Abtak Media Google News

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સુધી દરેક વોર્ડમાં રથ ફેરવવાની સાથોસાથ બે જુદા જુદા સ્થળોએ સવારે અને બપોર બાદ યોજનાકીય કેમ્પ યોજી છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવા અને આ યાત્રા દ્વારા લોકોને યોજનાઓથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કામગીરીની સમીક્ષા કરવા વિધાનસભાના  નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ રાજકોટ ખાતે પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, અધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી હતી. કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ અને અધિકારીઓ સાથેે સમીક્ષા બેઠક

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ  જણાયું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખુબ સારી કામગીરી થઇ રહી છે જેનાથી છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો પહોંચી રહ્યા છે. વિશેષમાં, રાજકોટ હંમેશા કંઇક નવું કરવા માટે હંમેશા તત્પર હોય છે એ બાબત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનમાં પણ ઉડીને આંખે વળગી છે.

પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કહ્યું હતું કે,   હાલ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં આ 67 રથ ફરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ વધુ 40 રથ આવી રહ્યા છે. આ રથના માધ્યમથી છેલ્લા એક દસકામાં થયેલી વિકાસલક્ષી કામગીરી, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના સરકારના વિઝન અને તેને સાકાર કરવાની સરકારના દ્રઢ સંકલ્પની ઝલક લોકોને મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આ આયોજનમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે. સરકારની જુદી જુદી લોકહિતની યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળી રહે તે સુનિશ્ચિત કરવાની સરકારને નેમ છે. રાજકોટમાં સારી કામગીરી બદલ સંબંધિત સૌને અભિનંદન પાઠવું છું.

મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં સંસદ સભ્ય રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા, દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઈ કથીરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા અને ચેતન નંદાણી, વિવિધ સમિતિના ચેરમેનઓ, કોર્પોરેટરઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારઓ, સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારઓ અને અન્ય આગેવાનઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.