Abtak Media Google News

આ ટેસ્ટ એક પ્રકારનું એનેસ્થેસિયા છે. જેમાં આરોપી ન તો સંપૂર્ણ સભાન હોય છે કે ન તો બેભાન હોય છે: આરોપીની સંમતિ વગર આ ટેસ્ટ થઇ શકે નહીં: નાર્કો ટેસ્ટનું સૌ પ્રથમવાર પરિક્ષણ 1922માં રોબર્ટ નામના ડોકટર દ્વારા કરવામાં આવેલ હતું

 

શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ વ્યકિતનો આ ટેસ્ટ થઇ શકતો નથી: તે ખુબ જ સંવેદનશીલ પરીક્ષણ છે: આ ટેસ્ટ પહેલા પોલીગ્રાફ ટેસ્ટ થતો હોય છે: આ ટેસ્ટની ટીમમાં ડોકટર, ફોરેન્સિક એકસપર્ટ, તપાસ અધિકારી મનોવિજ્ઞાનીક અને પોલિસ કર્મી સામે હોય છે

 

આજે દેશમાં વિવિધ અપરાધો વધતા જાય છે ત્યારે સરકાર પણ તેને ડામવા કડક નિયમો લાવી રહીછે. બળાત્કાર, સીરીયલ મર્ડર જેવા વિવિધ અપરાધોમાં ગુનેગાર વિવિધ છટકબારી શોધીને મુકત થવા આકાર – પાતાળ એક કરી દે છે, ત્યારે પોલિસ તંત્ર પણ અદ્યતન ટેકનીકના ઉપયોગથી તેને પકડી પાડતાી હોય છે. ગુનેગારો ગમે તેવી ચાલાકી વાપરે પણ પોલિસ તંત્રી તેનાથી પણ ઉપર જઇને અંતે ગુનેગારને પકડી જ લેતી હોય છે. તાજેતરમાં જ શ્રઘ્ધા હત્યા કાંડ બહુે ચર્ચીત છે ત્યારે ગુનેગારોને પકડવા અને સત્ય જાણવા પોલિસ તંત્ર વિવિધ ફોરેન્સિક સાયન્સ, વિવિધ ટેસ્ટો, મનોવિજ્ઞાન વિગેરેનો સાથ લઇને ગુનાઓ ઉકેલતા હોય છે.

આજે આ લેખમાં નાર્કો ટેસ્ટ વિશે વાત કરવી છે, આનું નામ સાંભળતા જ ગુનેગારના હાજા ગગડી જાય છે અને પોપટની જેમ બધુ બોલવા લાગે છે. આ ટેસ્ટનો મુખ્ય હેતુ વ્યકિત પાસેથી જાણકારી મેળવવા માટે થાય છે, જયારે કોઇ ગુનેગાર ખોટી માહીતી આપે છે તેવું લાગે ત્યારે  તેના પાસેથી સત્ય બોલાવવા  આ પ્રયોગ કરાય છે. ઘણી વાર આ ટેસ્ટમાં વ્યકિત સાચુ બોલતો નથી. આ ટેસ્ટને ટુથ સીરમ પણ કહેવાય છે. નાર્કો વિશ્ર્લેષણ એક ફોરેન્સિક કે પરીક્ષણ છે. ભારતમાઁ થોડા વર્ષોથી આનો અમલ થયો પણ વિદેશોમાં તો 1922 થી આ ટેસ્ટ થઇ રહ્યો છે.

પ મે 2010માં ભારતના ઉચ્ચતમ ન્યાયલયે વગર મંજુરીએ કરેલ નાર્કો, બ્રેઇન મેપિંગ અને પોલિગ્રાફ જેવા  પરિક્ષણોને આ વૈદ્યાનિક ગણ્યા હતા. સુપ્રિમે તેની વ્યાખ્યા કરતાં જણાવેલ કે આવુ કરવાથી વ્યકિતની વ્યકિતગત સ્વતંત્રતાનું હનન થાય છે. નાર્કો ટેસ્ટએ એક પ્રકારનું એનેસ્થેસિયા છ જેમાં આરોપી ન તો સંંપૂર્ણ  સભાન હોય છે કે ન તો બેભાન હોય છે. આ ટેસ્ટનો ઉપયોગ ત્યારે જ થઇ શકે છે જયારે આરોપીને તેની જાણ હોય અને તેણે આ માટે સંમતિ આપી હોય તો જ આ ટેસ્ટ થઇ શકે છે.

આ ટેસ્ટ દરમ્યાન ઇથેનોલ, સોડિયમ પેન્ટા થોલ, સોડિયમ અમાઇટલ જેવી દવા ઇન્જેકશન દ્વારા આપવામાં આવે છે, એટલે કે સત્ય જાણવા કે કઢાવવા માટેની ઔષધિ તરીકે ઓળખાય છે. આરોપીના વિચારો શુન્ય થઇ જ ના હોવાથી મનોવિજ્ઞાનના મત પ્રમાણે પણ તેના કથનો સત્ય હોય છે. આ ટેસ્ટ માટે રાજય ડિપાર્ટમેન્ટ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશ વિના કરી શકાતો નથી. જો વ્યકિત માનસિક રીતે અક્ષમ હોય તો તેનું આ પરીક્ષણ થઇ શકતું નથી.

નાર્કો ટેસ્ટ પહેલા કરાતો પોલીગ્રાફ થોડો અલગ છે, તેમાં આરોપીને બેહોશીનું ઇન્જેકશન અપાતું નથી પણ કાર્ડિયોકફ જેવું મશીન લગાવીને બ્લડ પ્રેશર, નાડી, શ્ર્વાસ, પરસેવો, રકત પ્રવાહ તેના દ્વારા માપવામાં આવે છે. પ્રશ્ર્ન પૂછતી વખતે તે ગભરાઇ જાય અને ખોટું બોલે ત્યારે એ મશીન દ્વારા પકડાઇ જાય છે. આ પ્રકારનું પરિક્ષણ 19મી સદીમાં ઇટાલિયન ક્રાઇમિનોલોજીસ્ટ સીઝર દ્વારા કરાયેલ બાદમાં 1914માં અમેરિકન સાયકોલોજીસ્ટ અને 1921 માં કેલી ફોર્નિયા પોલિસ ઓફીસર દ્વારા આવા ઉપકરણો બનાવ્યા હતા.

નાર્કો ટેસ્ટમાં અપરાધીને ટ્રુથ ડ્રગ આપવામાં આવે છે. જેનાથી તે સાચુ બોલવા લાગે છે. અર્ધ બેભાન અવસ્થામાં તે સાચુ બોલવા માંડે છે. આ ટેસ્ટ એકસપર્ટ ટીમ કરે છે. જેમાં ડોકટર, ફોરેન્સિક એકસપર્ટ, તપાસ અધિકારી, મનોવૈજ્ઞાનિક અને પોલીસ કર્મી સામેલ હોય છે. આ ટેસ્ટ પહેલા એક ટીમનું ગઠન કરવામાં આવે છે. નાર્કોટેસ્ટમાં આપવામાં આવતી દવા ખતરનાક હોવાથી થોડી ભૂલ આરોપીને કોમામાં કે મૃત્યુ તરફ લઇ જાય છે. આજ કારણે ટેસ્ટ પહેલા તેની મેડીકલ તપાસ કરાય છે. આરોપી માનસિક કે કોઇ મોટી બિમારીઓ કે કેન્સર જેવી હોય તો આ ટેસ્ટ નથી કરાતો. હોસ્પિટલમાં જ નાર્કો ટેસ્ટ કરાય છે. કારણ કે જો કંઇક મુશ્કેલી આવે તો ઇમરજન્સીમાં સારવાર કરી શકાય છે.

નાર્કો ટેસ્ટ બાદ પછીથી જે પણ માહીતી મળી આવે છે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજુ કરી શકાય છે. આ ટેસ્ટને પુરાવા તરીકે માન્ય કરાવવો તે પણ એક પડકાર છે, કારણ કે આ દવાના ઉપયોગથી એવી કોઇ ગેરંટી નથી કે આરોપી સાચુ જ બોલે છે. એનેસ્થેસિયાની સ્થિતિ અને હોશમાં પણ ન હોવાથી તેને કાયદાકિય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતો નથી. નાર્કો ટેસ્ટ માટે પોલીસને કોર્ટની મંજુરી લેવી પડે છે.

દરેક આરોપીનો નાર્કો ટેસ્ટ ન થાય પણ ગુનાની ગંભીરતા ને ઘ્યાને લઇને આંતકવાદ, હત્યા, બળાત્કાર જેવા ગુનામાં તપાસ એજન્સીને પુરાવા મેળવવા મુશ્કેલી પડતી હોય ત્યારે ફોરેન્સિક ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાય છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે દેશની સર્વ શ્રેષ્ઠ તપાસ માટે ઋજકને વિશ્ર્વાસ પાત્ર મનાય છે જો કે હવે હૈદરાબાદ પણ સેવા શરુ કરાય છે. નાર્કો ટેસ્ટનું નામ પડતા આરોપીઓ ધ્રુજવા લાગે છે. અમુક રીઢા ગુનેગારો હોય કે પોલીસના રીમાન્ડ બાદ પણ પોતાની વાત પર મકકમ રહે છે. ત્યારે પોલીસ સત્ય બહાર લાવવા આ ટેસ્ટ નો ઉપયોગ કરે છે. આ ટેસ્ટ બાદ આરોપી ખોટુ બોલી શકતો નથી જેથી પોલીસને ગંભીર  કેસ ઉકેલવા આ ટેસ્ટનો સહારો લેવો જ પડે છે. આ ટેસ્ટ ચાલુ હોય ત્યારે પોલીસ કે તપાસ અધિકારી ઓપરેશન થિયેટરમાં જઇ શકતાં નથી માત્ર ડોકટર અને સાઇકોલોજીસ્ટ પુછપરછ કરે છે.

પ્રશ્ર્ન પૂછતી વખતે ઓડિયો અને વીડિયો રેકોડિંગથ કરાય છે

 

નાર્કો ટેસ્ટ ઓપરેશન થિયેટરમાં આરોપીને ખાસ બેડ પર સુવડાવીને તપાસ અધિકારીએ તૈયાર કરેલા પ્રશ્ર્નો તેને પુછવામાં આવે છે. પ્રશ્ર્ન પૂછતી વખતે ઓડિયો અને વીડિયો રેકોડિંગ કરવામાં આવે છે. પુછપરછ પૂર્ણ થયા બાદ આરોપીને ભાનમાં લાવવા એક દવા અપાય છે. અને ભાનમાં આવ્યા બાદ ફરી એ જ સવાલો પૂછવામાં આવે છે. બન્ને સમયે કરાયેલા પ્રશ્ર્નો જવાબનું રેકોડિગ અને તબીબોના તારણો સાથેનો અહેવાલ તપાસ અધિકારીને અપાય છે.

આરોપી સંપૂર્ણ સ્વસ્થ હોય તો જ નાર્કો ટેસ્ટ ની મંજુરી ! 

 

નાર્કો ટેસ્ટ સૌથી ગંભીર ટેસ્ટ મનાય છે તેથી આરોપી સંંપૂર્ણ સ્વસ્થ હોય તો જ આ ટેસ્ટની મંજુરી આપવામાં આવે છે. સમગ્ર દેશમાં આપણાં ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબ (ઋજક) દેશની સર્વ શ્રેષ્ઠ ગણાય છે, જો કે હવે હૈદરાબાદ ખાતે પણ આ સુવિધા ઉપલબ્ધ છે. આતંકવાદ, હત્યા, બળાત્કાર જેવા ગુનાઓમાં પુરાવા મેળવવા મુશ્કેલી પડતી હોય ત્યારે આ ફોરેન્સીક ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાય છે.

નાર્કો એનાલિસિસ ટેસ્ટને નાર્કો ટેસ્ટ કહેવાય

 

દિલ્હીમાં શ્રઘ્ધા મર્ડન કેસમાં આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કાયદાકિય કેસમાં આ ટેસ્ટની મદદ લેવાય છે. જેને નાર્કો એનાલિસિસ  ર્ટેેસ્ટ પણ કહેવાય છે. આ ટેસ્ટની સફળતા પર હંમેશા સવાલો અને વિવાદો જન્મ લેતા રહે છે. આ એક ડિસેપ્શન ડિટેકશન ટેસ્ટ ગણાય છે. આ ટેસ્ટમાં અપાતી દવાઓને કારણે હિપ્નોટીક સ્ટેજમાં જતો હોવાથી તે સમજી-વિચારીને કંઇ બોલી કે છુપાવી શકતો નથી. આ સ્થિતિમાં તે ટુંકા જવાબો આપવાની સ્થિતિમાં હોય છે. 26/11 મુંબઇ અટેક, સ્ટેમ્પ કૌભાંડ, આરૂષિ હત્યા જેવા વિવિધ કેસોમાં આ ટેસ્ટનો સહારો લેવાયો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.