Abtak Media Google News

કરદાતા ક્યારેય આશ્ચર્ય પામવાનું ભૂલતા નથી.  જૂના કરની માંગણીઓ જે 15 વર્ષથી વધુ સમયની છે, લાંબા સમયથી ચૂકવેલ અને કેસનો નિકાલ આવ્યો છે તેવા નવા દાવાઓ તરીકે સામે આવી રહી છે.  છેલ્લા કેટલાક અઠવાડિયામાં, આવકવેરા વિભાગ તરફથી ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં તેમને એક સપ્તાહની અંદર રકમ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.  નોટિસ મેળવનારા કરદાતાઓને વિશ્વાસ છે કે તેમની પાસે ટેક્સ ઓફિસ પાસે આવી કોઈ લેણી નથી. અને કોઈ કરની ભરપાઈ કરવા બાકી ટેકસ નથી.

Advertisement

એક સપ્તાહની અંદર રકમ જમા કરાવવા તાકીદ : સિસ્ટમમાં થયેલ બદલાવ કારણભૂત

કેટલીક સૂચનાઓ મૂલ્યાંકન વર્ષ 2003-04 અને 2004-05 સાથે સંબંધિત છે.  ઘણા લોકો નોટિસને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણતા નથી કારણ કે જૂના પેમેન્ટના ચલાન અને કરેક્શન ઓર્ડર, જે ટેક્સ પેમેન્ટના પુરાવા તરીકે કામ કરી શકે છે તે કરદાતા પાસે અતયાર સુધી પડેલા ન હોઈ. સૂત્રોનું માનવું છે કે આ ભૂલો સંભવત: ડિપાર્ટમેન્ટને નવી સિસ્ટમની અમલીકરણનું  પરિણામ છે.

આ ઘણા લોકો માટે એક સમસ્યા છે.  આ જૂની માંગણીઓ ચાલુ વર્ષ માટે મળવાપાત્ર રિફંડ સામે એડજસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે!  મોટા ભાગના કિસ્સાઓમાં આ માંગણીઓ ક્યાં તો ચૂકવવામાં આવી છે અથવા જરૂરી સુધારાઓ ઘણા વર્ષો પહેલા પસાર કરવામાં આવ્યા છે.  પરંતુ નવી સિસ્ટમ અપડેટેડ સ્ટેટસને ઓળખતી નથી.  આમ કરદાતાઓએ આવી માંગણીઓને દૂર કરવા અથવા ચૂકવવાના સમર્થનમાં દસ્તાવેજો સબમિટ કરવા પડશે.  ઘણા કિસ્સાઓમાં આવા જૂના રેકોર્ડ્સ કાં તો સરળતાથી સુલભ નથી અથવા તો એકસાથે ઉપલબ્ધ નથી.  જો તેમાં સામેલ રકમ નાની હોય તો કેટલાક કરદાતાઓ વિભાગને પડકાર્યા વિના ચુકવણી કરવાનું પસંદ કરી રહ્યા છે.  અન્ય લોકો માટે તેનો અર્થ અપીલની કઠોરતામાંથી પસાર થવાનો હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.