Abtak Media Google News

થિયેટરમાં રાષ્ટ્રગીત સમયે ઉભા થવામાં અક્ષમ દિવ્યાંગને પાકિસ્તાનનો ગણાવાતા વિવાદ

નવેમ્બર ૨૦૧૬ થી સિનેમા ઘરોમાં રાષ્ટ્રગાન બતાવવું છું. તેમજ લોકોને પણ સુચવવામાં આવ્યું છે કે ઉભા રહી રાષ્ટ્રગાનનું સન્માન કરવું અને નિયમ સરકારે ફરજીયાત બનાવ્યું છે. ત્યારે શું આ નિયમ દિવ્યાંગો પર પણ લાગુ પડે છે ? ૩૬ વર્ષના અરમાન અલી જેઓ વિકલાંગ છે તેમની ઉ૫ર રાષ્ટ્રગાન સમયે ઉભા ન થવા બદલ અપમાનજનક વ્યહાર કરવામાં આવ્યો હતો. અરમાન અલી જે ખુદ એનજીઓના વહીવટી અભિકર્યા છે. દિવ્યાંગો માટેના અધિકારીઓ માટે લડત આપે છે.

તેઓ મલ્ટીપ્લેકસમાં આગળની સીટમાં બેઠા હતા અને રાષ્ટ્રગાન સમયે તે ઉભા થઇ શકયા નહી, ત્યારે રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ થિયેટરમાં મોજુદ બે વ્યકિતઓએ સામે જુઓ એક પાકિસ્તાની બેઠો છે. સંબોધી તેમનું અપમાન કર્યુ હતું. જયારે અરમાને પાછળ ફરીને તેમની સામે જોયું તો તેમણે મોઢા બગાડવા હતા. દિવ્યાંગો પણ આખરેે માણસ છે. કોઇપણને પાકિસ્તાની છે. કે નહી તે પુછયા જાણ્યા વગર જ સંબોધવું શું યોગ્ય છે ? કદાચ તેમના મતે રાષ્ટ્રગાન સમયે ઉભા ન થતાં લોકો પાકિસ્તાની માનવામાં આવતા હોય.

પરંતુ દિવ્યાંગોની લાગણીઓનું શું ? એક તરફ સરકારી દિવ્યાંગોને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરી રહી છે ત્યારે તેમાં સમાજને હિસ્સો કેટલો તે જાણવું જરુરી છે. શિશુ સરોઠી ઈનજીએના અરમાન અલી જેવા અનેક દિવ્યાંગો છે જેનું સમાજમાં અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે દિવ્યાંગોની લાગણી દુભાગ છે. માટે અરમાન ભારતના ચીફ જસ્ટીસને આ અંગે પત્ર લખવા વિચારણા કરી રહ્યાં છે. નિયમો બધા માટે છે પરંતુ દિવ્યાંગોનું અપમાન કરવું પણ યોગ્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.