Abtak Media Google News

મનોજ દાઢી નામના શખ્સની ક્લબમાં ૨.૨૦ લાખનો મુદામાલ કબ્જે : જુગારી આલમમાં ફફડાટ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવી લાતીપ્લોટ વિસ્તારમાં મનોજ દાઢી નામના શખ્સ સંચાલિત જુગારધામમાં દરોડો પાડી પોલીસમેન સહિત નવ શખ્સોને રૂ. ૨.૨૦ લાખના મુદામાલ સાથે ઝડપી લેતા મોરબીના જુગરીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી લાતી પ્લોટ શેરી નં. ૧ માં ખુણામાં આવેલ કારખાનાની રૂમમાં મનોજ દાઢીથી ઓળખાતો ઇસમ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવની અને પોતે પણ રમતો હોવાની ચોક્કસ હકીકત આધારે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ચૌધરીની ટીમે રેઇડ કરવાનું વોરંટ મેળવી સર્વેલન્સ ટીમના માણસો તથા લાતી બીટના માણસોને બાતમી હકીકતની સમજ કરી જરૂરી કાર્યવાહી કરી બાતમી હકકીત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતાં કુલ – ૯ ઇસમો ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડતા જુગારનો અખાડો ચલાવી મળી આવ્યા હતા.

વધુમાં મનોજભાઇ જેન્તીલાલ સરૈયા ઉર્ફે મનોજ દાઢી ને રેઇડ અંગે સમજ કરી વોરંટની બજવણી કરી તમામની ઝડતી તપાસ કરતાં અંગ ઝડતી તથા પટમાંથી કુલ રોકડા રૂ. ૪૧૦૩૦/- મોબાઇલ નંગ – ૧૧ જેની કુલ કિ.રૂ. ૨૪૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા મોટર સાયકલ નંગ-૭ જેની કુલ કિ.રૂ.૧,૫૫,૦૦૦, ગણી કુલ મુદામાલ રૂ.૨,૨૦,૦૩૦ નો કબજે કરવામાં આવેલ છે.

તથા જુગાર ધારા મુજબ (૧) મનોજભાઇ જેન્તીલાલ સરૈયા ઉ.વ.૫૯ રહે.મોરબી ખત્રીવાડ (૨) ગીરધરભાઇ ઠાકરશીભાઇ બારૈયા ઉ.વ.૪૫ રહે.મોરબી વાવડી રોડ સામૈયા સોસાયટી (૩) ધનજીભાઇ ધીરજલાલ પારેખ ઉ.વ.૭૦ રહે.મોરબી સેવા સદન પાછળ રોટરીનગર (૪) જયુભા જીલુભા જાડેજા ઉ.વ.૫૧ રહે. લુટાવદર તા.મોરબી (૫) જીવાભાઇ ગોવિદભાઇ મોરી ઉ.વ.૪૫ રહે.મોરબી રબારીવાસ (૬) કિશોરસિહ કિરીટસિહ જાડેજા ઉ.વ.૫૬ રહે.ચંદ્રેશનગર શનાળા રોડ મોરબી (નિવૃત HC પો. કર્મચારી) (૭) રૈયાભાઇ રૂડાભાઇ શીયાળ ઉ.વ.૫૬ રહે. મોરબી સીટી પોલીસ લાઇન ( પોલીસ કર્મચારી HC ) (૮) સલીમભાઇ અજીતખા ખોરેજા જાતે.સિપાઇ ઉ.વ.૫૨ રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક-૧ (૯) સંજયભાઇ મનસુખભાઇ ખારેચા ઉ.વ.૪૮ રહે.મોરબી શનાળા રોડ સરદારબાગ કાયાજી પ્લોટ-૨ વાળાઓની અટકાયત કરી એ. ડીવીજન પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કરવામાં આવેલ છે.

પોલીસની આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ચૌધરી, ASI જી.કે. રાઠોડ, ASI આર.બી.વ્યાસ, HC આર.બી.કડીવાર HC કિશોરભાઇ મીયાત્રા, PC રણજીતસિંહ રોહડીયા, PC શેખાભાઇ મોરી, PC અજીતસિંહ પરમાર, PC શૈલેષભાઇ હણ, PC મોમજીભાઇ ચૌહાણ તથા PC વનરાજભાઇ ચૌહાણ વિગેરે જોડાયેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.