટ વ્યવહાર કરવો. હાઈ તથા એકસક્લુઝીવ પ્રોફેશન્લ્સ વર્ગ, સરકારી નોકરીયાત વર્ગ તથા નિવૃત ગૃહ જીવન વિતાવતા લોકો માટે આ સપ્તાહ ખુબ જ સારું નીવડશે. નાનાં નાંના ધંધા વ્યાપાર વણિજ તથા છુટક માલના વ્યાપારી  માટે આ સપ્તાહ આવક વાળુ રહેશે. સ્થાનિક સરકારી નોકરીયાત માટે બદલી કરાવવાનો સાનુકુળ સમય.

સિંહ :

005 2

શુભ અને વિશિષ્ટ યોગ ધરાવતા સિંહ રાશિના જાતકો  માટે આ સપ્તાહ અનેક પ્રકારે, અનેક માર્ગે લાભદાયી નીવડશે.   કૌટુંબીક કે ઘરેલુ બાબતોમાં બુદ્ધિપૂર્વક સંચાલન કરવું.  પ્લાગણીના સંબંધમાં હળવી ભરતી જોવા મળશે.  રોકડ-બચતમાં વધારો થવાની શકયતા.  સાથે નવી સંપતિના સંયોગો. સરકારી ક્ષેત્રના  તમામ કામકાજમાં થોડી ધીરજ રાખીને આગળ વધવું. ઉતાવળવૃતિ તથા ત્વરીત પ્રતિક્રિયા પર કાબુ રાખવો,  એકંદરે આ સપ્તાહ પણ સારી રીતે પસાર થશે.

કન્યા :

005 2

હોટેલ રેસ્તોરાં, તથા કેટરીંગ ક્ષેત્રે સંકળાયેલા ક્ધયા રાશિના જાતકો માટે, આ સપ્તાહ સારુ નીવડશે,  આ ક્ષેત્રે પ્રગતિના પ્રયાણ જોવા મળશે. અણધાર્યા આવી પડતાં ખર્ચાઓમાંથી છુટકારો થવાની શકયતાઓ. નાના વ્યાપારી માટે ભાગદોડ  તથા શારીરિક રીતે શ્રમ  રહેશે, ફોરેન ટુર  ટ્રાવેલ્સના બૂકીંગ એજંટો માટે આ સપ્તાહ દોડાદોડી વાળુ રહેશે. નિલંબિત થયેલા કર્મચારીઓ ફરી કામે લાગી જશે તેવી સંભાવના. ૩૦ સપ્ટેમ્બર થી ૩ ઓકટોબર સુધીના  દિવસો વિશેષ લાભકારી નીવડશે. બાકી દિવસો સાધારણ રહેશે.

તુલા :

007 2

મિત્રો વર્તુળ તથા સગાં સ્નેહીઓ તરફ થી સહકાર મળવાની શકયતાઓ.  સરકારી કે ધંધા વ્યવસાયના ચડત કાર્યોના અવરોધ દુર થઈ જવાની સંભાવના. ઈમીટેશન આભુષણ ક્ષેત્રે સંકળાયેલ તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ અસલી સોનાની તેજી જેવું રહેશે. રીયાલ્ટીમાં રોકાણ કરવાં માટે હજુ પણ સરેરાશ સમય છે. ૩૦ સપ્ટેમ્બર તથા ૨ ઓકટોબર, આ બે દિવસ મધ્યમ રહેશે, બાકીના દિવસો સુખદ નીવડશે.

વૃશ્ચિક :

010 2

આ સપ્તાહ દરમ્યાન પરિવારમાં કોઈ એક સદ્સ્ય સાથે મતભેદ કે મનદુ:ખ થવાની શકયતા, આથી સમજી વિચારી ચર્ચાઓ કરવી. આ સિવાય અન્ય કોઈ કહી શકાય કે નોંધનીય પરિવર્તન નથી,  કે નથી એવાં કોઈ સંયોગો બનતાં કે જેનાંથી તકેદારી રાખવી પડે. તેમ પન્નોતિ દરમ્યાન બગડી ગયેલા સંબંધો ફરીથી સુધરવાના સંયોગો છે.

આ રાશિ ના જાતકો માટે ઉતરતી પન્નોતિ આ સપ્તાહ લાભના માર્ગમાં લેંડમાર્ક સાબીત થશે.  ૨૯ સપ્ટેંબર થી ૧ ઓકટોબર સુધીના ત્રણે ત્રણ દિવસો અતિ લાભદેય રહેશે.

ધન :

009 2

એજંસી કે હોલસેલના વ્યાપારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન  અનેક વિધ લાભ થવાની સંભાવના. તેમ વ્યાપારમાં વધારાની સાથે કામ કરતાં કર્મચારી વર્ગથી લાભ થવાની સંભાવના.  સરકારી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ તનાવયુકત રહેશે. વિદેશમાં, ટેકનિકલોજી ક્ષેત્રે કામ કરતાં જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  તેમજ આર્કીટેક્ટ, એંજીનીયર માટે પણ આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  આ સિવાયના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ લાભદેય તથા ભાગદોડ વાળુ રહેશે. ૨ ઓકટોબર થી ૪ ઓકટોબર સુધીના દિવસો શ્રેયકર નીવડશે.

મકર :

008 2

કુડ કપટ તથા કાવાંદાવાથી દુર રહેવું. બોલીને સંબંધો બગડી જવાની સંભાવના આથી, વાણી પર સંયમ રાખવો.  મકર રાશિના જાતકોએ આ સપ્તાહ માટે શેર બજારને પોસ્ટપોન કરવી. (હાની થવાની સંભાવના.)   સાસરા પક્ષ તરફની ઘરેલુ બાબતોમાં સન્માન મળવાની સંભાવના. આ સિવાય કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા અંશે ઉતાર જોવા મળશે.  સરકારી કામકાજમાં થોડી તકેદારી રાખીને કાર્ય કરવાં.  પરદેશ તથા સ્થાળાંતરના સંયોગો. વર્કીગ વૂમન માટે તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  વાહનો ધીમેથી ચલાવવાં.  ૧ તથા ૨જી ઓકટોબરના દિવસો સારી રીતે પસાર થશે.

કુંભ :

011 2

લેકચરર, પ્રોફેસર્સ સમેત પ્રાથમિક શિક્ષકો તથા આચાર્ય ગણો માટે આ સપ્તાહ પણ લાભકારક તથા સાનુકુળ  નીવડશે.  વણસી ગયેલા પારિવારીક સંબંધોમાં સુધારો થવાં સંભવ.  કારીગર તથા પરિશ્રમી લોકો, ફાઈન આર્ટસના છાત્રો માટે સારુ સપ્તાહ. ડ્રાઈવર્સ ટ્રાન્સપોર્ટર્સ, રેલ્વે ક્ષેત્રના કર્મચારીઓ, બંદર ક્ષેત્રના કર્મીઓ, વિવેચકો, દાર્શનિકો માટે આ સપ્તાહ ખુબ સારી રીતે પસાર થશે. અતિ વિચાર કરતા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. ગૃહિણી માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૪ તથા ૫ ઓકટોબરનો દિવસ મધ્યમ રહેશે

મીન :

012 2

આ સપ્તાહે, મીન રાશિના જાતકો માટે વ્યાપાર વણિજ તથા વ્યવસાય કે નોકરી હેતુ પ્રવાસ તથા મુસાફરીના યોગ રહેવાની સંભાવના. પ્રવાસ દરમ્યાન નવાં નવાં વ્યવાસાયિક સંપર્કો મળવાની પૂરેપૂરી સંભાવના.  સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રના  કર્મચારીઓ માટે આ સપ્તાહ અનુકુળતા વાળુ સાથે થોડુ ભાગદોડ વાળું રહેવાની સંભાવના.  આધ્યાત્મિક લોકો માટે તથા પારિવારીક જીવન જીવતાં  લોકો માટે આ સપ્તાહ શ્રેયકર રહેશે. મીન રાશિના જાતકોએ આ સપ્તાહ માટે શેર સટ્ટો કે જુગારથી  દુર રહેવું અત્યંત હિતાવહ છે.  સાથે રોકાણ માટે ઉતમ સમય. તેમજ આળસ ખંખેરીને પેન્ડીંગ રહેલા જુના પુરાણા કાર્યો ને અજામ આપવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.