Abtak Media Google News

શ્રી ગ્રુપ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજન

ગરબાં, આરતી, દાંડીયા, ડેકોરેશન સ્પર્ધા યોજાશે: પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસનું લાખેણા ઇનામોથી સન્માન: આયોજકો ‘અબતક’ના આંગણે

શ્રી ગ્રુપ દ્વારા સમસ્ત સોની સમાજ માટે તા. ૨૮-૯ ને શનિવારે ભવ્ય વેલકમ નવરાત્રીનું આયોજન ‘અબતક’સુરભી ગ્રાઉન્ડમાં કરાયું છે. સતત પાંચમા વર્ષે ભવ્ય આયોજનમાં આરતી-ગરબાં, દાંડીયા ડેકોરેશન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોની સમાજના ૧૦૦ જેટલા બાળકોને પુરસ્કૃત કરવામાં આવનાર છે. આ રાસ ગરબામાં સમસ્ત સોની સમાજના આશરે પ૦૦૦ ખેલૈયાઓ ઉમટી પડશે. તેમજ વેલકમ નવરાત્રીમાં અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, ઉદયભાઇ કાનગડ, વગેરે ઉપસ્થિત રહી આરતી કરશે તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા સોની સમાજના આગેવાનો દ્વારા જણાવાયું છે.

શ્રીજી ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત સમસ્ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી માં માઁ ની શકિતના ગુણગાન તો ગણાય જ અને તેમાં આપણા સમસ્ત જ્ઞાતીજનો, બાળકો-બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો મ્યુઝીક ના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે  પ્રાચીન- અર્વાચીન રાસ-ગરબા ની રમઝટ સાથે માઁ ની પ્રસન્નતાને લાખ લાખ ફુલડે વધાવતો આવો અવસર કેમ ચુકાય.

પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ બાળકો બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો બન્ને ગુ્રપમાંથી વિજેતા કરવામાં આવશે અને તેને લાખેણા ઇનામોથી નવાજમાં આવશે. તેમજ ગરબા-આરતી, દાંડીયા ડેકોરેશન સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે. તેમને ઇનામ આપવામાં આવશે. વેલકમ નવરાત્રી માટે શ્રી ગ્રુપ ના આયોજક  ગૌવરભાઇ રાધનપુરા, મિલન (ક્રિષ્ના) પાટડીયા, પ્રમેશ રાજપરા, રવિભાઇ પાલા, રવિકાંતભાઇ વાગડીયા, ભાવેશભાઇ ગેરીયા, મયુરભાઇ રાજપરા, રવિભાઇ પાટડીયા, તેજશભાઇ વાગડીયા, સચિનભાઇ પાટડીયા, વિજયભાઇ  પાટડીયા, તથા સલાહકાર કૈલાસભાઇ રાજપરા, કિશોરભાઇ પાલા, રાજુભાઇ ફીચડીયા, શૈલેશભાઇ પાટડીયા, હિતેશભાઇ રાજપરા દ્વારા રાસ ગરબા તેમજ સ્પર્ધામાં સર્વે સોની જ્ઞાતિજનો હોશે હોશે ભાગ લેવા અનુરોધ કરાયો છે.

વેલકમ નવરાત્રીના પાસ મેળવવા માટે દેવ ટ્રેડીંગ, ૬-મંગલમ ચેમ્બર્સ, મીના ગલી, સોની બજાર, માંડવી ચોક, ક્રિષ્ના પ્રિન્ટર્સ સાંકડી શેરી સોની બજાર, અને મધુરમ આર્ટ જવેલર્સ, પેલેસ રોડ, આશાપુરા મંદીર સામે ખાતેથી મળી શકશે.

વેલકમ નવરાત્રી મહોત્સવ માટે જય ફીચડીયા, મોહિન રાણપરા, હેમાંગ પાટડીયા, વિવેક મોડેસર, દેવાંગ પટ્ટણી, નૈનેષ રાણપરા તેમજ અમિત ભુવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.