Abtak Media Google News

સાયબર સિકયોરીટી નોકરી માટે સોનાની ખાણ સમાન.

સોશિયલ મીડીયા અને ટેકનોલોજીનો દબદબો વદતા સાયબર સુરક્ષા આવતીકાલની જરૂરીયાત બની રહ્યું છે ત્યારે ગ્લોબલ ટેકનોલોજી આઈબીએમએ કહ્યું કે ભારતમાં સાયબર સીકયોરીટી નિષ્ણાંતોની કમી છે. માટે યુવાનોએ ગ્રેજયુએશન બાદ આ સેગમેન્ટમાં પ્રવેશવાથી કેરિયરની ઉજજવળ તકો રહેલી છે. ભારત સહિત વિશ્ર્વભરમાં સાયબર સિકયોરીટી એકસપર્ટની ખૂબજ માંગ છે.

Advertisement

આમ ભારતની બેરોજગારી કરતા બમણી તકો સાયબર સિકયોરીટી વિભાગોમાં રહેલી છે.પરંતુ તેની સામે ૧ લાખ એમ્પલોયમેન્ટોની સપ્લાય પણ નથી આઈબીએમના લીડર ડાયરેકટર આનંદ કે . વૈદશ્ર્વરને કહ્યું હતુ કે આપણા દેશમાં નોકરીની જરૂરીયાત માટે ભટકતા લોકો કરતા વધુ તો આ સેગ્મેન્ટમાં તકો છે.

સાયબર સિકયુરીટીના અધિકારીઓ, ખૂબજ પ્રોફેશનલ અને પ્રોડકટીવ હોય છે. આ ઉપરાંત આઈટી વિભાગો સહિત ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંસ્થાઓને પણ સાયબર સુરક્ષાની જરૂરીયાત હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે સ્કુલ દરમ્યાનની શિક્ષણ પધ્ધતિમાં પરિવર્તન લાવવાની આવશ્યકતા છે.

કારણ કે યુવાનો સાયબર સિકયોરીટી સેકટરની તકોને જોઈ શકતા નથી આ એક એવો વિસ્તાર છે. તે ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રોની માંગ છે. આઈબીએમ વિશ્ર્વવિદ્યાલયો તેમજ ટેક સંસ્થાઓ સાથે પણ જોડાયેલું છે. આ ઉપરાંત ભારતનાં ઉદ્યોગ માટે ડેટા સિકયોરીટી કાઉન્સીલ તરીકે પણ કાર્યરત છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.