તુલસીદાસે રામચરિત માનસમાં કઈ 9 વાતો માની લેવા કહ્યું છે ??

તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં એવા 9 લોકો વિશે જણાવ્યું છે જેની વાત તરત માની લેવી જોઈએ, નહીંતો આપણને સંકટનો સામનો કરવો પડે છે.એટલું જ નહી આ લોકોનો વિરોધ કરવાથી તેઓ આપણું અહિત પણ કરી શકે છે. તો ચાલો જાણીએ આ નવ લોકો કોણ છે?

ધર્મગ્રંથોમાં વર્ણવાયેલી લાઈફ મેનેજમેન્ટની આવી વાતોને જાણવી, સમજવી અને તેને અનુસરવી વરદાનરૂપ સિધ્ધ થાય

  1. શસ્ત્ર ધારણ કરનાર: હથિયાર ધારણ કર્યું હોય તેવું કોઈ વ્યકિત આપણને કોઈ કામ કરવાનું કહે એ સમયે આપણી ભલાઈ તેમાજ હોય છે કે આપણે તેનું કામ સંપન્ન કરી દઈએ, જો તેની વાતને અવગણવામાં આવે તો તેને વધારે ક્રોધ આવી શકે છે. અનેતે આપણી ઉપર હુમલો પણ કરી શકે છે. તેથી એ સમયે તેની વાત માની લેવામાં જ ભલાઈ છે.
  2. રહસ્ય જાણનાર: જો કોઈ વ્યકિત આપણા દરેક ભેદ અથવાતો રહસ્ય જાણતું હોય, તો તેની વાત ન માનવી એ પણ કયારેક જોખમકારક નીવડે છે. રહસ્ય જાણનાર વ્યકિત.
  3. માલિક અથવા બોસ: બોસ અથવા માલિકની વાતનો અસ્વીકાર કરવો નોકરી પરનું જોખમ સર્જી શકે છે.તેથી માલિક જે પણ વાત કરે. તેને તુરંત માની લેવી જોઈએ. કયારેય બોસ ખોટો નિર્ણય પણ લઈ બેસે છે, પણ આ વાત વાદ-વિવાદ કરીને નહી પરંતુ કામ કરીને સિધ્ધ કરવી જોઈએ કે બોસનો નિર્ણય ખોટો હતો.
  4. મુર્ખ વ્યકિત: કોઈ મુર્ખ વ્યકિત જો કંઈ કે તો તેની વાત પણ તુરંત માની લેવી જોઈએ.નહી તો તે તમારો સમય બરબાદ કરી દેશે. અને કારણ વગરના તર્ક-વિતર્કો કરશે અને આ વાતોને સાંભળીને કોઈ ફાયદો થાય તેમ નથી હોતો. તેથી મૂર્ખની વાતને પણ માની લેવામાં જ ભલાઈ છે.
  5. ધનવાન: ધન-દૌલતમાં જ બધુ સુખ છે. એવું નથી. હા પણ ધનથી ઘણું બધુ શકય છે. એ વાત પણ છે.જયાં ધનની આવશ્યકતા છે, ત્યાં ધન સિવાય અન્ય કોઈ ચીજથી કામ નથી ચાલતું તેથી કયારેય પણ ધનવાન વ્યકિતની વાતનો અ્સ્વીકાર ન કરવો.
  6. વૈદ્ય: વૈદ્ય અથવા ડોકટરને ભગવાનનું જ બીજુ સ્વરૂપ માનવામાં આવે છે.કેમકે જયારે સ્વાસ્થ્ય ખરાબ થાય છે ત્યારે વૈદ્ય જ ઈલાજ કરે છે, તેથી વૈદ્યની સલાહ માનવી જોઈએ.
  7. ભાટ: (રાજાના પ્રશંસકો): પ્રાચીન કાળમાં પોતાના રાજાઓની પ્રશંસા કરીને ગીત ગાતા હતા તથા કવિતાઓ લખતા હતા. આ કારણે તેઓ રાજાઓનાં પ્રિય હતા. રાવણ અને મારીચના કાળમાં આ ભાટો એટલે કે રાજાના પ્રશંસકોનું પણ ઘણું મહત્વ હતુ અને આ કારણે તેની વાતને પણ નજર અંદાજ કરવી એ હાનીકારક મનાતું હતુ કારણ કે તે રાજાના નજીક ગણાતા.
  8. કવિ: જો કોઈ કવિની વાતનો અનાદર કરીને તેનો વિરોધ કરવામાં આવે તો તે કવિતાઓનાં માધ્યમથી પોતાના વિરોધીઓની શાખ ખરાબ કરી શકે છે. કવિતાઓ અત્યંત પ્રભાવી હોય છે. અને તેને લોકો બહુજ પસંદ કરતા હોય છે.તેથી તેની વાતનો પણ સ્વીકાર કરવો હિતાવહ છે.
  9. કુક (રસોઈ બનાવનાર): રસોઈયાની વાતનો પણ જો અસ્વીકાર અથવાતો તેને નજર અંદાજ કરવામાં આવે તો તે રસોઈમાં કંઈને કંઈ ભેળવીને સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે. તેથી તેની વાતનો પણ અસ્વીકાર ન કરવો જોઈએ.