Abtak Media Google News
  • વિચાર, અણધારી ઘટના કે કોઇકના દબાણથી ડર કેમ લાગે છે! ઘણાં લોકો ગભરાટની લાગણી કે ‘બીક’ લાગવાને કારણે તણાવનો અનુભવ કરે: ગભરાટથી ડર દૂર નથી થતો
  • ઘણાં લોકોને રાત્રે અંધારામાં કે એકાંતમાં ડર લાગ તો હોય છે: આજે ઘણાં દેશોમાં ગભરાટનો દિવસ ઉજવાય છે: ડરને લઈ તણાવ સ્વાથ્યને હાની પહોચાડે છે

આપણાં જીવન દરમ્યાન ઘણી વાર ડરનો અનુભવ સૌને થયો હશે. ઘણી વાર કોઇક પાસેથી સાંભળેલી વાત ઉપરથી તે સ્થળ કે એવી આકિસ્મીક ઘટના બને ત્યારે ડરી જઇએ છીએ. આપણે ત્યાં એવી પણ વાત છે કે ડર લાગે તો ગાના ગા ઘણીવાર આપણને આવતાં વિચારો, સપનાઓ, અણધારી ઘટના કે કોઇના દબાણથી ડર પેસી જ તો હોય છે. ઘણા લોકો માત્ર વાતો સાંભળીને કરી જતા હોય છે. ઘણા લોકો નાગ જોઇને ડરીને બુમા બુમ કરવા લાગતાં હોય છે. અવાવરુ જગ્યાએ એકલા જવાનો સમય હોય ત્યારે મનમાં ડર ઘર કરી જાય છે. તો સાથે મિત્રો હોય ત્યારે તેની ટીખળ માત્રથી ડર લાગતો હોય છે. આજકાલ તો છાત્રોને પરિક્ષાનો પણ ડર લાગે છે. ઘણા છાત્રો તો આપઘાત પણ કરી લે છે.ગભરાટની લાગણી કે બીક લાગવાને કારણે તણાવનો અનુભવ થતો જોવા મળે છે. ડર કે આગે જીત હે ઊંચી મંજીલ ઉ5રથી નીચે જોવા માત્રથી ઘણા લોકો ડરી જતાં હોય છે. ભૂત-પ્રેતની સાંભળેલ વાતો ઉપરથી પણ ઘણીવાર આપણને ડર લાગવા લાગે છે. ઘણીવાર આપણને કોઇની સાથ ઝગડો થયો હોય તો પણ ડર લાગવા લાગે છે. ગભરાટ કે ડર વ્યકિત અનુભવી શકે છે, પણ ડરને દુર કરી શકતો નથી. ડર આપણી માનસિક સ્થિતિ સાથે જોડાયેલ હોવાથી તેનો સંબંધ હ્રદય સાથે જોડાયેલો હોય છે, તેથી હ્રદયના ધબકારા વધી જવા જેવી શારીરિક મુશ્કેલી વધુ જોવા મળે છે. ઘણાં લોકો બહુ જ બિકણ હોવાથી ડર તેના ઉપર હાવી થઇ જાય છે.

What Is Fear?: Fear Brings 'Vigilance'!! ??
What is fear?: Fear brings ‘vigilance’!! ??

આજના વિજ્ઞાન યુગમાં ભૂત-પ્રેત જેવું કશું હોતું નથી, એવું સાબિત થયું હોવા છતાં આપણને ડર લાગે છે. કોઇપણ જાતનો ડરએ આપણાં સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. ઘણીવાર આપણાં મિત્રો પણ ટીખળ કરી ને આપણને ડરાવતા હોય છે. બાળકો સૌથી વધુ ડરી જતાં જોવા મળે છે, તો ડર બાળથી મોટેરા ગમે તેને લાગી શકે છે. આપણાં વિચારો, સાંભળેલી વાતો, એકાંત કે અણધારી ઘટના પ્રસંગ સામે આવે ત્યારે ભલભલા ડરી જાય છે.

ઘણી બધી હોરર ફિલ્મની જાહેરાતમાં લખવામાં આવતું કે નબળા હ્રદયનાં લોકોએ ફિલ્મ ન જોવી, ઘણીવાર ઓચિંતા અવાજ કે નકલ્પી હોય તેવી ઘટના આપણી આંખ સમક્ષ બને ત્યારે સૌ ડરી જતાં જોવા મળે છે, ઘણીવાર આપણી પર ઓચિંતો પ્રહાર કે કોઇ સામે આવી જતાં આપણે ડરી જતાં હોય કે મોટેથી ચિસ પાડતા હોઇએ છીએ.

What Is Fear?: Fear Brings 'Vigilance'!! ??
What is fear?: Fear brings ‘vigilance’!! ??

ગભરાટ થીમ આધારીત પેનિક રૂમ (2002), એ ટાઉન કોલ્ડ (2009), પેનિક ઇન ધ સીટી (1968) અને ગભરાટ (2014) ફિલ્મ આવી હતી. આપણી હિન્દી ફિલ્મો તો હોરર, સસ્પેન્સ, થ્રીલર ઘણી આવી છે, જેનો અંત કોઇને કહેશો નહી તેવી જાહેરાત ફિલ્મની જાહેરતમાં મોટા અક્ષરોમાં લખવામાં આવતી, ડર અને આપણી લાગણીને સિધો સંબંધ છે. આપણે રૂટીંગ લાઇફ જીવીએ તો ડર અસર ન કરે, પણ મન સાથે જીવન જીવીએ તો ઘણી વાર ડરનો અનુભવ થાય છે.

લોકો હંમેશા ગઇકાલની ઘટનાથી ભવિષ્યમાં કેવા પરિણામો લાવશે તેનાથી ડરતાં હોય છે. તમારુ સ્વનું અસ્તિત્વ અને તમારી વાસ્તવિક જીવન વચ્ચે ઘણીવાર આવી ઘટનાનો સામનો કરવો પડે છે. આપણું મગજ બધુ યાદ રાખતું હોવાથી યાદો ની આ યાદશકિત સાથે આપણી કલ્પના જોડાઇ જાય ત્યારે પણ ગભરાટ કે ડર લાગવા લાગે છે. ડરનો પાપો કલ્પના શકિત છે, કારણ કે તમે જ નકકી કરી લો છો કે, ત્યાં આમ જ હશે, જે વાસ્તિવિકતાથી વિપરીત હોય છે.

What Is Fear?: Fear Brings 'Vigilance'!! ??
What is fear?: Fear brings ‘vigilance’!! ??

ડર સૌના જીવનમાં એક સીમા રેખા નકકી કરી છે કે, જેનો પ્રચાર તમે અન્ય લોકોને પણ કરો છો, ત્યારે કાચા-પોચા હ્રદયના લોકો ડરી જતાં હોય છે, એટલે જ ડરની દુનિયાને ભ્રમની દુનિયા પણ કહેવાય છે. ઘણી વાર વસ્તું આપણે જોઇ ત્યારે આપણી કલ્પનાથી જ આપણે નકકી કરી લેતા હોય છે. જે ખરેખર આપણો ભ્રમ હોય છે. ડર એટલે શું, તેના પ્રકારો કેટલા આપણને ડર શું કામ લાગે, આપણે ડરવું કે નહી જેવા ઘણા પ્રશ્ર્નોનો જવાબ માત્ર એ ક જ લીટીમાં આવે, એ મનનો વહેમ છે. મોટાભાગના લોકો નવી ઘટના આંખો સામે જોવા માત્રથી ડરી જતા હોય છે. ટુંકમાં તમારી કલ્પના બહાનું તમે કંઇક જોવો એટલે ડર લાગે જ

મારૂ એકસીડન્ટ થઇ જશે તો ?

આપણાં જીવનમાં કાલ્પનિક ડર સૌથી વધુ જોવા મળે છે, જેમ કે હું ટાઇમસર કામ નહી કરું તો ? મારો અકસ્માત થશે તો ? આ બધા આપણાં માનસિક અને કાલ્પનિક છે. બીજા ડરની વાતોમાં તે આપણાં વિચારો જોડાયેલ છે. ઘણીવાર ખરાબ અનુભવ કે ઘટનાને કારણે તમારામાં ડર લાગવા લાગે છે. કોઇપણ ડરનો સામનો કરવા તમારે તર્કથી વિચારવું જ પડશે. ઘણાં ને સ્ટે જ ફિઅર જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.