Abtak Media Google News

સ્વભાવના પરિવર્તન વિના ધર્મનો આસ્વાદ માણી શકાશે નહીં: કાટકોલામાં વિદાયમાન સમારોહ

 

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યશસ્વી અને યાદગાર ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. ધીરગુરુદેવ ની નિશ્રામાં ઘર ઘર દાનના સૂત્રને સાર્થક કરવા દાનપેટીનું વિતરણ કરવામાં આવેલ.રવિવારની સલુણી સવારે ગ્રામજનોમાં સૌથી મોટી ઉમરના ભાઇ-બહેનના સન્માન બાદ વિહાર યાત્રાનો પ્રારંભ થતાં સેંકડો ભાવિકો જૈન જયંતિ શાસનમૂના જયનાદે જોડાયા હતા.

કાટકોલામાં માલિનીબેન કિશોરભાઇ સંઘવી જીવદયા ઘર ખાતે જેશંકરભાઇ ભોગાયતા, મયુરભાઇ, રોહિતભાઇ વગેરેએ સ્વાગત કરેલ.

વિદાયમાન સમારોહમાં ગુજરાતી સમાજ દિલ્હીના પ્રમુખ વિલીપ ધોળકીયા તેમજ દુબઇ – મસ્તક સ્થિત કિશોરભાઇ, દિનેશભાઇ, કીર્તિભાઇ, પંકજભાઇ મણિયાર, અરવિંદભા શાહ, કમલેશ દોશી, મનહરભાઇ મણિયાર વગેરે ઉ5સ્થિત રહેલ.દિલીપભાઇ ધોળકીયાએ પુ. ગુરુદેવના જશાપર જેવા નાના ગામમાં ચાતુર્માસ પસાર કરવા બદલ અને ગ્રામજનોની ભકિત બિરદાવી અભિવંદના કરેલ.

જીવરક્ષા ગૌમાતા ચડાવાનો લાભ ચંદનબેન ધીરજલાલ મણિયાર પરિવારે લીધેલ.સોહમ કરમુર જેવા નાના નાના ભૂલકાઓએ પોતાની બચત મૂડી માંથી જીવદયાના અનુદાન કરેલ.અશ્રુસુભર હેયે બહેનોએ ભકિતગીત રજૂ કરેલ. સેવા સંકુલના ચેરમેન જશવંત મણિયારે સમસ્ત ગામવતી ફરી ચાતુર્માસ પધારવા વિનંતી કરેલ.ગૌતમ પ્રસાદની સુંદર વ્યવસ્થા બદલ સહુએ આભાર પ્રદર્શિત કરેલ.પૂ. ગુરુદેવ લાલપુર પધાર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.