મેષ (અ,લ,ઈ)the-future-of-the-weekly-zodiac

સર્વિસ બિઝનેશ તેમજ મેનેજમેંટ/ફાઈનાંસ રીલેટેડ ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળુ નીવડશે. આ સપ્તાહે જેટલી આવક થશે તેટલી જ જાવક રહેવાંની, આથી સમજી વિચારીને ખર્ચા કરવાં. ખાદ્ય તેલ તેમજ પ્રવાહી જવલનશીલ પદાર્થો તથા કોલસા સંબંધિત ઓદ્યોગિક એકમ તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહે પણ લાભદાયી નીવડશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ક્ષેત્રનાં ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ હળવું હળવું ફાયદાકારક નીવડશે. 27 તથા  28 ઓગસ્ટ સાધારણ જણાશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac

કુટિર એવમ નાનાં નાનાં ઔદ્યોગિક એકમથી લઈને તમામ પ્રકારની હસ્ત કલાંનાં એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયક નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈને કોઈ વિધ્ન આવવાની શકયતાઓ.  રંગ, રોશની તથા રસાયણના જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતારવાળુ જણાશે. આ સિવાયના તમામ ઓદ્યોગિક એકમ માટે સરેરાશ સપ્તાહ. વ્યાપારી જાતકો માટે લાભકારક સપ્તાહનાં સંયોગો. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ બહુ સાનુકુળ રહેશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, સાથે બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે લાભદાયી સપ્તાહ. મેડીકલ  છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. 25 તથા 26 ઓગસ્ટના  દિવસો જ સામાન્ય રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac

રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાનાં સંજોગો. અન્ય જાહેર ક્ષેત્રની વ્યક્તિ, મહાનુભાવો માટે લાભદાયક સપ્તાહ. ફેશન એવમ શૃંગાર સંબંધિત ઉદ્યોગ-ધંધા, વ્યવસાયનાં જાતકો માટે  આ સપ્તાહ હળવું મંદ કે સુસ્ત રહેવાંનાં સંયોગો. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  અણધાર્યા ફાયદા થવાંની સંભાવના મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 27 ઓગસ્ટ સામાન્ય જણાશે.

કર્ક  (ડ,હ)

004 1

પેટ્રોકેમિક્લ્સ સમેત પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ ઈલેક્ટ્રીસીટી સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા દોડધામવાળું રહેવાંની સંભાવના. ધંધા વ્યવસાયનાં અધુરા તથા પેંડીગ પડેલા કાર્યો પુરા થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ હળવું પ્રતિકુળ રહેશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી સપ્તાહ. 22 તથા 24 ઓગસ્ટ મધ્યમ રહેશે.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac

એનિમલ ફોડર્સ, તેમજ શાકભાજી, પેકીંગ ફૂડ, કેનિંગ ફૂડ તથા ફાસ્ટ ફૂડ સંબંધિત કૃષિ વિષયક ધંધા વ્યવસાયનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. જાહેરક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ, અન્ય સેલેબલ વ્યક્તિ માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેવાંનાં સંયોગો. ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા થવાંની સંભાવના મધ્યમ કદનાં વ્યાપાર વણિજ તથા સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવાર સાથે સુમેળતા અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. 23 ત્થા 26 ઓગસ્ટ સાધારણ જણાશે.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac

તમામ પ્રકારની સરકારી વિદ્યાલય તેમજ ખાનગી વિદ્યાલય સાથે  સંલગ્ન શિક્ષક તેમજ અન્ય કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. ઊચ્ચસ્થ બુધ વાળા જાતકો આ સપ્તાહ લાભદાયક અને પ્રગતિકારક જણાશે. ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું સાનુકુળ નીવડશે.  નાના વ્યાપાર વણિજ તથા છુટક વ્યાપાર કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. અન્ય સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે. નાની અમથી બાબતમાં સગાં તથા સ્નેહીજનો વચ્ચે હળવો ખટારાગ થવાંનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. 25 ઓગસ્ટ મધ્યમ રહેશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહ  દરમ્યાન પણ ધંધા વ્યવસાયમાં લાભ મળવાંની સંભાવનાઓ.  તમામ પ્રકારનાં ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો તેમજ તમામ પ્રકારનાં વૈધ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. કેમિકલ્સ તેમજ ફાર્મા કેમિક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ આંશિક લાભદાયક નીવડશે. અન્ય ઉદ્યોગ-વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ એવમ હળવું લાભદાયી જણાશે. નાનાં તથા છુટક, ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી. જીવનમાં સંવાદિતા તથા સુમેળતામાં વધારો થવાંનાં સંયોગો. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 24, 25 ઓગસ્ટ સાધારણ નીવડશે.

વૃશ્ચિક (ન,ય)

the-future-of-the-weekly-zodiac-8

નાના નાનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ દરમ્યાન અનેક નવી તકો મળશે સાથોસાથ અનેક પ્રકારે ફાયદાકરક નીવડશે. જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો એવમ સ્ટાર  સેલેબલ પર્શન માટે આ સપ્તાહ પ્રતિકુળ રહેશે. વાણી-બોલીથી નજીકનાં સંબંધો બગડી જવાંની સંભાવના. જથ્થાબંધ ગ્રેઈન ગ્રોસરીનાં વ્યાપારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. અન્ય, વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિશ્રમ વાળા ધંધા વ્યાપારના જાતકો  માટે આ  સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. 22 તથા 23 ઓગસ્ટ અર્ધ-પ્રતિકુળ રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ)

009 1

આ સપ્તાહે પણ નિરાંત જણાશે. ઈલેક્ટ્રીસીટી– ઈલેક્ટ્રોનિક્સ,  સંબંધિત ઉત્પાદનાં ઓદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે પરંતુ સાથોસાથ ભાગદોડ પણ રહેવાંનાં સંયોગો. અધુરા કે લટકતાં કામો પૂર્ણ થઈ જવાંનાં સંયોગો. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું હળવું પ્રતિકુળ જણાશે. અન્ય ઓદ્યોગિક એકમ તથા વાણિજયનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાંની પણ સંભાવનાઓ.ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમ્યાન આર્થિક લાભ સાથે બઢતીનાં પણ સંયોગો. સગાં સ્નેહી તથા મિત્રો સાથે તનાવ વાળુ વાતાવરણ રહે. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે હળવું લાભદાયી સપ્તાહ. 27 ઓગસ્ટ મધ્યમ જણાશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર (ખ,જ)

010 1

પોલીમર્સ તથા તેને રીલેટેડ પ્લાસ્ટીક, સ્પોંજ તથા ફોર્મ જેવાં તમામ ઉત્પાદનાં વ્યાપારી, ઓદ્યોગિક એકમનાં જાતકો આ સપ્તાહ સરેરાશ અને સામાન્ય જણાશે. વાણી પર કાબુ રાખવો, અન્યથા કામ બગડી જવાંની સંભાવનાં. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ રહેશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે. છુટક તેમજ પરિશ્રમ વાળા  ફેરી વ્યાપાર-વણિજનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે મહિલા કર્મીઓ નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. 20 તથા 21 નવેમ્બરનાં દિવસો સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac

તમામ પ્રકારની ક્ધસ્લ્ટીંગ ફર્મસનાં જાતકો તથા વિવિધ પ્રકારનાં વૈધ સર્વિસ બિઝનેસ માટે આ સપ્તાહ બહુ જ લાભદાયક નીવડશે. ફાર્મા કેમિક્લ્સ તથા, આયુર્વેદ ઉત્પાદ/ ફાર્મસી તથા હર્બલ ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. પબ્લીક ફિગર્સ તથા સેલેબલ પર્શંસે ખાસ સંભાળવું, આ સપ્તાહે જે  ઘટના ઘટશે તેની બહુ લાંબા સમય સુધી અસર રહેશે. વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી જણાશે. ફેરી કરતાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ ફાયદાકરક. સરકારી કર્મચારીઓ તેમજ ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અર્ધ પ્રતિકુળ નીવડશે.  મહિલા કર્મીઓ, નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. 23 તથા 24 નવેમ્બરનાં દિવસો સાધારણ નીવડશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન (દ,ચ,ઝ,થ)

012 1

સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ ત્થા ફાયદા વાળુ નીવડશે. કોટન તથા તેનાં રેડીમેડ ગાર્મેંટ્સ સંબંધિત તમામ ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે  આ સપ્તાહ સામાન્ય જણાશે. મશીનરીઝ ઉદ્યોગ સમેત મોટા ઉદ્યોગ-વ્યાપાર-વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક. અન્ય વ્યાપારી એકમનાં જાતકો માટે ન નફો નૂકશાન વાળુ સપ્તાહ. સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. કુટુબીજનો  સાથે થયેલા વિખવાદો સુખદ અંત. વ્યવસાય હેતુ પ્રવાસ થવાંનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ પણ શ્રેષ્ઠ રહેશે. 24 તથા 28  ઓગ્સ્ટ અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.