Abtak Media Google News

હાઉસિંગ લોનને પ્રોત્સાહન, ઓનલાઈન ગેમિંગ પર 30 ટકા કર, સિનિયર સીટીઝન સ્કીમ, સહિતના મુદ્દે અનેક ફેરફારો હાથ ધરાયા

નાણામંત્રી નિર્મલા સીતારમને  યુનિયન બજેટ 2023માં આવકવેરાની નવી પદ્ધતિને અમલી બનાવી છે. અમલવારી આજથી શરૂ થશે ત્યારે શું ફેરફાર આ નવી પદ્ધતિ લાવશે એ પણ એટલું જ જરૂરી છે . વર્ષ 2023-24 માટે નવી કર વ્યવસ્થા હેઠળ, હવે 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જ્યારે અગાઉની બંને કર વ્યવસ્થામાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ રેટ લાગુ થતો હતો.

Advertisement

બજેટ 2023ની ઘોષણા અનુસાર નવી ટેક્સ પ્રણાલી ડિફોલ્ટ હશે જોકે, ટેક્સપેયર્સ ઓલ્ડ ટેક્સ રિજીમને પણ પસંદ કરી શકે છે.

નવી કર પ્રણાલી અંતર્ગત ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાયો છે. નવી ટેક્સ રિજીમ અનુસાર આ અગાઉ સુધી 5,00,000 રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ આપવાનો થતો ન હતો પરંતુ, હવે ફાઈનાન્સ મિનિસ્ટરે આ લિમિટ વધારીને 7,50,000 રૂપિયા કરી દીધી છે. તેમા નવા ટેક્સ રિજીમ અંતર્ગત 50,000 રૂપિયાનું સ્ટેન્ડર્ડ ડિડક્શન સામેલ છે.10 કરોડ રૂપિયાથી વધુ લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ છૂટ હટાવી લેવામાં આવી છે.હવે કરદાતા 10 કરોડથી વધુના લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર 20 ટકા રેટથી ટેક્સ આપવાનો રહેશે.

વાર્ષિક વીમા પ્રીમિયમ 5 લાખથી વધે તો તે કરપાત્ર

ઇન્સ્યોરન્સ પોલિસી એટલે કે વીમા કવચ પર જે કોઈ વ્યક્તિને વાર્ષિક પ્રીમિયમ પાંચ લાખથી વધુનું આવતું હોય તો તે આવક કરપાત્ર કરવામાં આવી છે જેથી એ વાત સ્પષ્ટ છે કે પાંચ લાખ ઉપરનું પ્રીમિયમ પર હવે કરદાતાઓએ કર ચૂકવવો પડશે.

7 લાખ સુધીની આવક પર ‘ઝીરો’ ટેક્સ

નાણામંત્રી દ્વારા જે નવી કર માળખાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમાં સેક્શન ૮૭ એ મુજબ જે કોઈ કર દાતાની આવક 7 લાખ સુધી છે તેઓને એક પણ રૂપિયાનો કર ચૂકવવો નહીં પડે.

સિનિયર સીટીઝન માટેની બચત સ્કીમ

સીનીયર સીટીઝનને નવા કર માળખામાં સરકાર દ્વારા અનેકવિધ ફાયદાઓ આપવામાં આવ્યા છે જેમાં બચત યોજના હેઠળ સરકારે ડિપોઝિટ ની રકમ લાખથી વધારે 30 લાખ સુધી કરી દેવામાં આવી છે.

મ્યુચ્યુઅલ ફંડ

ઈક્વિટી શેરમાં જે કોઈ કરદાતાઓએ 35 ટકાથી ઓછું રોકાણ કર્યું હોય તો તેને નિર્ધારિત ટેક્સ લેબ મુજબ તેના પર ટેક્સ વસૂલવામાં આવશે.

હોમ લોનના દર

નવી કર માળખા ની વ્યવસ્થા ઉભી થતા ની સાથે જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એચડીએફસી બેન્ક દ્વારા જે સ્પેશિયલ હોમ લોન ના દર ગ્રાહકોને આપવામાં આવતા હતા તેના પર હવે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો છે અને વ્યાજ દરમાં પણ વધારો જોવા મળશે.

ઓનલાઈન ગેમિંગ પર 30 ટકા કર વસૂલાસે

વર્તમાનમાં ઓનલાઈન ગેમમાં જીતવા પર ટીડીએસ લાગું થાય છે. જો જીતની રકમ એક નાણાકીય વર્ષમાં 10,000 રૂપિયાથી વધારે થઈ જાય. જો કે, રિસર્ચ બાદ ઓનલાઈન ગેમ પર જીતની દરેક રકમ પર હવે ટીડીએસ કાપવામાં આવશે. ઓનલાઈન ગેમથી જીતની રકમ પર 30 ટકાના રેટથી ટીડીએસ કાપવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ પર મળતી આવક માં હવે ઘટાડો નોંધાશે.

વીમાના એજન્ટોના કમિશનમાં કરાશે ફેરફાર

લાઇફ ઇન્શ્યોરન્સ જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ ના એજન્ટો ને અપાતા કમિશનમાં પણ ફેરફાર કરવામાં આવશે.

હાઉસિંગ લોનને પ્રોત્સાહન અપાશે

મકાનના લોન ધારકો ને વધુ રૂપિયા મળે તે માટે હોમ લોન આપનાર પેઢીઓએ અને કંપનીઓએ પોતાના પોર્ટફોલિયો માં વધુ મૂડી દર્શાવી પડશે પરિણામે હાઉસિંગ લોનને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.